Only Gujarat

National

દુલ્હનને બાઈક પર લઈને જતો હતો દુલ્હો, લવરને જોતા જ દુલ્હન ઉતરીને ભાગી ગઈ

હિંદુ ધર્મમાં લગ્ન એક જ વાર થાય છે અને છોકરીઓ 7 ફેરા પણ એક જ વાર ફરી શકે છે. પરંતુ મધ્ય પ્રદેશના જબલપુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે, કારણ કે અહીં એક એવી લુટેરી દુલ્હનનો પર્દાફાશ થયો છે, જે બે વર્ષમાં 7 લગ્ન કરી ચૂકી છે. દુલ્હા અને તેના પરિવારજનો તેને સમજે તે પહેલાં જ દુલ્હન લાખો રૂપિયાનો ચૂના લગાવીને રફુચક્કર થઈ ગઈ હતી.


જોકે, આ લુટેરી દુલ્હનનું નામ ઉર્મિલા અહિરવાર છે અને તેની ઉંમર 28 વર્ષની છે જે આઠમાં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. પરંતુ સારા ભણેલા-ગણેલા લોકો સાથે ફ્રોડ કર્યું છે. બે દિવસ પહેલાં જ છિંદવાડાના રહેવાસી દશરથ પટેલની સાથે એક મંદિરમાં લગ્ન કર્યાં હતાં. ત્યાર બાદ બન્નેએ કોર્ટમાં લગ્ન રજિસ્ટર કરાવવા જતાં હતાં પરંતુ તે સમયે બાઈક પર બેસેલ દુલ્હન બાઈક પરથી ઉતરી અને દુલ્હાને ચકમો આપીને દાગીના અને રોકડ રકમ લઈને બધાંની સામે જ પ્રેમી સાથે બાઈક પર બેસીને ફરાર થઈ ગઈ હતી.


તમને જણાવી દઈએ કે, જે સમયે તે કોર્ટ પરિસરમાંથી ભાગી એ જગ્યાએ લગ્ન કરાવનાર વકીલ પણ હાજર હતાં. ઉર્મિલાના લગ્ન કરાવવા માટે પાડોશી અર્ચના બર્મનને વકીલોએ પકડી લીધી હતી. ત્યાર બાદ પોલીસને હવાલે કરી દીધી હતી પછી પૂછપરછ દરમિાયન તેણે પોતાની લુટેરી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, તે બે વર્ષમાં અડધા ડઝનથી વધારે લગ્ કરીને ઘણાં લોકોના લાખો રૂપિયાનો ચૂનો લગાવી ચૂકી છે.


લગ્નના નામ પર લોકો સાથે લૂંટ ચલાવ્યા બાદ પોલીસે આ ગેંગના ચાર લોકોની ધરપકડ કરી છે. જેમાં લૂટેરી દુલ્હન ઉર્મિલા અહિરવાર, અર્ચના બર્મન શાહી નાકા વિસ્તારના અમર સિંહ ઠાકુર અને ભાગચંદ કોરીની ધરપકડ કરવામાં આવી છે.


પહેલા લગ્ન – લગ્નના નામ પર લોકો સાથે લૂંટનો શિકાર બનાવવા આ ગેંગે પોતાનો પહેલો શિકાર બે વર્ષ પહેલા જયપુરના 35 વર્ષના વિજયને બનાવ્યો હતો. ત્યાર બાદ લગ્નના ચાર મહિના બાદ દાગીના અને રોકડ લઈને પિયરમાં જતી રહી હતી.


બીજા લગ્ન – આ લૂંટેરી દુલ્હને બીજા લગ્ન મધ્ય પ્રદેશના સાગરના રહેવાસી એક શખ્સ સાથે કર્યાં હતાં. જ્યાં તે લગભગ 15 દિવસ જ રહી હતી અને 16માં દિવસે દાગીના લઈને પિયરમાં ભાગી ગઈ હતી. આ સાથે સાસરીવાળાઓ માનસિક ત્રાસ આપ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.


ત્રીજા લગ્ન – ઉર્મિલાએ ત્રીજા લગ્ન પણ એમપીના દમોહના રહેવાસી મોમાલવી નામના 38 વર્ષના યુવકની સાથે લગ્ન કર્યા હતાં. પરંતુ અહીં પણ 15 દિવસ જ રહી હતી અને ઘણાં આરોપ લગાવીને પૈસા પડાવીને ભાગી ગઈ હતી.


ચોથા લગ્ન – આ ગેંગે પોતાના ચોથો શિકાર રાજસ્થાનના રાજાખેડાના એક 35 વર્ષના યુવકને બનાવ્યો હતો. જ્યાં થોડા દિવસ રહ્યા બાદ પિયરમાં જતી રહી હતી અને પછી પરત આવી નહોતી.


પાંચમા લગ્ન – ઉર્મિલાના ગેંગે પાંચમા લગ્ન રાજસ્થાનના ધૌલપુરમાં ઢૂંઢા અને તેની સાથે સાત ફેરા ફર્યા હતાં પરંતુ અહીં પણ તેણે એવું જ કર્યું, દાગીના અને રોકડ લઈને ફરાર થઈ ગઈ હતી.


છઠ્ઠા લગ્ન – આ લૂંટેરી દુલ્હને પોતાના છઠ્ઠો શિકાર એક મહિના પહેલા જ રાજસ્થાનની રાજધાની જયપુરમાં શોધ્યો હતો. જ્યાં તેણે એક યુવકની સાથે લગ્ન લગ્ન કર્યાં અને એક અઠવાડિયા રહ્યાં બાદ તેને છોડી દીધો હતો.


સાતમા લગ્ન – એક દિવસ પહેલા જ લૂંટેરી દુલ્હન ઉર્મિલાએ 2 ફેબ્રુઆરી 2022ના રોજ સિવનીના રહેવાસી 41 વર્ષના દશરથ પટેલને પોતાની જાલમાં ફસાવી દીધો હતો. જ્યાં તેણે કોર્ટ પરિસરમાં આવેલ મંદિરમાં લગ્ન કર્યાં અને ગણતરીની મીનિટોમાં પોતાના પ્રેમી સાથે બાઈક પર બેસીને ફરાર થઈ ગઈ હતી. પરંતુ ગેંગની અર્ચના નામની મહિલા પકડાઈ ગઈ હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી.

You cannot copy content of this page