Only Gujarat

National

આ રીતે નોકરી કરીને પૂજા યાદવ IPS ઓફિસર બન્યા, રસપ્રદ છે સક્સેસ સ્ટોરી

હરિયાણાની IPS પૂજા યાદવ પહેલા રિસેપ્શનિસ્ટ હતી. તે એટલી બધી ખૂબસુરત છે એટલી જ હોશિયાર પણ છે. આઈપીએસ બન્યા પહેલા તે કેનેડા અને જર્મનીમાં જોબ કરતી હતી. અમે તમને 2018 બેચની આ મહિલા ઓફિસરની સક્સેસ સ્ટોરી લાવ્યા છીએ.

IPS પૂજા યાદવનો જન્મ 20 ડિસેમ્બર 1988ના રોજ હરિયાણામાં થયો હતો. તેઓ 2018 બેચના આઈપીએસ અધિકારી છે. સરકારી નોકરીમાં આવ્યા પહેલા તે દેશ-વિદેશમાં ઘણી જગ્યાએ પ્રાઈવેટ નોકરી કરતી હતી. તેઓ સોશિયલ મીડિયામાં પણ બહુ જ એક્ટિવ રહે છે.

પૂજા યાદવની શરૂઆતનો અભ્યાસ હરિયાણાથી કર્યો હતો. ત્યાર બાદ બાયોટેક્નોલોજી એન્ડ ફૂડ ટેક્નોલોજીમાં M.Techની ડિગ્રી મેળવી હતી. એમટેક બાદ પૂજા યાદવ કેનેડામાં જોબ કરવા લાગી હતી ત્યાર બાદ જર્મનીમાં નોકરી કરી. દેશ માટે કંઈક કરવાની ઈચ્છો હોવાછી ભારત પરત ફરી હતી અને યુપીએસસીની તૈયારી શરૂ કરી હતી.

પહેલીવાર યુપીએસસી પરીક્ષા (UPSC Exam)માં તેને સફળતા મળી નહોતી. ત્યાર બાદ તેણે વધારે મહેનત શરૂ કરી અને બીજા જ પ્રયાસ મહેનત રંગ લાવી અને 174મો રેંક હાંસિલ કર્યો હતો.

પૂજા યાદવના પરિવારની આર્થિક સ્થિતિ એટલી બધી સારી નહોતી એટલા માટે તેણે નોકરી શરૂ કરી હતી. પરંતુ જ્યારે યુપીએસસીની તૈયારી કરી રહી હતી ત્યારે તેને ખર્ચો કાઢવા માટે ટ્યુશન કરાવવાના શરૂ કર્યાં હતાં અને થોડા દિવસો સુધી રિસેપ્શનિસ્ટનું પણ કામ કર્યું હતું.

You cannot copy content of this page