Only Gujarat

Gujarat

છેલ્લાં 40-40 વર્ષોથી પાટણની આ વૃદ્ધા રહે છે હજારો ચામાચીડિયાની વચ્ચે

પાટણઃ આખી દુનિયામાં કોરોનાવાઈરસના કારણે દહેશત છે. જ્યારથી કોરોનાવાઈરસના મામલા સામે આવ્યા છે, ત્યારથી ચામાચીડિયા પણ ચર્ચામાં છે. માનવામાં આવી રહ્યું છે કે કોરોના ચામાચીડિયા દ્વારા માણસોમાં પહોંચ્યો. ICMRના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. રમન આર ગંગાખેડકરે પણ ચીનના રિસર્ચનો હવાલો આપતા માન્યું કે કોરોનાવાઈરસ પહેલા ચામાચીડિયાની અંદર આવ્યો અને બાદમાં માણસોમાં ફેલાયો. પાટણ જિલ્લામાં પણ એક એવું ગામ છે, જે આ જ કારણે દહેશતમાં છે.

પાટણ જિલ્લાના નેદ્રોડા ગામના રસ્તાઓ વેરાન છે, એકલ-દોકલ લોકો ચાલતા નજરે આવી રહ્યા છે પરંતુ આ બધું લૉકડાઉનના કારણે નથી. તમે વિચારી રહ્યા હશો કે કોરોનાવાઈરસના ડરના કારણે લોકો ઘરમાં કેદ હશે, પરંતુ એ સંપૂર્ણ રીતે સાચું નથી.

જ્યારે ગામના લોકો પાસે એ જાણવાનો પ્રયાસ કર્યો કે, આખરે શું કારણ છે કે લોકો પોતાની બારીઓ પણ ખોલવા તૈયાર નથી? જવાબ આશ્ચર્યમાં મુકી દે તેવો હતો. લોકો આ ગામના એક ઘરથી ડરી રહ્યા છે. જેમાં છેલ્લા 40 વર્ષોથી કમુબેન પંચાલ નામની એક વૃદ્ધ મહિલા રહે છે. પરંતુ આ કોઈ ભૂત પ્રેતની કહાની પણ નથી.

તમે વિચારી રહ્યો છો કે જો આ ભૂત-પ્રેતની કહાની નથી તો પછી ત્યાંના લોકો કેમ ડરે છે? જ્યારે એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે આખરે લોકો કેમ પોતાના ઘરના બારી અને દરવાજા નથી ખોલી રહ્યા? જ્યારે ત્યાં પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તો તે સરળ નહોતો. દરવાજાથી થઈને ઘરમાં દાખલ થયા ત્યારે એક ચામાચીડિયું ઉડતું ઉડતું પસાર થઈ ગયું. પાછળ જોયું તો કોઈના પણ હોશ ઉડી જાય તેવું દ્રશ્ય હતું. દિવાલ પર સેંકડોની સંખ્યામાં ચામાચીડિયા ચોંટેલા હતા. અંદર જવા માટે વાસણ અને તાળી વગાડ્યા ત્યારે ચામાચીડિયાએ રસ્તો આપ્યો.

ન્યૂઝ ચેનલ આજ તક સાથે વાત કરતા કમુબેને જણાવ્યું કે, છેલ્લા 40-50 વર્ષોથી તેઓ ચામાચીડિયા સાથે જ રહે છે. રાતે ચામાચીડિયા તેમના પર પડે છે. અનેક વાર બટકા પણ ભરે છે. પરંતું શું થાય? ક્યા જાય? તંત્રને ફરિયાદ કરી પરંતુ કોઈ નિરાકરણ નથી આવી રહ્યું. તે બોલતા-બોલતા હાંફવા લાગ્યા. તેમને શ્વાસ સંબંધી સમસ્યા લાગી રહી હતી. તેમણે જણાવ્યું કે તે આ બધાના કારણે બીમાર જ રહે છે.

ગામના સરપંચ દશરથજી ઠાકોરે કહ્યું કે, હવે તમે જ વિચારો ઘરમાં એકલી વૃદ્ધ મહિલા અને હજારો ચામાચીડિયા એક સાથે કેવી રીતે રહી શકતા હશે. આ એક કે બે દિવસની વાત નહીં, છેલ્લા 40 વર્ષ આવી જ રીતે ચામાચીડિયાઓ સાથે રહીને પસાર થયા છે. પરંતુ હાલમાં ગામના લોકોને જેટલો કોરોનાનો ડર નથી એટલો આ ચામાચીડિયાનો છે.

ગામના લોકોના લાગે છે કે આ ચામાચીડિયાઓના કારણે પાટણ ક્યાક બીજું વુહાન ન બની જાય.

You cannot copy content of this page