Only Gujarat

Bollywood

કાકાની દીકરીના વેડિંગ રિસેપ્શનમાં ખૂબ નાચી હતી બચ્ચનની દીકરી શ્વેતા, જુઓ તસવીરો

મુંબઈ: અમિતાભ બચ્ચનની ભત્રીજી નૈના બચ્ચનની 9મી ફેબ્રુઆરીએ 5મી વેડિંગ એનિવર્સિરી હતી. નૈનાએ અભિનેતા કૃણાલ કપૂર સાથે સાઉથ આફ્રિકાના સેશેલ્સમાં છાનામાના લગ્ન કરી લીધા હતા. આ લગ્નમાં પરિવારના અમુક લોકો જ હાજર હતા. મોડેલ અને એક્ટર કૃણાલ કપૂર ‘રંગ દે બસંતી’ જેવી સુપરહીટ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. નૈના બચ્ચન એક ઈન્વેસ્ટર બેંકર છે. નૈના અમિતાભના નાનાભાઈ અજીતાભની નાની પુત્રી છે.

2007માં માતા તેજી બચ્ચના નિધન બાદ અજીતાભ બચ્ચન પત્ની રમોલા અને ત્રણ બાળકો (ભીમ, નમ્રતા અને નૈના) સાથે લંડનથી ભારત શિફ્ટ થઈ ગયા હતા. નૈનાની માતા રમોલા સોશલાઈડ અને બિઝનેસવુમન છે. નૈનાનો ભાઈ ભીમ ઈન્વેસ્ટમેન્ટ બેંકર અને બહેન આર્ટિસ્ટ (પેન્ટર) છે.

કૃણાલ અને નૈનાની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. થોડી મુલાકાતો પછી દોસ્તી પ્રેમમાં ફેરવાઈ હતી. કૃણાલે એક ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે નૈના અને હું એક સાથે છીએ અને ખૂબ ખુશ છીએ. અમારો સંબંધ આ જ રીતે આગળ પણ જળવાઈ રહેશે.

નૈના અને કૃણાલના લગ્ન 2017માં ફેબ્રુઆરીમાં થયા હતા, પણ તેમનું વેડિંગ રિસેપ્શન એપ્રિલ 2017માં દિલ્હીમાં યોજાયું હતું. આ રિસેપ્શનમાં પ્રિયંકા ગાંધી અને પતિ રોબર્ટ વાડ્રા પણ સામેલ થયા હતા.


કૃણાલ સાથે વાત કરતાં પ્રિયંકા ગાંધી.

બચ્ચન ફેમિલી સાથે કૃણાલ અને નૈના.

કાકાની દીકરી નૈનાના વેડિંગ રિસેપ્શનમાં ડાંસ કરતી શ્વેતા નંદા.

અનુપમ ખેર સાથે સેલ્ફી ક્લિક કરતાં કૃણાલ અને નૈના. દીકરી નવ્યા નવેલી સાથે શ્વેતા બચ્ચન.


વેડિંગ રિસેપ્શન દરમિયાન કૃણાલ કપૂર અને નૈના બચ્ચન


રમોલા બચ્ચન, કૃણાલ કપૂર, નૈના બચ્ચન અને અજીતાભ બચ્ચન.


ગેસ્ટ સાથે વાત કરતી નૈના બચ્ચન. સાથે ઐશ્વર્યા, અભિષેક, જયા, અમિતાભ અને રમોલા બચ્ચન.

You cannot copy content of this page