Only Gujarat

National

એકનો પતિ પંચર કરતો હતો તો એકનો જેલમાં, શોખ પૂરા કરવા પત્નીઓએ આ રીતે યુવકો સાથે…

પાલીઃ રાજસ્થાનના પાલીના હની ટ્રેપ કાંડમાં પોલીસે અત્યાર સુધી ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. આ ત્રણેય મહિલાઓની વાત સામે આવી છે. ત્રણેયે મોજશોખ પૂરા કરવા માટે આ રસ્તો પસંદ કર્યો હતો અને લોકોને હની ટ્રેપમાં ફસાવવાના શરૂ કર્યા હતા. રૂપિયા હાથમાં આવતા અને કોઈએ ફરિયાદ ના કરી તો તેમની હિંમત વધી ગઈ હતી. ત્રણેયે સાથે મળીને શહેરના અનેક લોકોને પોતાના શિકાર બનાવ્યા હતા. ત્રણેય મહિલાઓ ભાવના ઉર્ફે ભારતી, શ્વેતા તથા દિવ્યા જેલમાં છે.

પહેલી મહિલા ભાવનાઃ પિતાએ બહાર ફરતા અટકાવી તો પિતા વિરુદ્ધ કેસ કર્યો
ખિવાંડા ગામની ભાવના ઉર્ફે પૂજા પિતાની પહેલી પત્નીની દીકરી છે. નાની હતી ત્યારે માતાનું મોત થયું હતું. દાદી તથા પિતાએ ઉછેરી હતી. પિતાએ જ્યારે બીજા લગ્ન કર્યા ત્યારે ભાવનાને આ વાત ગમી નહીં. તે પોતાને પરિવારથી અલગ સમજા વાગી હતી. તે બહાર ફરવા લાગી હતી. પિતા તેને બોલવા લાગ્યા તો તેણે પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. પછી આ વાત પરિવારને સમજી વિચારીને ઉકેલી હતી.

ભાવના રમેશ ચૌધરી (હની ટ્રેપ ગેંગનો માસ્ટર માઇન્ડ)ના સંપર્કમાં આવી હતી અને લગ્ન કરી લીધા હતા. મોંઘા મોબાઈલ, મોંઘા કપડાં, કારમાં ફરવાના શોખને કારણે ભાવના હની ટ્રેપમાં સામેલ થઈ હતી. તેણે પરિવાર સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. પતિ રમેશ સાથે મળીને પોતાની ગેંગ બનાવી હતી. મારવાડ-ગોડવાડના અનેક પ્રતિષ્ઠિત લોકોને પોતાના શિકાર બનાવ્યા હતા. રમેશ સાથે ઝઘડો થયો તો પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી હતી. હની ટ્રેપ પ્રકરણમાં પોતે પણ આરોપી બની.

બીજા મહિલાઃ ગરીબ પતિ પસંદ નહોતો, મોંઘા શોખ પૂરા કરવા ગેંગ સાથે જોડાઈ
ત્રણ બાળકોની માતા દિવ્યાના મોટા સપના હતા, પરંતુ જેની સાથે લગ્ન થયા તે ગાડીઓને પંચર કરતો હતો. પતિની કમાણીમાંથી ઘર ખર્ચ પણ નીકળતો નહોતો. આર્થિક મુશ્કેલીને કારણે અનેકવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. સપનાઓ પૂરા કરવા માટે દિવ્યા પણ રમેશ-ભાવનાના સંપર્કમાં આવી અને હની ટ્રેપ ગેંગમાં સામેલ થઈ. રૂપિયા મળતા હતા અને સપના પૂરા થતા હતા. દિવ્યાની આ હરકતની જાણ પરિવારને નહોતી. પોલીસ જ્યારે દિવ્યાને પકડી ગઈ ત્યારે કોઈને વિશ્વાસ ના થયો કે 3 સંતાનોની માતા આ ગેંગમાં સામેલ હતી.

ત્રીજી મહિલા શ્વેતાઃ પિતાનું મોત, પતિ જેલમાં, સ્પા સેન્ટરથી ગેંગ સુધી પહોંચી
નવી દિલ્હીની કટરા ગોકુલશાહ સીતારામ બજારમાં રહેતી 35 વર્ષીય શ્વેતા ઉર્ફે શીતલના પિતાનું મોત થયું હતું. પંકજ નામના યુવક સાથે લગ્ન કર્યા હતા, જે ચાર વર્ષથી જેલમાં છે. આર્થિક રીતે સદ્ધર ના હોવાથી શ્વેતા માતા પર બોજ બનવા માગતી નહોતી. આથી કામ શોધતી હતી. આ દરમિયાન સ્પા સેન્ટરમાં કામ કરવા લાગી. 2 વર્ષ પહેલાં દિલ્હીથી રાજસ્થાન આવી. અહીંયા કુંભલગઢ, પાલી, ઝાલોર તથા બાડમેરના સ્પા સેન્ટરમાં કામ કર્યું હતું.

હની ટ્રેપમાં જોડાયેલ ગણેશ દેવાસી પાલી શહેરના એક સ્પા સેન્ટરમાં મેનેજર હતો. તે જ સ્પામાં શ્વેતા કામ કરતી હતી. ગણેશ પછી નોકરી છોડી દીધી હતી અને રમેશ ચૌધરી સાથે કામ કરતો હતો. ગણેશે જ શ્વેતા અને ભાવનાની મુલાકાત કરાવી હતી. એકથી વધુ લોકોને ફસાવવાના રહેતા ત્યારે શ્વેતાને બોલાવવામાં આવતી. શ્વેતા પણ ફોન પર મીઠી મીઠી વાતો કરીને લોકોને ઘર સુધી લાવતી હતી. પોલીસ તપાસમાં એ વાત સામે આવી કે શ્વેતા પછી ભાવના સાથે જ રહેવા લાગી હતી.

તમામ લોકો જેલમાં: રમેશ, પત્ની ભાવના, દિવ્યા તથા શ્વેતા ઉર્ફે શીતલ પાલીની જેલમાંથી જોધપુરની જેલમાં મોકલવામાં આવ્યા છે. રમેશ પાલીની જ જેલમાં છે. પોલીસ બાબુલાલ, ગણેશ દેવાસી, મોહમ્મદ રફીની શોધમાં છે.

શું છે કેસ? ઉલ્લેખનીય છે કે 29 જુલાઈના રોજ એક વ્યક્તિએ ફરિયાદ કરી હતી કે બે મેના રોજ તેને ફોન આવ્યો હતો અને પ્લોટ બતાવવાની વાત કરી હતી. જ્યારે તે મિત્ર સાથે ગયો ત્યારે તેને બે યુવતીઓ મળી હતી અને તેમના કોઈ સંબંધીને ત્યાં લઈ ગઈ હતી. અહીંયા બેસીને પ્લોટ કરવાની વાત કરવાનું કહ્યું હતું. જ્યારે તેઓ ગયા તો બંને મિત્રને અલગ અલગ રૂમમાં બેસાડવામાં આવ્યા હતા. થોડીવાર બાદ ચાર પાંચ યુવકો તેમને માર મારવા લાગ્યા હતા અને ચાર-પાંચ લાખ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. પૈસા ના આપે તો બળાત્કારના કેસમાં ફસાવવાની વાત કરી હતી. તેમણે જબરજસ્તી વીડિયો બનાવ્યો હતો અને એક લાખ રૂપિયા તથા સોનાની ચેન લીધી હતી.

You cannot copy content of this page