Only Gujarat

National

પહેલાં કોરોના માટે હોસ્પિટલ બનાવી, હવે શરૂ કર્યું એવડું મોટું સેવા કાર્ય કે તમને ગુજરાતી તરીકે થઈ આવશે માન

મુંબઈ: રિલાયન્સ ફાઉન્ડેશનાંન ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યુ છેકે, ફાઉન્ડેશનનું ‘મિશન અન્ન સેવા’ દુનિયાનાં કોઈ પણ કોર્પોરેટ દ્વારા સંચાલિત સૌથી મોટો ફ્રી ભોજન કાર્યક્રમ છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય લોકડાઉન દરમ્યાન મુશ્કેલીઓનો સામનો કરી રહેલા વંચિત સમુદાયના લોકોને અને કોરોનાવાયરસ રોગચાળાને રોકવા માટે રોકાયેલા કર્મચારીઓને 3 કરોડથી વધુ લોકોને ખોરાક પૂરો પાડવાનો છે. રિલાયન્સ ફાઉન્ડેશન એ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પરોપકારી શાખા છે અને જરૂરીયાતમંદ લોકોને નિ: શુલ્ક ખોરાક પૂરો પાડવાની, દેશની પ્રથમ કોવિડ -19 હોસ્પિટલ બનાવવાની અને પી.પી.ઇ. કીટ અને માસ્ક પૂરા પાડવાનું કામ હાથ ધર્યું છે.

નીતા અંબાણીએ કહ્યુ, રિલાયન્સે મુંબઈમાં બૃહમુંબઈ મહાનગર પાલિકા (BMC) સાથે ભાગીદારી કરી ભારતના પ્રથમ કોવિડ -19 હોસ્પિટલનું નિર્માણ માત્ર બે અઠવાડિયામાં કરી દીધું છે. રિલાયન્સ ફાઉન્ડેશન, જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) સાથે સંકળાયેલ છે અને સમાજ કલ્યાણ માટે કામ કરે છે, તેણે અત્યાર સુધીમાં 16 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશોના 68 જિલ્લાઓમાં 2 કરોડથી વધુ ભોજનનું વિતરણ કર્યું છે. આ કાર્યક્રમના ભાગ રૂપે, રિલાયન્સ ફાઉન્ડેશન પરિવારોને રાંધેલો ખોરાક, રેડી ટુ-ઇટ ફૂડ પેકેટ, ડ્રાય રાશન-કીટ અને બલ્ક રાશન પ્રોવાઈડ કરે છે.

કાર્યક્રમના લાભાર્થીઓમાં દૈનિક કમાણી કરનારા, ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ, શહેરી સેવા પ્રદાતાઓ, ફેક્ટરી કામદારો, વૃદ્ધાશ્રમોના નિવાસીઓ અને અનાથાલયોનો સમાવેશ થાય છે. જુનિયર મેડિકલ સ્ટાફ, પોલીસ કર્મચારીઓ અને સુરક્ષાદળો જેવા ફ્રન્ટલાઈન કામદારોને પણ ભોજન પીરસવામાં આવે છે. કેટલાક સ્થળોએ રિલાયન્સ ફાઉન્ડેશન ફૂડ-ટોકનનું વિતરણ પણ કરી રહી છે, જેને રિલાયન્સ રિટેલ આઉટલેટ્સ જેવા કે રિલાયન્સ ફ્રેશ, રિલાયન્સ સ્માર્ટ સુપરસ્ટોર, રિલાયન્સ સ્માર્ટ પોઇન્ટ અને કોઓપરેટિવ સ્ટોર્સ પર રીડિમ કરી શકાય છે.

લોકડાઉન દરમિયાન કોઈ પણ ભારતીય ભૂખ્યો ન રહે, તેથી રિલાયન્સ ફાઉન્ડેશન અને રિલાયન્સ પરિવારના તમામ કર્મચારીઓ સાથે મળીને યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. રિલાયન્સ રિટેલના કર્મચારીઓ જરૂરી ચીજવસ્તુઓ પેક કરી સપ્લાય કરી રહ્યા છે.

મુંબઇ, સિલવાસા, વડોદરા, પાતાલગંગા, હજીરા, ઝજ્જર, શાહદોલ, જામનગર, દહેજ, બારાબંકી, નાગોઠાને, ગડીમોગા અને હોશિયારપુર જેવા રિલાયન્સ સ્થળો પરના કર્મચારીઓ પોતપોતાના સ્થળે ગરીબ સમુદાયોને નિ: શુલ્ક ખોરાકનું વિતરણ કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળ, કેરળ અને ઓડિશાના કેટલાક રિલાયન્સ પેટ્રોલ પમ્પ પર સ્ટાફના સભ્યો જરૂરી ચીજવસ્તુઓનું પરિવહન કરતા ટ્રક ડ્રાઇવરોને મફત ખોરાક વિતરણ કરી રહ્યા છે.

You cannot copy content of this page