Only Gujarat

Sports

પ્રેગ્નન્ટ અનુષ્કાએ પતિના જન્મદિવસ પર પહેર્યો એટલો મોંઘો ડ્રેસ કે મહિનાભરનો ખર્ચો પણ નીકળી જાય!

મુંબઈ: અનુષ્કા શર્મા હાલ પોતાના પ્રેગનેન્સી પીરિયડને માણી રહી છે. એટલું જ નહીં તે પ્રેગનેન્સીમાં મોટા ભાગનો સમય પતિ અને ક્રિકેટર વિરાટ કોહલી સાથે વિતાવી રહી છે. હાલ તે દુબઈમાં છે. જ્યાં આઈપીએલ રમાઈ રહી છે. આઈપીએલનું ફાઈનલ 10 નવેમ્બરે હશે, એ અલગ વાત છે કે અનુષ્કાના પતિ વિરાટની ટીમ આરસીબીની સફર આઈપીએલમાં ખતમ થઈ ગઈ છે. અનુષ્કા અનેક વાર સ્ટેડિયમમાં વિરાટની ટીમને સપોર્ટ કરતી જોવા મળી. આ દરમિયાનના તેના અનેક ફોટોસ સોશિયલ મીડિયા પર વાયરલ થયા. હાલમાં જ વિરાટે પોતાનો 32મો જન્મદિવસ દુબઈમાં સેલિબ્રેટ કર્યો હતો. આ મોકા પર કેક કટિંગ બાદ વિરાટે મિત્રોને જમાડ્યા હતા. આ દરમિયાન અનુષ્કા ખૂબસૂરત ડ્રેસમાં જોવા મળી હતી.

મોટાભાગે ઓવરસાઈઝ્ડ ટીશર્ટ, કમ્ફર્ટેબલ ડ્રેસિસ, ઑફ શોલ્ડર બૉડીકૉન, ડિઝાઈનર સૂટ સલવાર અને સાડીઓમાં જોવા મળતી અનુષ્કાની મેટરનિટી ફેશન આખી બદલાઈ ગઈ છે. હવે તે એવા કપડા પસંદ કરે છે જે સ્ટાઈલિશની સાથે સાથે આરામદાયક પણ હોય. એવું જ કાંઈક વિરાટના જન્મદિવસની પાર્ટીમાં જોવા મળ્યું. જ્યાં અનુષ્કાએ પ્રેગનેન્સીના સાતમાં મહિનામાં પણ સ્ટાઈલિશ લૂક બતાવ્યો.

પતિની બર્થડે નાઈટને સ્પેશિયલ બનાવતા અનુષ્કાએ જાણીતા ડિઝાઈનર શ્રૃતિ સંચેતિની ડિઝાઈન કરેલી પ્લંજિંગ નેકલાઈન વાળી બ્લેક મેક્સી પહેરી હતી, જેની બેલ સ્લીવ્સ ડ્રેસને આકર્ષક બનાવી રહી હતી. ડ્રેસની સ્લીવ્સ પર રંગબેરંગી દોરાથી ફ્લોરલ ભરતકામ હતું.

આ ડ્રેસની કિંમત એટલી છે કે, તે કેટલાક લોકોની આખા મહિનાની સેલેરી હશે. તમને જણાવી દઈએ કે આ ડ્રેસની કિંમત 28 હજાર રૂપિયા છે. અનુષ્કાના સામે આવેલા ફોટોસમાં તેનું વજન ખૂબ જ વધેલું જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં પ્રેગનેન્સીના કારણે તેના ગાલ પણ ફૂલી ગયા છે. જણાવી દઈએ કે તેનો સાતમો મહિનો ચાલી રહ્યો છે. અનુષ્કા આવતા મહિને જાન્યુઆરીમાં બાળકને જન્મ આપશે.

ઑસ્ટ્રેલિયાની સાથે ચાર મેચની સીરીઝ દરમિયાન ટીમના કેપ્ટન કોહલીને રજા આપવામાં આવી છે, કારણ કે એ સમયે તેની પત્નીની ડિલીવરીનો સમય છે, એટલે તેને પેરેન્ટલ લીવ આપવામાં આવી છે. ટીમની કપ્તાની રોહિત શર્માને સોંપવામાં આવી છે.

પ્રેગનેન્સીમાં અનુષ્કા પોતાના ડાયટનું ખાસ ધ્યાન રાખે છે. માત્ર અનુષ્કા જ નહીં વિરાટ પણ એ વાતનું ધ્યાન રાખે છે કે પત્નીએ સમય પર જમ્યું કે નહીં. કેટલાક દિવસો પહેલા જ ક્રિકેટ ગ્રાઉન્ડ પરથી એક તસવીર વાયરલ થઈ હતી. જેમાં વિરાટ પત્નીને ઈશારામાં ભોજનની વાત પૂછી રહ્યા હતા.

કેટલાક સમય પહેલા એક જ્યોતિષે ભવિષ્યવાણી કરી હતી કે આ કપલના ઘરે દીકરાનો જન્મ થશે કે દીકરીનો. જ્યોતિષીએ કહ્યું હતું કે કપલનો ચહેરો વાંચ્યા બાદ અને જ્યોતિષની ગણના અનુસાર, સૌથી વધુ ચાન્સ દીકરી થવાના છે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 12 ડિસેમ્બર 2017ના ઈટલીમાં લગ્ન કર્યા હતા. કપલે પોતાના લગ્ન સીક્રેટ રાખ્યા હતા. બંને પહેલીવાર એક જાહેરાતના શૂટિંગમાં મળ્યા હતા. અને કેટલીક મુલાકાતો બાદ એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા.

અનુષ્કા હાલ ફિલ્મોથી દૂર છે. તેની પાસે કોઈ જ ફિલ્મની ઑફર નથી. તે છેલ્લે શાહરુખ ખાનની ફિલ્મ ઝીરોમાં નજર આવી હતી. આમ તો, અનુષ્કા વેબ સીરિઝ પ્રોડ્યૂસ કરી રહી છે અને તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

You cannot copy content of this page