Only Gujarat

National

દીકરીએ રડતાં રડતાં કહ્યું- ‘પપ્પા અમારા માટે કેટલું કરે છે, સમયસર જમતાં પણ નથી’

કહેવાય છે કે દીકરીઓ તેના પિતાથી ખૂબ નજીક હોય છે. દીકરીઓને જેટલા લાડ તેના પિતા લડાવે એટલા દુનિયામાં કોઈ ન લડાવી શકે. દીકરી હંમેશા તેના પિતાનો કાળજાનો કટકો બનીને રહે છે. એટલું જ નહીં જે ઘરમાં દીકરીની કિલકારી સંભળાય એ ઘરમાં હંમેશા રોનક બની રહે છે. પિતા-પુત્રીના મજબૂત સંબંધનો એક વીડિયો હાલ સોશ્યલ મીડિયમાં વાઈરલ થયો છે. જેમાં લાડલી રડી રડીને કાલીઘેલી ભાષામાં તેના પિતા પ્રત્યેના અપાર પ્રેમનું વર્ણન કરે છે, જે જોઈને કોઈનું પણ દીલ પીઘળી જાય.


સોશ્યલ મીડિયા પર વાઈરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે એક દીકરી તેના પિતાને યાદ કરીને ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી છે. 2 મિનિટ 14 સકેન્ડના આ વીડિયોમાં જ્યારે દીકરીને તેની માતા પૂછે છે કે કેમ રડે છે? તો દીકરી જવાબ આપે છે કે ”મને પપ્પાની ખૂબ યાદ આવે છે.”


વીડિયોમાં નાની દીકરી કહે છે ”પપ્પા દુકાને જાય છે તો સાંજ સુધી કંઈ જમતા નથી. દિવસભર ખાધા વગર કામ કરે છે. મારા પપ્પા ફક્ત સવારે જમે છે અને પછી આખો દિવસ કામ…કામ…અને કામ.” બાળકી આગળ રડતા રડતાં કહે છે ”પપ્પા અમારા માટે કેટલું કરે છે. સમયસર જમતાં પણ નથી.”


દીકરીને રડતાં સાંભળીને કહે છે કે તારા પપ્પા દુકાનનો સામાન આપવા ગયા છે. જો એ જમવા બેઠા હોત અને ગ્રાહક નીકળી ગયા હોત તો? સામાન આપવો પણ જરૂરી છે ને? તેના જવાબમાં દીકરી કહે છે કે મમ્મી જમવાનું ખાય ને જાયને? શું માણસ જમતો નથી શું? તો પપ્પા કેમ જમીને ન જાય? આગળ દીકરી ધ્રુસકે ને ધ્રુસકે રડીને કહે છે ”મને પપ્પાની ખૂબ ચિંતા થાય છે, હવે હું શું કરું? હું થોડી હવે જમીશ ”


આ વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઈરલ થયો છે. લોકો ભાવુક થઈને પિતા-પુત્રીના સંબંધને તાળીઓથી વધાવી રહ્યા છે. વીડિયોને ટ્વિટર પર કવિ અને ગીતકાર મનોજ મુંતશિરે પણ શેર ક્યો છે. તેમણે લખ્યું, ”વીડિયો જોયા પછી દીકરીઓના જન્મ પર ઢોલ વગાડવાની પરંપરા શરૂ કરો, સૌભાગ્યવાળી છે એ લોકો જેના ઘરે લક્ષ્મી જન્મી છે.”

You cannot copy content of this page