પ્રેમ સબંધની આશંકાએ દીયર-ભાભીએ સજોડે ભર્યું હચીકારું પગલું

સાયલાના લીંબાળા ગામની સીમામાં જોગરાણા પરિવારના દીયર અને ભાભીના પ્રેમ સબંધની આશંકાએ ગામથી 2 કિમી દૂર સીમ જમીનના લીંબડે ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બાબતે ધજાળા પોલીસે લાશને સાયલા પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

સાયલાના લીંબાળા ગામે રહેતા ભગવાનભાઇ છેલાભાઇ જોગરાણાના પત્ની રેખાબેન અને કૌટુંબિક દીયર વિક્રમભાઇ મીઠાભાઇ જોગરાણાને કેટલાક સમયથી પ્રેમસંબંધ હોવાની આશંકા પોલીસે બતાવી હતી. ગત રાત્રીના 10 કલાક બાદ વિક્રમભાઇ અને રેખાબેન લીંબાળા ગામની રોજમાળ તરીકે ઓળખાતી અવવારુ જગ્યાએ આવ્યા હતા અને પરિણીત રેખાબેન અને વિક્રમભાઇ પણ પરિણીત હતા. ત્યારે પ્રેમ સબંધમાં અગમ્ય કારણોસર બન્ને પરિણીત પ્રેમીઓએ લીંબડાના ઝાડે ગળોફાંસો ખાઇ લીધો હતો.

આ બાબતની ગ્રામજનો અને પરિવારજનોને જાણ થતા વધુ તપાસ હાથ ધરતા સીમમાં એક પુત્ર સંતાન ધરાવતી માતા રેખાબેન અને કુંટુબીજન વિક્રમભાઇ સાથે બન્નેની લાશ લટકતી હોવાનું જાણાવા મળતા પરિવારજનોમાં દોડધામ મચી હતી. આ બાબતે ધજાળા પોલીસને જાણ થતા પીએસઆઇ ઝેડ.એલ.ઓડેદરા, ભીખાભાઇ પરમાર, દોલતભાઇ ડાંગર સહિત પોલીસકર્મીઓ લાશને સાયલા દવાખાને મોકલી આપી હતી. અને ગળે ફાંસો ખાવાના કારણો સુધીની વધુ તપાસ હાથ ધરી છે.

You cannot copy content of this page