Only Gujarat

FEATURED

115 વર્ષોથી બંધ હતો રૂમ, ભંગાર સમજીને જ્યારે રૂમને ખોલ્યો ત્યારે બધાંની આંખો થઈ ગઈ પહોળી

ભંગાર સમજીને જે સ્કૂલનાં ઓરડાને 115 વર્ષોથી ખોલવામાં આવ્યો ન હતો, તે ઓરડામાં ઈતિહાસનો એવો વારસો રાખવામાં આવ્યો હતો. જેણે ભારતની પરંપરાને પોતાની અંદર સમેટીને રાખી હતી. 115 વર્ષ બાદ ધોલપુરનાં મહારાણા સ્કૂલનાં 2-3 રૂમોને જ્યારે 115 વર્ષ બાદ ખોલવામાં આવ્યો ત્યારે તે રૂમોમાંથી પુસ્તકોનો ખજાનો નીકળ્યો હતો.

એવું કહેવામાં આવે છે કે, હીરો કોલસાની ખાણમાંથી નીકળે છે. કમળ કાદવમાં ખીલે છે. સોનું જમીનની અંદરથી બહાર આવે છે, જેની શાળાના ઓરડાને તેને ભંગાર સમજીને 115 વર્ષથી ખોલવામાં આવ્યો ન હતો. જે ઓરડાઓને ગણવામાં આવતાં જ ન હતા પરંતુ જ્યારે તે ઓરડાના દરવાજા ખોલ્યા ત્યારે ઈતિહાસમાં વીંટળાયેલી આવી વાર્તાઓ એવા સંકેતો સામે આવ્યા જેને જોઈને લોકો ચોંકી ગયા હતા.

ધોલપુરની મહારાણા સ્કૂલના બંધ ઓરડાઓ ખોલતાં તેમાં પુસ્તકોનો ખજાનો બહાર આવ્યો. 115 વર્ષથી મહારાણા સ્કૂલના બે-ત્રણ ઓરડામાં એક લાખ પુસ્તકો તાળાઓમાં બંધ રહ્યા હતા. આ પુસ્તકો 1905ની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મહારાજ ઉદયભાનને દુર્લભ પુસ્તકોનો શોખ હતો. મહારાજા ઉદયભાન સિંહ બ્રિટિશ કાળ દરમિયાન લંડન અને યુરોપની યાત્રા કરતા હતા. ત્યારે તેઓ આ પુસ્તકો લઈને આવતા હતા.

આ પુસ્તકોમાં આવા ઘણા પુસ્તકો છે, જેમાં શાહીને બદલે સોનાના પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો. 1905માં આ પુસ્તકોની કિંમત 25થી 65 રૂપિયાની વચ્ચે હતી. તે સમયે સોનાનું વજન તોલા દીઠ 27 રૂપિયા હતું પરંતુ હાલમાં બજારમાં પુસ્તકોની કિંમત લાખો રૂપિયા માનવામાં આવી રહી છે. બધાં પુસ્તકો ભારત, લંડન અને યુરોપમાં છપાયા હતા. જેમાં 3 ફુટ લાંબી પુસ્તકોમાં આખા વિશ્વ અને દેશોના રજવાડાઓના નકશા છાપ્યા છે.

પુસ્તકોમાં ગોલ્ડન પ્રિન્ટિંગ છે. આ સિવાય ભારતનો રાષ્ટ્રીય એટલાસ 1957 ભારત સરકાર દ્વારા મુદ્રિત, વેસ્ટર્ન-તિબેટ અને બ્રિટીશ બોર્ડર લેન્ડ, સેક્રેડ કન્ટ્રી ઓફ હિન્દુ એન્ડ બુદ્ધિશ 1906, અરબી, ફારસી, ઉર્દૂ અને હિન્દીમાં લખેલી પાંડુલિપિઓ, ઓક્સફર્ડ એટલાસ, એનસાઈક્લોપિડિયા, બ્રિટાનિકા, લંડન 1925માં છપાયેલું મહાત્મા ગાંધીજીનું સચિત્ર જીવનચરિત્ર “ધ મહાત્મા” પુસ્તક પણ આ પુસ્તકોમાંથી નીકળ્યુ છે. ઇતિહાસકારો આ પુસ્તકોને જ્ઞાનનો ખજાનો ગણાવી રહ્યા છે.

115 વર્ષમાં, શાળામાં ઘણા સ્ટાફ બદલાયા, પરંતુ કોઈએ બંધ ઓરડાઓ ખોલ્યા નહીં. જ્યારે આ ઓરડાઓમાં રહેલો ભંગારને સાફ કરવા માટે તેને ખોલવામાં આવ્યા, ત્યારે બધાં સ્તબ્ધ થઈ ગયા હતા, કારણ કે ત્રણ ઓરડામાં, ફક્ત પુસ્તકો જ હતા. જે ઇતિહાસની દરેક તારીખને દર્શાવે છે. આચાર્ય રમાકાંત શર્મા કહે છે કે ધોલપુરનો ભામાશાહ આગળ વધે, તો આ પુસ્તકાલય જિલ્લામાં એક મહત્વપૂર્ણ રહેશે.

આ માટે, અમે એક રેક બનાવીશું અને અહીંના વિદ્યાર્થીઓને કેટલાક દુર્લભ પુસ્તકો બતાવીશું. ઇતિહાસકારો કહે છે કે આ પુસ્તકોને સાચવીને રાખવાની જરૂર છે. ભવિષ્યમાં, વિદ્યાર્થીઓને આ પુસ્તકોમાંથી ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી મળશે.

You cannot copy content of this page