આ ગુજરાતી એક્ટ્રેસ ફિલ્મોમાં આવી તે પહેલાં દેખાતી હતી આવી, આ રીતે બનાવી અલગ ઓળખ

મુંબઈઃ પ્રાચીએ ‘રૉક ઑન’, ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ’, ‘બોલ બચ્ચન’ અને ‘અઝહર’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રાચીએ બોલિવૂડમાં એન્ટ્રી કર્યાને લગભગ ઘણાં વર્ષો થઈ ગયા. પ્રાચીએ વર્ષ 2006થી પ્રસારિત થતી સિરિયલ ‘કસમ સે’માં બાનીનો રોલ પ્લે કર્યો હતો.

પ્રાચીને શરૂઆતથી જ ફિલ્મોમાં એક્ટિંગ કરવાનો શોખ હતો અને એટલા માટે તેમણે બાલાજી ટેલિફિલ્મ્સમાં ઑડિશન આપ્યું અને પ્રાચીને ફિલ્મ મળી ગઈ હતી. એકતા કપૂરે તેમને ‘કસમ સે’ સિરિલયમાં તક આપી. પ્રાચી આ સિરિયલથી ફૅમશ થઈ ગઈ. આ સિરિયલમાં પ્રાચી રામ કપૂર સાથે જોવા મળી હતી. ફોટોમાં તમે જોઈ શકો છો કે, પ્રાચી તે દિવસોમાં કેવી લાગતી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રાચીનું નામ ‘ગોલમાલ’ સિરીઝ ફેમ રોહિત શેટ્ટી સાથે જોડાઈ ચૂક્યું છે. જોકે, આ વાત કેટલી સાચી છે તે કોઈ જાણતું નથી.

પ્રાચી દેસાઇ તેમના સ્કૂલના દિવસો દરમિયાન શાહિદ કપૂરની મોટી ફૅન હતી, પણ જેમ જેમ તે મોટી થતી ગઈ તેમ તેમ તે રિતીક રોશનની ફેન થવા લાગી હતી. પ્રાચી દેસાઈએ માત્ર બે સિરિયલમાં જ કામ કર્યું છે. આ પછી તેમને ફરહાન અખ્તરની સાથે ફિલ્મ ‘રૉક ઑન’માં રોલ ઓફર થયો અને પ્રાચીએ તે તક ઝડપી હતી.

જોકે, પ્રાચી દેસાઈને ફિલ્મ ‘રૉક ઑન’ સરળતાથી મળી નહોતી. આ અંગે પણ એક રસપ્રદ કહાની છે. એકવાર પ્રાચી જ્યારે ‘ઝલક દિખલાજા’નું શૂટિંગ કરી રહી હતી ત્યારે તેમને ફોન આવ્યો હતો. પ્રાચીને ડિરેક્ટરને મળવા પહોંચી ત્યારે તેને જાણ નહોતી કે તેને સ્ક્રીન ટેસ્ટ માટે બોલાવવામાં આવી છે અને થોડીવાર પછી તેમને ફિલ્મની ઑફર કરવામાં આવી હતી.

પ્રાચીનો વિશ્વાસ થતો નહોતો કે તેમને આટલી સરળ રીતે ફિલ્મ મળી ગઈ છે. પ્રાચી દેસાઈને સારા લુકને લીધે ઘણી ફિલ્મોની ઑફર થઈ હતી. જોકે, તેમણે અત્યાર સુધી વધુ ફિલ્મમાં કામ કર્યું નથી અને અત્યારે તે સિલ્વર સ્ક્રીનથી ગાયબ છે.

પ્રાચી દેસાઈ અત્યારે કોઈ ઇવેન્ટમાં પણ જોવા મળતી નથી. ફિલ્મ ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ’માં પ્રાચી ઈમરાશ હાશમી સાથે જોવા મળી હતી. પડદા પર ઈમરાન હાશમી સાથે તેમની જોડીને દર્શકોએ પંદ કરી હતી. જેમાં પ્રાચીએ ઇમરાન હાશમી સાથે બોલ્ડ સીન આપ્યાં હતાં.