Only Gujarat

National TOP STORIES

અજીબોગરીબ કિસ્સો: બે અજાણ્યા શખ્સ ભીખારીઓને વહેંચી ગયા 30 હજાર, પછી શું થયું?

એક તરફ દાનનો અભાવ થતા દેશના અનેક મંદિરોની સ્થિતિ કથળી રહી છે તો બીજી બાજુ મધ્યપ્રદેશના સતનામાં પૈસા વહેચવાના અજીબોગરીબ કિસ્સા સામે આવી રહ્યાં છે. અહીં બે અજનબી જગતદેવ તળાવના શિવ મંદિરની આસપાસ બેસતા ભીખારીઓને 500, 200 અને 100ની નોટમાં અંદાજે 30 હજાર રૂપિયા વેંચી અચાનક ગાયબ થઇ ગયા. જો કે બંનેની તસવીરો અહીં નજીક આવેલા પેટ્રોલ પમ્પ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ.

એક તરફ દાનનો અભાવ થતા દેશના અનેક મંદિરોની સ્થિતિ કથળી રહી છે તો બીજી બાજુ મધ્યપ્રદેશના સતનામાં પૈસા વહેચવાના અજીબોગરીબ કિસ્સા સામે આવી રહ્યાં છે. અહીં બે અજનબી જગતદેવ તળાવના શિવ મંદિરની આસપાસ બેસતા ભીખારીઓને 500, 200 અને 100ની નોટમાં અંદાજે 30 હજાર રૂપિયા વેંચી અચાનક ગાયબ થઇ ગયા. જો કે બંનેની તસવીરો અહીં નજીક આવેલા પેટ્રોલ પમ્પ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ.

કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે રોકડ વહેંચવાની વાતને સતના પોલીસ તમામ આશંકાઓ થઇ રહી છે. દેશના અલગ અલગ ભાગમાં રસ્તા પર પડેલી લાવારિસ નોટ મળી આવી હોવાની ઘટના સામે આવી ચૂકી છે. હવે સતનામાં 30 હજાર રૂપિયાની મોટી રકમ ભીખારીઓને વહેંચવામાં આવી એ વાત હજમ થતી નથી. લોકડાઉનમાં એક તરફ દરેક વ્યક્તિ પ્રભાવિત છે એવામાં ભીખારીઓને 500, 200 અને 100ની નોટ વહેંચવાની વાત પોલીસને ગળે નથી ઉતરી રહી.

પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ જપ્ત કરી તપાસ હાથ ધરી છે. તો એક ભીખારીએ જણાવ્યું કે કાલે બે લોકો આવ્યા હતા. એ લોકોએ પહેલા અહીં 2-3 વખત ચક્કર લગાવ્યા. સીઢીઓથી ઉપર નીચે આવ્યા. ત્યાંથી નોટના ખુલ્લા પણ કરાવ્યા. ખુલ્લા કરાવ્યા બાદ પૈસા વહેંચ્યા છે. સામે બેઠેલા લોકોને 500-500 રૂપિયા વહેંચ્યા છે અને અહીં બેઠેલા લોકોને 100-100 રૂપિયા પણ વેંચ્યા. આ ઘટના રાતે પાંચ વાગ્યાની આસપાસની છે.

રાજકુમારે જણાવ્યું કે અહીં બે લોકો આવ્યા હતા. કોઇને 100 રૂપિયા આપ્યા તો કોઇને 500 રૂપિયા આપ્યા અને વહેંચતા વહેંચતા સીઢીથી નીચે જતા રહ્યાં. તેઓ બોલી રહ્યાં હતા કે દૂર-દૂરથી પૈસા લઇ લો.

સિટી કોતવાલીના થાના પ્રભારી સંતોષ તિવારીએ જણાવ્યું કે કાલે આ વાત અમને જાણવા મળી કે કેટલાક લોકોએ ભીખારીઓને પૈસા વહેંચ્યા છે. પ્રથમ દ્રષ્ટીએ પૈસા વહેંચવા કોઇ ગુનો નથી પરંતુ કોરોનાથી હાલ દેશમાં ભયનો માહોલ છે અને એવી અફવાહ પણ છે કે કોરોનાથી સંબંધિત વસ્તુઓ રસ્તા પર ફેંકવામાં આવી રહી છે. આથી કંઇ ખોટું તો નથી થયું એ અંગે અમે ટીમ મોકલી અને સીસીટીવી ચેક કર્યા છે.

તેઓએ જણાવ્યું કે સીસીટીવી ફૂટેજમાં બ્લૂ શર્ટ પહેરી એક વ્યક્તિ પૈસા આપતો દેખાઇ રહ્યો છે. કોરોના સંક્રમણના સમયમાં જો કોઇ પૈસા આપી રહ્યો છે તો તેને પણ શંકાની નજરથી જોવામાં આવી રહ્યો છે. આ વાત માટે ભીખારીઓનો પણ સંપર્ક કરવામાં આવ્યો અને તેમના પૈસા સેનેટાઇઝ પણ કરવામાં આવ્યો છે.

સંતોષ તિવારીનું કહેવું છે કે તેની સામાન્ય રીતે તપાસ કરવામાં આવી રહી છે. જો ગુનાહિત કૃત્ય સામેલ હશે તો જ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

જો કોઇપણ વ્યક્તિએ દાન કર્યું છે તો તેઓએ સામે આવીને પોતાની ઓળખ આપવી જોઇએ કે મેં ભીખારીઓને દાન આપ્યું છે આ કોઇ ગુનો નથી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page