Only Gujarat

National

હદ છે હવે તો..! ધારાસભ્યના દીકરાએ iPhoneથી 15થી વધુ કેક કાપી

કર્ણાટકના ધારાસભ્યના દીકરાના જન્મદિવસનો વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં ધારાસભ્યનો દીકરો આઇફોનથી કેક કાપતો જોવામળે છે. સો.મીડિયામાં આ વીડિયોની ઘણી જ ટીકા કરવામાં આવી છે અને ધનનું પ્રદર્શન કરતાં હોવાનું કહ્યું હતું. વીડિયોમાં બસવરાજ દદેસુગુરના ધારાસભ્ય કનકગિરીના પુત્ર સુરેશે પોતાના આઇફોનથી એક સાથે અનેક કેક કાપે છે. વીડિયો સામે આવ્યા બાદ ધારાસભ્યે બચાવમાં કહ્યું હતું કે કોરોનાથી બચવા માટે તેમના દીકરાએ આમ કર્યું છે.

વીડિયોમાં સુરેશના આઇફોનને અનેક કેક પર આઇસિંગમાં ઝડપથી લપસતો જોવા મળે છે. આ દરમિયાન મિત્રો તાળી પાડે છે. તેણે કુલ 8 કેક કાપી હતી. સ્થાનિક મીડિયા પ્રમાણે, ભાજપના ધારાસભ્યે દીકરાએ પોતાનો જન્મદિવસ બલ્લારી જિલ્લાના હોસાપેટેમાં મનાવ્યો હતો. તે અહીંયા મિત્રો સાથે બીએમડબલ્યૂ કારમાં આવ્યો હતો.

કોંગ્રેસે કહ્યું, ગરીબોનું અપમાનઃ કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે આ ધનનું ખરાબ રીતે પ્રદર્શન છે. જ્યારે જીવન તથા આજીવિકા દાવ પર હોય ત્યારે અનેક લોકો એક ટંકના ભોજન માટે ટળવળતા હોય ત્યારે આ રીતે ધારાસભ્યે પૈસાનો દેખાડો કરવો જોીએ નહીં. આ ગરીબ તથા વંચિત વર્ગનું અપમાન છે.

પિતાએ કહ્યું, કોરોનાથી બચવા માટે આમ કર્યુંઃ સો.મીડિયામાં ટીકા થયા બાદ પણ પિતા બસવરાજે પોતાના દીકરાનો બચાવ કરતા કહ્યું હતું કે આ તેમની મહેનતની કમાણી છે અને તે પોતાની ઈચ્છા પ્રમાણે સેલિબ્રેશન કરી શકે છે. તેમણે કહ્યું હતું કે આમાં ખોટું શું છે. દીકરાએ કેક કાપવા માટે હાથને બદલે આઇફોનનો ઉપયોગ કર્યો, કારણ કે કોરોનાનું જોખમ છે.

સ્થાનિક મીડિયા પ્રમાણે, ચૂંટણી પહેલાં ધારાસભ્યનો વ્યવહાર ઘણો જ અલગ હતો. તેમણે પોતાના વિસ્તારમાં ફંડ ભેગા કરીને ચૂંટણી લડી હતી. જોકે, 2018માં ચૂંટણી થયા બાદ તેમણે અનેક લક્ઝૂરિયસ કાર ખરીદી હતી.

You cannot copy content of this page