Only Gujarat

Bollywood FEATURED

ટીવીના જાણીતા કલાકાર ICUમાં, સારવાર કરાવવાના પૈસા નથી, લોકો પાસે માગી મદદ

મુંબઈઃ પોપ્યુલર ટીવી સીરિયલ ‘સસુરાલ સિમર કા’માં કામ કરી ચૂકેલાં એક્ટર આશીષ રોય અત્યારે હોસ્પિટલમાં દાખલ છે. તે ICUમાં દાખલ છે અને અત્યારે તેમનું ડાયાલિસિસ ચાલી રહ્યું છે. હોસ્પિટલમાં એડમિટ આશીષ રોયે સોશિયલ મીડિયામાં દ્વારા ફેન્સ સાથે જોડાયેલા છે અને તેમની સ્થિતિ વિશે લોકોને જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, 2019માં આશીષને પેરેલિસિસનો એટેક આવ્યો હતો, જેને લીધે તે લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ હતાં. આ પછી આશીષને કામ મળવાનું બંધ થઈ ગયું અને આશીષે કરેલી બચત પર દિવસો પસાર કરતાં હતાં.

આશીષે લોકોને મદદ કરવા વિનંતી કરી છે. તેમણે મેસેજમાં લખ્યું કે, ‘હું ICUમાં છું અને બીમાર છું. મારે ડાયલિસિસ કરાવવા માટે રૂપિયા અને તમારી મદદની જરૂર છે.’

આશીષને આ પહેલાં જાન્યુઆરીમાં ગોરેગાંવની એસઆરવી મલ્ટી સ્પેશલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. 54 વર્ષના આશીષે તેમના જીવનથી ખુબ જ હેરાન થતાં તેમણે ભગવાનને મોત માટે પ્રાર્થના કરી છે. આશીષે ફેસબુક પર એક પોસ્ટમાં લખ્યું કે, ‘સવારની કૉફી, ઓછી ખાંડવાળી, આ સ્મિત મજબૂરીમાં છે, ભગવાન લઈ લો.’


આશીષે કહ્યું હતું કે, ‘મને પેરેલિસિસનો સ્ટ્રોક આવ્યા પછી સારું થઈ ગયું હતું પણ, મને કામ મળ્યું નહીં. હું અત્યારે બચત કરેલાં રૂપિયા પર જિંદગી પસાર કરી રહ્યો છું અને બચત પણ હવે ખાલી થઈ જશે.’

હું મારી બહેન પાસે કોલકાતામાં શિફ્ટ થઈ જઈશ પણ ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ મને કામ આપવું પડશે નહીં તો તમે જાણો છો કે શું થશે. ઉલ્લેખનીય છે કે, ‘આશીષ રાય વોઇસ ઓવર આર્ટિસ્ટ પણ છે તેમને હૉલિવૂડની ફિલ્મ ‘જોકર’ના હિન્દી વર્ઝનમાં અવાજ પણ આપ્યો હતો.’

પેરેલિસિસ અટેક પછી આશીષે કહ્યું કે, ‘પ્રામાણિકતાથી કહું, તો આ ઘટના પછી મને યોગ્ય ઉંમરે લગ્ન નહીં કરવાનો અફસોસ થાય છે. હું યુવા અને અણસમજુ હતો. આજે, મારી પાસે વાત કરવા માટે કોઈ નથી. જ્યારે મારી સાથે દુઃખદ ઘટના થઈ તો મારી સારવાર કરવાવાળું કોઈ નહોતું.’

આશીષે જણાવ્યા મુજબ, ’21 જાન્યુઆરી, 2019એ હું CID શૉનો પાઇલૉટ શૂટ કરવાનો હતો. મારી સવારની શિફ્ટ હતી. જ્યારે હું ઊભો થયો ત્યારે મારા શરીરનો ડાબો ભાગ કામ નહોતો કરતો. ખાસ તો મારો ડાબો હાથ. મેં તરત જ ડ્રાઇવરને ફોન કર્યો અને તે સવારે મને હોસ્પિટલ લઈ ગયો. ત્યાં મને કહેવામાં આવ્યું કે, પેરેલિસિસ અટેક છે.’

આશીષે વર્ષ 1997માં તેમના એક્ટિંગ કરીયરની શરૂઆત કરી હતી અને ત્યારથી લઈ અત્યાર સુધી તે અનેક હિન્દી સિરીયલમાં જોવા મળ્યા છે. આશીષ રોય ‘સસુરાલ સિમર કા’, ‘જીજી ઓર જૂજુ’, ‘બા બહુ ઔપ બેબી’, ‘તૂ મેરે અગલ બગલ હૈ’ જેવી સિરીયલમાં જોવા મળ્યા છે. આશીષ ‘હોમ ડિલીવરી’ અને ‘એમપી3, મેરા પહેલાં પહેલાં પ્યાર’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page