Only Gujarat

FEATURED National

પત્નીએ અડધી રાતે પતિને તેની પ્રેમિકા સાથે રંગેહાથ પકડ્યો પછી…..

હરિયાણાના પાનીપત શહેરમાં એક મહિલાએ અડધી રાતે પોતાના પતિને તેની પ્રેમીકા સાથે રંગેહાથ પકડી લીધો. ત્યારબાદ રાતે અંદાજે અઢી વાગ્યા સુધી રસ્તા વચ્ચે હંગામો થતો રહ્યો. લોકરો ઉંઘથી ઉઠીને રસ્તા પર આવી ગયા. કોઇ ફોટો ખેંચી રહ્યા હતા તો કોઇ આ ઘટનાનો વીડિયો બનાવી રહ્યો હતો.

રવિવાર 9 ઓગસ્ટે પાનીપત શહેરમાં મોડલ ટાઉન એરિયામાં આ ઘગટના બની હતી. અહીં એક મહિલાએ પોતાના દેવર સાથે મળી છૂપાઇને પતિનો ભાંડાફોડ કર્યો અને તેને રંગેહાથ પકડી લીધો. ઉલ્લેખનીય છે કે યુવક જ્યારે મોડી રાત સુધી ઘરે ન પરત ફર્યો તો પત્નીને શંકા ગઇ. ત્યારબાદ દેવરના ફોનમાંથી પતિનો સંપર્ક કર્યો તો પતિએ કહ્યું કે થોડીવારમાં આવીશ પરંતુ અડધી રાત થઇ ગઇ હોવા છતા ઘરે ન આવ્યો તો દેવરને સાથે લઇને પતિને શોધવા માટે નીકળી પડી.

ઘરેથી થોડે દૂર ગયા બાદ જ દેવરે પોતાના ભાઇની પ્રેમીકાની સ્કૂટી એક ઘરની સામે ઉભેલી જોઇ. ત્યારબાદ દેવર ભાભી ત્યાં જ ઉભા રહીને બંને બહાર આવે તેની રાહ જોઇ રહ્યાં હતા. થોડા સમય બાદ મહિલાનો પતિ પોતાની પ્રેમીકા સાથે બહાર નીકળ્યો અને કારમાં બેઠવા લાગ્યો. આ જોતા જ મહિલા રેલિંગ પાર કરી તરાપ મારી બંનેને પકડી લીધા.

એટલામાં દેવરે પણ ભાઇ પાસેથી કારની ચાવી છીનવી લીધી. પછી યુવક હોબાળો કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હું તો હવે પ્રેમીકાની સાથે જઇશ ભલે પછી ગમે તે થાય. એટલું જ નહીં કારના કાચ પણ તોડવા લાગ્યો. અવાજ સાંભળી આસપાસ લોકો એકત્રિત થઇ ગયા.

થોડા સમય બાદ પરિવારજનો પણ ત્યાં પહોંચી ગયા અને તેને મારવાનો પ્રયાસ કરવા લાગ્યા. એટલામાં પત્ની રડતા રડતા કહેવા લાગી રહેવા દો. મારા પતિને કાંઇ ન કહો, જેવા પણ છે તે મારા પતિ છે.

પરંતુ જેવી પ્રેમીકા યુવકને પકડીને રડવા લાગી તો તો કારમાં બેઠેલી પ્રેમીકાને યુવકની માતાએ કહ્યું કે તું મારા પતિનો પીછો કેમ છોડતી નથી, અમારું ઘર કેમ બરબાદ કરી રહી છે. પ્રેમીકાએ જવાબ આપતા કહ્યું કે મમ્મી જી તાલી એક હાથથી વાગે નહીં. સૂચના મળતા જ પોલીસ ત્યાં પહોંચી અને તમામને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page