Only Gujarat

National

દિલને સ્પર્શી જશે આ તસવીર..દીકરી બની ઉચ્ચ અધિકારી, પોલીસ પિતાએ તરત જ મારી સલામ

નવી દિલ્હીઃ એક પિતા માટે સૌથી મોટી ખુશી એ હોય કે તેમની દીકરી ઉચ્ચ અધિકારી બને. આવું જ કંઈક ભારત તિબ્બત બોર્ડર પોલીસના પાસિંગ આઉટ પરેડમાં એક ઇન્સ્પેક્ટરે દીકરી સહાયક કમાન્ડન્ટ બનતા તેને સલામ મારી હતી.


ભારત-તિબ્બત બોર્ડર પોલીસમાં ઇન્સ્પેક્ટરના પદ પર રહેલા નિરીક્ષક કમલેશ કુમાર માટે રવિવાર, 8 ઓગસ્ટનો દિવસ ખાસ હતો. તેમણે દીક્ષાને સેલ્યુટ મારી હતી. તેમની દીકરી પહેલી જ વાર સહાયક કમાન્ડન્ટ તરીકે ભારત-તિબ્બત બોર્ડર પોલીસમાં સામેલ થનાર બે યુવતીઓમાંથી એક છે.


રિપોર્ટ પ્રમાણે, ભારત તિબ્બત બોર્ડરે 2016માં યુપીએસસીની એક્ઝામના માધ્યમથી મહિલા અધિકારીઓની નિમણૂક કરવાનું શરૂ કર્યું હતું. ભારત-તિબ્બત બોર્ડર એકેડમી, મસૂરીમાં પાસિંગ આઉટ પરેડ બાદ લેવામાં આવેલી તસવીરમાં કમલેશ કુમાર પોતાની અધિકારી દીકરીને સેલ્યુટ મારે છે. તેમના ચહેરા પર દીકરીના પદનો ગર્વ છલકાતો હતો.


સો.મીડિયામાં આ તસીવર વાઇરલ થઈ હતી. સો.મીડિયામાં કહેવામાં આવ્યું હતું કે ઇન્સ્પેક્ટર કમલેશ કુમારની દિલને સ્પર્શી જતી તસવીર છે.


પાસિંગ આઉટ પરેડમાં મુખ્ય અતિથિ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી હતા. એજન્સીના મતે, મુખ્યમંત્રીએ ભારત-તિબ્બત બોર્ડરના પ્રમુખ એસ એસ દેસવાલની સાથે મળીને બે મહિલા અધિકારી પ્રકૃતિ તથા દીક્ષાના ખભા પર અર્ધસૈનિક દળમાં પ્રવેશ કરાવીને અધિકારી રેંકના સહાયક કમાન્ડન્ટનો બેચ લગાવ્યો હતો. પાસિંગ આઉટ પરેડમાં નવા અધિકારીઓએ દેશની સેવા તથા રક્ષા કરવાની શપથ લીધી હતી.

You cannot copy content of this page