Only Gujarat

Gujarat

પ્રેમીએ પરિણીતાનું જીવન બદતર બનાવી દીધું, અંતે સાતમાં માળેથી ઝંપલાવી જીવન જ ટૂંકાવી દીધું

અમદાવાદના આંગણે એક તરફી પ્રેમમાં પાગલ યુવકની વારંવાર ધમકી અને લગ્ન માટે દબાણ જેવી હરકતોથી કંટાળીને એક પરિણીતાએ ઘરમાં જ આપઘાત કરી લીધો હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. સમગ્ર મામલે એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધીની વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા ભુદરપુરા વિસ્તારમાં રહેતા ચંદુભાઈ પરમાર એક ગેરેજમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમની પુત્રી આરતીના લગ્ન પાંચેક વર્ષ પહેલા અરવલ્લી ખાતે રહેતા વિષ્ણુભાઈ સાથે થયા હતા. આરતીના સાસરીમાં ફળિયામાં રહેતો દિનેશ બારિયા પતિની ગેરહાજરીમાં ઘરે આવી વારંવાર સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. જેના કારણે કંટાળીને આરતી તેના પતિ અને બાળક સાથે અમદાવાદ રહેવા આવી ગઈ હતી.

આરતી બન્ને દિકરા સાથે સિંધુ ભવન રોડ ખાતે રહેતી હતી. એક તરફી પ્રેમમાં પાગલ દિનેશને જાણ થતાં જ તે પણ અમદાવાદ આવી ગયો હતો અને વાડજમાં ભાડે મકાન રાખીને રહેવા લાગ્યો હતો. દિનેશ આરતીને મળી શકે એટલા માટે અમદાવાદ ખાતે રહેવા આવી ગયો હતો.

જોકે થોડા દિવસ પહેલા આરતી તેના પિતાના ઘરે ગઈ હતી ત્યારે દિનેશ પણ ત્યાં આવી પહોંચ્યો હતો. ત્યારે એક તરફી પ્રેમમાં પાગલ દિનેશે ફોન કરી આરતીને નીચે બોલાવી હતી અને ફરવા જવાનું કહ્યું હતું જોકે આરતીએ ફરવા જવાની ના પાડી દીધી હતી પરંતુ દિનેશે તેના ભાઈ અને પિતાને મારી નાંખવાની ધમકી આપી તેને ફરવા લઈ ગયો હતો. ત્યાર બાદ ફરી એક દિવસ આરતી એક તરફી પ્રેમી દિનેશ સાથે ફરવા ગઈ હોવાની જાણ તેના પતિને થતાં તેણે તેના સસરાને જાણ કરી હતી.

ત્યાર બાદ દિનેશને ફોન કરી આરતી ક્યાં છે તેવી પૂછપરછ કરતાં તેનો ભાઈ આરતીને મૂકી ગયો હતો. જોકે બીજા દિવસે આરતીએ સવારે સાતમાં માળેથી ઝંપલાવીને આપઘાત કરી લેતાં ચકચમાર મચી જવા પામી હતી. સમગ્ર ઘટના અંગે એલિસબ્રિજ પોલીસે આ મામલે દિનેશ સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

You cannot copy content of this page