US સ્થાયી થયેલા આ ગુજરાતી પટેલની લવસ્ટોરીએ જીતી લીધાં લોકોનાં દિલ

આપણે અનેકવાર દેશી વરરાજા અને વિદેશી દુલ્હનના કિસ્સા જોયા છે. આજે તમને એવી જ એક 25 વર્ષ જૂની લવસ્ટોરી બતાવી રહ્યા છે. વાત છે છોટાઉદેપુરના બોડેલીના વતની નીતિનભાઈની. 25 વર્ષ પહેલાં પોતાનું વતન છોડી અમેરિકા સ્થાયી થયેલા બોડેલીના નીતિનભાઈ પટેલની લવસ્ટોરીએ લોકોનાં દિલ જીતી લીધાં. 1996માં કમાણી કરવા બોડેલીથી અમેરિકા પહોંચી ગયા, જ્યાં એક ગોરી મેમ સાથે આંખો મળી અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં. આજે લગ્નની 25મી વર્ષગાંઠની સિલ્વર જ્યુબિલી મનાવવા માટે પોતાના સમગ્ર પરિવાર તેમજ મિત્રો સાથે બોડેલીમાં વરઘોડો કાઢ્યો હતો, જે જોઈ બોડેલીના સ્થાનિકો પણ ઝૂમી ઊઠ્યા હતા.

છોટાઉદેપુરના બોડેલીના વતની નીતિનભાઈની. 25 વર્ષ પહેલાં પોતાનું વતન છોડી અમેરિકા સ્થાયી થયેલા બોડેલીના નીતિન પટેલની લવસ્ટોરીએ લોકોના દીલ જીતી લીધા. 1996માં કમાણી કરવા બોડેલીથી અમેરિકા પહોંચી ગયા. જ્યાં એક ગોરી મેમ સાથે આંખો મળી અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં. આજે લગ્નની 25મી વર્ષગાંઠની સિલ્વર જ્યુબીલી મનાવવા માટે પોતાના સમગ્ર પરિવાર તેમજ મિત્રો સાથે બોડેલીમાં વરઘોડો કાઢ્યો હતો. જે જોઈ બોડેલીના સ્થાનિકો પણ ઝૂમી ઉઠ્યા હતા.

હાથી-ઘોડા અને બગીમાં ધૂમધામથી નીકળ્યો વરઘોડો પોતાની 25 વર્ષની વર્ષગાંઠ અમેરિકામાં પણ સેલિબ્રેટ કર્યા બાદ નીતિનભાઈના પરિવારે અચાનક બોડેલીમાં પણ આ વર્ષગાંઠની ઉજવણી કરવાની ઈચ્છા દર્શાવી.

આ વાત સાંભળી નીતિનભાઈએ તેમની પત્નીને પણ કહ્યું કે, આપણે મારા વતનમાં જઈને પણ મનાવીએ તો…ગોરી મેમ પણ પતિની વાતથી ખુશ થઈ અને પરિવારના અન્ય સભ્યોને પણ ભારત આવવા માટે રાજી કરી દીધા. જાણે આજે જ નીતિનભાઈના લગ્ન હોય તેમ આખો અમેરિકન પરિવાર ઝૂમી ઉઠ્યો હતો. પત્ની તેમજ બાળકો પણ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તેમજ સગાસંબંધીયો પણ ભારતીય સંસ્કૃતિને જોઈને ખુશખુશાલ જોવા મળ્યા.

વિદેશી મહેમાનોનો દેશી પોષાકમાં વરઘોડો નીકળ્યો. નીતિન પટેલ ભલે વર્ષોથી અમેરિકામાં રહે છે, પરંતુ તેઓ પોતાનો દેશ પ્રેમ અને પોતાનું કલ્ચર ભૂલ્યા નથી. એટલે જ તેઓએ પોતાની અમેરિકન પત્ની, બાળકો અને અમેરિકન સાસરીયાઓ સાથે બોડેલી ખાતે આવ્યા હતા.

બોડેલી આવીને તેઓએ ઉજવણી માટે ખાસ હાથી બોલાવ્યો અને હાથી પર પોતાના સાસરિયાં તેમજ પરિવારજનોનો વરઘોડો કાઢ્યો હતો. સાથે સાથે ઘોડો તેમજ બગી પણ મંગાવીને આખા બોડેલીમાં બેન્ડના તાલે વરઘોડો કાઢ્યો હતો.

ઉજવણીમાં અંગ્રેજોને ભારતીય પોષાકમાં જોધપુરી શૂટ, સાફો પહેરીને વરઘોડામાં ફરતા જોઈને બોડેલીના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો.

About Vaibhav Balar

Vaibhav Balar has been part of the industry when digital media was referred to as "online" media.

View all posts by Vaibhav Balar →