Only Gujarat

National TOP STORIES

મોત સામે લડતા બાળકને બચાવવા માતા રોજ લેહથી દિલ્હી મોકલાવે છે પોતાનું ધાવણ

લેહઃ માની મમતાની દુનિયાની કોઇ પણ દુર્લભ્ય કિંમતી વસ્તુ સાથે તુલના ન કરી શકાય. મા તેના બાળકોના હિત માટે તેના સ્વસ્થ જીવન માટે કંઇ પણ કરવા તૈયાર થઇ જાય છે. આવી જ એક માની આજે વાત કરીએ. હાલ ભારતમાં લેહમાં રહેતી મહિલા ખૂબ જ ચર્ચાંમાં છે. આ મહિલા લેહથી દિલ્લી રોજ તેમનું દૂધ તેમના બાળક માટે મોકલે છે. આપને થતું હશે કે, આખરે આ મહિલા આવું કેમ કરે છે. આ માનું બાળક દિલ્લીની એક હોસ્પિટલમાં એડમિટ છે. તેના નવજાત શિશુને અન્નનળીમાં કોઇ તકલીફ છે. જેનો ઇલાજ દિલ્લીમાં ચાલી રહ્યો છે. માની સર્જરી થઇ, તેથી તે લેહથી દિલ્લી જઇ શકે તેમ નથી. આ કારણથી રોજ દૂધ પ્લેનથી લેહથી દિલ્લી પહોંચાડવામાં આવે છે.

આ ઘટના ભારત લેહની છે. 16 જૂને લેહમાં રહેનાર એક મહિલાએ એક બાળકને જન્મ આપ્યો. બાળકના જન્મ થયા બાદ ડોકટરે જણાવ્યું કે, તેમની અન્નનળીમાં સમસ્યા છે. ત્યારબાદ ડોક્ટર્સે બાળકને દિલ્લી લઇ જવાની સલાહ આપી. બાળકના માની સર્જ

 

બાળકના જન્મ સમયે તેમના પિતા જિકમેટ વાંગડૂ મૈસૂરમાં હતા. આ સ્થિતિમાં બાળકને લઇને તેમના મામા દિલ્લી આવ્યાં. બાળકને શાલીમાર બાગ માર્કેટમાં એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે.

આ ઘટના બાદ થોડા દિવસમાં બાળકના પિતા મૈસૂરથી દિલ્લી આવી ગયા. જો કે કોરોનાના કારણે તે તેમના બાળકની નજીક જવાથી ડરે છે. બાળકની અન્નનળીનું ઓપરેશન કરી દેવાયું છે. ડોક્ટર્સે બાળકને માનું દૂધ આપવાની સલાહ આપી છે. જો કે બાળકની મા તો લેહમાં હતી જેથી બીજા વિકલ્પ પર વિચાર કરવામાં આવ્યો

બીજો કોઇ વિકલ્પ ન મળતા આ મા પ્લેનથી લેહથી દિલ્લી દૂધ ડબ્બામાં પેક કરીને મોકલે છે. લેહથી દિલ્લી પ્લેનથી સવા કલાકમાં દૂધ બાળક સુધી પહોંચે છે. હોસ્પિટલ પહોંચ્યા બાદ નર્સ બોટલમાં દૂધ પેક કરીને બાળકને પિવડાવે છે. બાળકના પિતાએ એરલાઇન્સની આ સેવા માટે આભાર માન્યો છે. બાળકના પિતાએ મીડિયામાં જણાવ્યું કે, છેલ્લા એક મહિનાથી એરલાઇન્સ તેમની મદદ કરી રહ્યું છે. તેના માટે તે એરલાઇન્સનો ખૂબ જ આભારી છે.

You cannot copy content of this page