Only Gujarat

International TOP STORIES

હાલ આ જગ્યાએ 24 કલાક થઈ રહ્યા છે અંતિમ સંસ્કાર, વેઈટિંગ લિસ્ટમાં છે ડેડ બોડીઝ

વિશ્વમાં કોરોનાનો આતંક જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 47 લાખને વટાવી ગઈ છે, જ્યારે મૃત્યુની સંખ્યા 3 લાખ 13 હજાર પર પહોંચી ગઈ છે. શરૂઆતથી જ આ વાયરસથી થતા મૃત્યુનાં આંકડા સવાલોમાં છે. ઘણા દેશો તેમનાં ત્યાંનાં મોતના આંકડાઓ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમાં ચીનનો પણ સમાવેશ છે. આંકડા મુજબ, ચીનમાં કોરોનાને કારણે 4,600થી વધુ લોકોના મોત થયા છે પરંતુ વુહાનના નાગરિકોના જણાવ્યા અનુસાર, ફક્ત તે જ પ્રાંતમાં 42 હજારથી વધુ લોકોના મોત થયા છે. હવે ભયાનક દ્રશ્યો મેક્સિકોથી બહાર આવ્યા છે. સરકારી આંકડા મુજબ અહીં કોરોના સંક્રમિતોની સંખ્યા 47 હજાર છે જ્યારે મોતનો આંકડો 5 હજારથી વધુ છે. પરંતુ હવે મેક્સિકોનાં એક-એક ફ્યુનરલ હાઉસમાંથી જે તસવીરો સામે આવી છે તે ભયાનક છે. બળી રહેલી લાશોને કારણે આકાશમાં કાળો ધુમાડો ફેલાયેલો છે. અહીં એટલાં મોત થયા છેકે, લાશોને 3 દિવસ વેઈટિંગ લિસ્ટમાં મૂકવામાં આવી છે.

મેક્સિકોમાં બધી હોસ્પિટલો, મોર્ચરી અને સ્મશાનઘાટ ભરાઈ ચૂક્યા છે. આ શહેરમાં મોતનો આંકડો હવે હાથમાંથી નીકળી રહ્યો છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર મેક્સિકોનાં એક સ્મશાન ઘાટના એવાં ફોટા સામે આવ્યા છે. જેમાં લાશોનાં ઓટોપ્સી રૂમ અને કોરિડોરમાં સ્ટોર કરવામાં આવી રહી છે.

હવે કાળા ધુમાડાથી ભરેલા આકાશના ફોટા એક સ્મશાનભૂમિની ઉપર આવ્યા છે. અહીં લાશો સતત 24 કલાક સતત સળગાવવામાં આવી રહી છે, જેના કારણે ચીમની સતત કાળો ધુમાડો કાઢી રહી છે.

મેક્સીકન અધિકારીઓના જણાવ્યા મુજબ આ દેશ કોરોનામાં સૌથી વધુ ટોચ પર પહોંચી ગયો છે અને હવે કેસ ઓછા થશે. આને કારણે હવે લોકડાઉન હટાવવાની તૈયારી ચાલી રહી છે. લોકોનું કહેવું છેકે, સરકારી આંકડા કરતા પાંચ ગણા વધુ લોકોનાં મોત કોરોનાનાં કારણે થયા છે. સ્મશાનગૃહમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે ત્રણ દિવસ રાહ જોવાઇ રહી છે. લાશો સતત બળી રહી છે. આવી સ્થિતિમાં માત્ર 5 હજારનાં થયા હોય એવું માની શકાતું નથી.

કોરોનાનો પહેલો કેસ 28 ફેબ્રુઆરીએ મેક્સિકોમાં જોવા મળ્યો હતો. આ પછી અહીં આ વાયરસનો આતંક ઝડપથી વધી રહ્યો છે.

મેક્સિકોના ફ્યૂનરલ હાઉસમાં વર્કર્સ લાશોને અંદર લઈ જતાં દેખાઈ રહ્યા છે. અહીં બધા જ ફ્યુનર હાઉસ બોડીઝથી ભરેલાં છે.

એક સ્મશાનઘાટમાં બોડીની રાહ જોતો વર્કર, પાછળ જમા થયેલી લાશોનાં ઢગલા જોઈને અંદાજ લગાવી શકાય છેકે, અહીંની સ્થિતિ કેટલી ખરાબ છે.

એક સ્મશાનની બહાર મૃતદેહ લઈ જતા વાહનોની ભીડ. અહીં મૃત્યુઆંક નોંધપાત્ર રીતે વધી ગયો છે. આવી સ્થિતિમાં ઘણા લોકોએ લોકડાઉન ખોલવાના સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે.

મેક્સિકોમાં બની રહેલાં નવા કબ્રસ્તાનના ફોટા. મૃત્યુ પછી લાશને સળગાવી અને દફનાવવા માટે અહીં રાહ જોવાઈ રહી છે.

શબપેટીઓનો અભાવ પણ આ દેશમાં એક મોટી સમસ્યા બની છે. માંગને પહોંચી વળવા ફેક્ટરીઓએ ઉત્પાદનમાં વધારો કર્યો છે. પરંતુ અચાનક જ એટલાં મોતો થવા લાગ્યા કે, દરેક પ્રયાસો નિષ્ફળ ગયા હતા.

You cannot copy content of this page