Only Gujarat

Business

ટિકટોકનો દેશી અવતાર છે ચિંગારી એપ, માત્ર 22 દિવસમાં આટલી વખત કરાઈ ડાઉનલોડ

ટિકટોકની પેરેન્ટ કંપની બાઈટડાંસનાં ડોક્યુમેન્ટ્સ જોઈને જાણ થાય છેકે, તે એક સ્ટેટ સ્પોન્સર્ડ કંપની છે. ચીનમાં અલીબાબા જેવી કંપની ત્યારે જ ઉભી થઈ શકે છે. જ્યારે ત્યાંની સરકાર મદદ કરે. ત્યાં સરકાર જ્યારે ઈચ્છે ત્યારે કંપની પાસેથી ડેટા માંગી શકે છે અને કંપની તેનો ઈનકાર કરી શકતી નથી. એવું જ ટિકટોકનાં મામલામાં પણ હતું. એટલે પ્રાઈવસીનો ખતરો તો હતો જ. એવું કહેવું છે, ચિંગારી એપનાં કો-ફાઉન્ડર સુમિત ઘોષનું કહેવું છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યુકે, ચિંગારી એપનાં ડાઉનલોડ એકદમથી વધતાં હું અને મારી આખી ટીમ 48 કલાક સુધી ઉંઘ્યા ન હતા. 1 કરોડ ડાઉનલોડ અમારા માટે સપના કરતાં ઓછું ન હતુ. દુનિયામાં એવી કોઈ પણ એપ્લિકેશન નથી જે દરકલાકમાં 6 લાખ વાર ડાઉનલોડ કરાતી હોય. માર્ક ઝુકરબર્ગે પણ ફેસબુકનો આવો ગ્રોથ જોયો નહી હોય. આ બધુ એક સપના જેવું છે.

અમે 48 કલાક ઉંઘ્યા નહી, જે થયુ તે અવિશ્વસનીય
માત્ર 22 દિવસમાં જ ચિંગારી એપને 11 મિલિયનવાર ડાઉનલોડ કરવામાં આવી છે. ફક્ત 10 દિવસોમાં 3 મિલિયન ડાઉનલોડ થઈ છે. તેનું મુખ્ય કારણ ટિકરટોક બૅન થવાનું છે. ટિકટોક બૅન થઈ તે પહેલાં 10 જૂને ચિંગારી એપનું માર્કેટિંગ શરૂ કર્યુ હતુ અને સાડા ત્રણ મિલિયન ડાઉલોડ ટિકટોક બૅન થતા પહેલાં જ થઈ ચૂકી હતી. ત્યારબાદ ચાઈનીઝ એપ ટિકટોક બૅન તાં જ અમે સાડા ત્રણથી સીધા 11 મિલિયન પર પહોંચી ગયા હતા. હાલમાં પણ ત્રણથી ચાલ લાખ ડાઉનલોડ રોજ આવી રહ્યા છે. યુઝર્સ વીડિયો જોઈ રહ્યા છે અને શેર કરી રહ્યા છે.

ચિંગારી એપ બનાવવાના પૈસા અને આઈડિયા ક્યાંથી આવ્યો ?
સુમિત ઘોષ અને વિશ્વાત્મા નાયકે મળીને આ એપ્લિકેશન બનાવવાનો પ્લાન તૈયાર કર્યો હતો. વિશ્વાત્મા પ્રોગ્રામર છે, અને સુમિત એક પ્રોડક્ટ ગ્રોથ માણસ છે. તેઓ દેશ માટે એક એવી એપ્લિકેશન બનાવવા માંગતા હતા જેને ટિયર ટૂ અને ટિયર થ્રી શહેરોમાં રહેતાં લોકો પણ ઉપયોગ કરી શકે. હાલમાં સોશિયલ મીડિયા એપ જેવીકે, ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ સૌથી વધારે ટિયર-વન સિટીનાં લોકો જ ઉપયોગ કરે છે. અમેરિકન એપ મ્યુઝીકલી બહુજ પોપ્યુલર થઈ રહી હતી. તેને ટિયર ટૂ અને થ્રીનાં લોકો બહુજ પસંદ કરી રહ્યા હતા. અહીંથી જ શોર્ટ વીડિયોવાળી એપ બનાવવાનો આઈડિયા આવ્યો હતો. પછી અમે ચિંગારી એપને લોન્ચ કરી. ત્યારબાદ તેમાં ગેમ પણ લાવ્યા જેથી જે લોકો તેને વાપરી રહ્યા છે તેઓ બોર ન થાય. આ રીતે ચિંગારી એપ બની છે.

એકદમ ડાઉનલોડ વધતાં આ આવી મુશ્કેલી
ટિકટોક બૅન થયા બાદ જ્યારે ચિંગારી એપનું ડાઉનલોડ એકદમથી વધી ગયુ તો 48 કલાક સતત આખી ટીમે કામ કર્યુ હતુ. બહુજ બધી મુશ્કેલીઓ આવી રહી હતી. એટલો ટ્રાફિક વધી ગયો હતોકે, એપ પર લોકો લોગ ઈન પણ થઈ શકતા ન હતા. ધીમે ધીમે બધું જ સ્મૂથ થવાનું શરૂ થયુ હતુ. બે-ત્રણ સપ્તાહમાં એપ્લિકેશનનું નવું સ્વરૂપ સામે આવવા લાગ્યુ હતુ. ટિકટોક બૅન થયા બાદ એપ્લિકેશન ગ્રોથ કરી રહી છે. 10 જૂન સુધીમાં માત્ર 1 લાખ ડાઉનલોડ હતા. 28 જૂન સુધીમાં 35 લાખ ડાઉનલોડ થયા હતા. આનંદ મહિન્દ્રાનાં ટ્વીટ બાદ 10 લાખ ડાઉનલોડ એક સાથે વધ્યા હતા. તો સોનમ વાંગચૂકનો વીડિયો વાયરલ થયા બાદ મેડ ઈન ઈન્ડિયાની લહેર ચાલી છે. આ એપ્લિકેશનમાં બધા જ ઈન્વેસ્ટર્સ USAનાં છે.

શું છે ટિકટોકની સ્ટ્રેટેજી અને ચિંગારીમાં અલગ શું છે?
ટિકટોકે એક કોડ ક્રેક કર્યો છે, જે કોઈ પણ ઈન્ડિયન એપ કરી શકી નથી. તેમણે એક રસ્તો આપ્યો છે,જેને તમે બસ ફોલો કરી જો એટલે તમે જાતે જ એક પ્લેટફોર્મ બની શકો છો. ચિંગારીનું મેઈન ફોક્સ શોર્ટ વીડિયો છે. તેની સાથે ન્યૂઝ, ગેમ છે. અને એન્ગેજમેન્ટ માટે બહુજ બધી વસ્તુઓ છે. હાલમાં માર્કેટમા જે પણ એપ્લિકેશન્સ છે તેમાં ચિંગારી અલગ છે.

ટિકટોકનો ડેટા ચીની સરકાર પાસે ગયો છે
કંપનીનાં અમુક ડોક્યૂમેન્ટ્સ પરથી સાબિત થાય છે તે એક સ્ટેટ સ્પોન્સર્ડ કંપની છે. જો ચીનમાં તમારે કોઈ પણ ઓર્ગેનાઈઝેશન ઉભુ કરવું હોયતો ત્યાંની સરકારની મદદ વગર તે શક્ય નથી.

તે એક કોમ્યુનિસ્ટ દેશ છે. ત્યાં સરકાર કોઈ પણ કંપની પાસેથી ડેટા લઈ શકે છે. IBએ પણ મિનિસ્ટ્રીને એલર્ટ કરી હતીકે, આ દેશની સુરક્ષા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. પ્રાઈવસીનો ખતરો તો હતો જ.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page