Only Gujarat

Gujarat

જ્યોતિષે કરી મોટી ભવિષ્યવાણી, આ પક્ષને 95થી 115 સીટો મળશે, વાંચીને ચોંકી ન જતા

ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં કોઇ સવાલ સૌથી વધુ પુછાયો હોય તો તે ‘શું લાગે છે?’ હશે. વિધાનસભાની ચૂંટણીમાં કયો પક્ષ કેટલી બેઠક સાથે સત્તા મેળવવામાં સફળ રહેશે તેની આતુરતામાં સતત વધારો થઇ રહ્યો છે. 8 ડિસેમ્બરે પરિણામ આવશે તે અગાઉ જારી કરવામાં આવેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતિનું અનુમાન કરવવામાં આવ્યું છે. બીજી તરફ મોટાભાગના જ્યોતિષશાસ્ત્રીઓના મતે ભાજપ પાતળી બહુમતિ સાથે સત્તા જાળવવામાં સફળ રહેશે. અલબત્ત, આ સાથે તેમનું એમ પણ માનવું છે કે સત્તાકાળ દરમિયાન ભાજપમાં આંતરિક કલહ વધી શકે છે.

મેદનીય જ્યોતિષશાસ્ત્રીઓના મતે ભાજપ, કોંગ્રેસ, આપની કુંડળી તેમજ 1-5-8 ડિસેમ્બરના ગ્રહયોગ પ્રમાણે ભાજપને 95 થી 115, કોંગ્રેસને 70થી 80 અને આપને 6 થી 8 જ્યારે અન્યને 2 થી 4 બેઠક મળી શકે છે. જ્યોતિષી હેમિલ લાઠિયાએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, ‘ભાજપને 127 કે તેથી વધુ બેઠક મળે તેની સંભાવના ઓછી જણાય છે. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ જ યથાવત્ રહી શકે છે. પરંતુ 2023-24-25માં ભાજપ માટે નબળા ગ્રહયોગ જણાય છે. 3 નવેમ્બર ગુરુવારના બપોરે 12:20 આસપાસ ચૂંટણી પંચ દ્વારા તારીખ જાહેર કરવામાં આવી તે મુજબ તા 1 ડિસેમ્બરના વૃશ્ચિક લગ્ન માં ચૂંટણી શરૃ થશે અને વૃશ્ચિક લગ્ન અને સૂર્ય બંને વર્ગોતમી છે અને કુંડળી મુજબ ગુરુની મહાદશા છે જે પ્રથમ તબક્કા માં 89 સીટ માટે મતદાન થયુ છે. પરિણામ ના દિવસે વૃશ્ચિક લગ્ન અને ચંદ્રની મહાદશા છે. પક્ષની કુંડળી અભ્યાસ જોઈએ તો ભા.જ.પ નો ચંદ્ર વૃશ્ચિક રાશિ નો છે અને હાલ ચંદ્રની મહાદશા ચાલે છે, કોંગ્રેસ નો ચંદ્ર મેષ રાશિ માં છે અને રાહુની મહાદશા ચાલે છે આપ નો ચંદ્ર પણ મેષ રાશિમાં છે અને શુક્રની મહાદશા છે. ‘

બીજી તરફ જ્યોતિષી કશ્યપ પટેલે જણાવ્યું કે, ‘હાલ માં મંગલ વક્રી છે. મંગલ એ પંચમેશ છે, જે સત્તા ના અધિપતિ પણ કહેવાય અને મંગલ યુવા અને જોશ નો કારક પણ છે. ગુજરાત ની કુંડળી માં મંગલ કેતુ સાથે છે અને ગુરુ ની દ્રષ્ટિ થી વંચિત છે. આના કારણે શાશક પક્ષ ને સત્તા

મેળવવા ખુબ મેહનત પડે અને યુવા નો સાથ ઓછો મળે. પહેલા ચારણ નું મતદાન થયું ત્યારે સૂર્ય શુક્ર અને બુધ ગુરુ ની દૃષ્ટિ માં હતા અને ચંદ્ર રાહુ જોડે નહતો પણ કેતુ પરથી પસાર થતો હતો. જેથી મતદાન ઓછું થયું પણ ગુરુ ની કૃપા થી શાશક પક્ષ સત્તા ઉગારી લે. બીજા ચારણ નું મતદાન થયું ત્યારે ચંદ્ર નું ગોચર રાહુ પર અને સત્તા ના કારક સૂર્ય પર થી થશે અને હા ચંદ્ર અષ્ટમેશ પણ છે. એટલે આનું તારણ એ થાય કે મતદાન ઓછું રહ્યું હતું. બુધ ગુરુ ની દ્રષ્ટિ માંથી અલગ થઇ ને ધન રાશિ માં પ્રવેશ કરશે. બુધ જે સપ્તમ ભાવ નો ભાવેશ છે એટલે સામાન્ય જનતા નું સ્થાન. બુધ જન્મ ના ગુરુ નો શરણ માં આવશે પણ સામે અષ્ટમેશ ની દૃષ્ટિ હશે એટલે મતદાન ઓછું થાય.ભૂપેન્દ્ર પટેલ ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૧ના મુખ્યમંત્રી બન્યા એ સમય દરમિયાન ગુજરાતના જન્મના રાહુ પરથી સૂર્યનું ગોચર હતું. હવે એપ્રિલ ૨૦૨૨થી ગુજરાતના જન્મના સૂર્ય પરથી રાહુનું ગોચર શરૃ થશે. આ ભ્રમણ લાંબો સમય રહેશે. જેના કારણે રાજકીય ઉથલ પાથલ થવાના યોગ તીવ્ર થશે. જેનું તાજું ઉદાહરણ જોવામાં આવે તો શાસક પક્ષે બે કેબિનેટ કક્ષાના મંત્રી પાસેથી ખાતા પાછા લઇ લીધા હતા અને ટિકિટ ફાળવણીમાં પણ વિખવાદ જોવા મળ્યો હતો. હાલ ગુજરાતની કુંડળીમાં જન્મના સૂર્ય ઉપરથી રાહુનું ગોચર છે. જે રાજકીય ઉથલપાથલ આપે અથવા સરકારને કોઇને કોઇ પ્રશ્નોનો સામનો કરવો પડે તે દર્શાવે છે. આ ગોચરમાં ચૂંટણી થઇ હોવાથી શાસક પક્ષ સામે કપરા ચઢાણ રહેશે. શાસક પક્ષ સત્તા બચાવી લેશે. કેમકે, ગ્રહો ગુરૃની શરણમાં છે. આ બધા વ્યાવ ભાવમાં ગોચર કરતા હતા, જેથી શાસક પક્ષને ધારેલી સફળતા નહીં મળે. ‘

You cannot copy content of this page