Only Gujarat

National

મુકેશ અંબાણીએ તોડ્યો ભારતની સૌથી મોંઘી કારનો રેકોર્ડ, જાણો મોડેલથી લઈને ફેસિલિટી વિશે

મોંઘી કારના શોખીન મુકેશ અંબાણીએ જિઓ ગેરેજમાં વધુ એક નવી કારની એન્ટ્રી થઈ છે. થોડા દિવસ પહેલા આવેલ Cadillac Escalade બાદ હવે RILના ચેરમેન મુકેશ અંબાણીએ Rolls Royce Cullinanનું કસ્ટમાઈઝ મોડલ મંગાવ્યું છે. અંબાણીની આ કાર ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી કાર માનવામાં આવી રહી છે.


ન્યુઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે, મુકેશ અંબાણીએ અલ્ટ્રા લક્ઝરિ હેચબેક Rolls Royce Cullinanને પોતાની કાર્સમાં સામેલ કરી છે. થોડા દિવસો પહેલા જ કરોડો રૂપિયાની એસયુવી Cadillac Escaladeને ઈમ્પોર્ટ કરાવી હતી. આ તે કાર છે જેનો ઉપયોગ અમેરિકન રાષ્ટ્રપતિ માટે પણ કરવામાં આવે છે. હવે તેમના કાફલામાં Rolls Royce Cullinan Petrol Model આવી છે. જેની કિંમત 13.14 કરોડ રૂપિયા છે. આરટીઓના અધિકારીએ જણાવ્યું કે, આ કદાચ ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી કાર છે.


આરટીઓનો સુત્રો પ્રમાણે, આ કાર 13 જાન્યુઆરીએ સાઉથ મુંબઈના તારદેવ રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં રજિસ્ટર્ડ થઈ છે. જ્યારે આ કાર ભારતમાં 2018માં લોન્ચ થઈ હતી. ત્યારે તેની કિંમત 6.95 કરોડ રૂપિયા હતી. ઈન્ડસ્ટ્રીના જાણકારોના જણાવ્યા પ્રમાણે, કંપની આ કારમાં કસ્ટમાઈઝ્ડ મોડિફિકેશનનું ઓપ્શન્સ આપે છે. મુકેશ અંબાણીએ પોતાની કાર માટે થોડા મોડિફિકેશન કરાવ્યા હશે, જેના કારણે તેની કિંમત 13 કરોડ રૂપિયાથી પણ વધારે થઈ છે.


રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા રજિસ્ટર કરવામાં આવેલા આ કાર Tuscan Sun કલરની છે. આમાં 12 સિલેન્ડર છે અને તેનું વજન 2.5 ટનથી વધારે છે. કંપનીએ પોતાના ચેરમેનની નવી કાર માટે વીઆઈપી નંબર પર 12 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. કંપનીને એવો નંબર જોઈતો હતો જેના લાસ્ટમાં 001 હોય. ખાસ કરીને વીઆઈપી નંબર માટે 4 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. પરંતુ હાલ કોઈ પણ સીરિઝમાં 001 વાળો નંબર ઉપલબ્ધ નહતો. અંબાણી માટે આરટીઓને નવી સીરિઝ બનાવવી પડી. આ કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને 3 ઘણાં પૈસા ચૂકવવા પડ્યાં.


આ નવી કારનું રજિસ્ટ્રેશન 30 જાન્યુઆરી 2037 સુધી વેલિડ છે. આ માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 20 લાખ રૂપિયાનો ટેક્સ પણ ચૂકવ્યો હતો. આ સિવાય રોડ સેફ્ટી માટે પણ 40 હજાર રૂપિયા અલગથી ચૂકવ્યા હતાં. આ રોલ્સ રોય્સની એવી હેચબેક કાર છે જે ખરાબ રસ્તા પર પણ સટાસટ જાય છે. અંબાણીની ગેરેજમાં આ Rolls Royce Cullinan મોડલની ત્રીજી કાર છે.


મુકેશ અંબાણીની પાસે પહેલાથી ઘણી લક્ઝરી કારનો કાફલો છે. આ કાર માટે તેમણે ખાસ ગેરેજ બનાવ્યું છે. જેનું નામ જીઓ ગેરેજ આપ્યું છે. આ ગેરેજમાં Land Rover Defender 110, Lexus LX570, Bentley Bentayga W12, Bentley Bentayga V8, Rolls Royce Cullinan, Land Rover Range Rover, Lamborghini Urus, Mercedes-Benz AMG G63, Land Rover Discovery જેવી લક્ઝરી કાર પહેલાથી પાર્ક છે. આ સિવાય તેમની પાસે ટેસ્લાની 2 કાર્સ પણ છે.

You cannot copy content of this page