Only Gujarat

National

સુહાગરાત્રે ચાદર જોઈ સાસુ ગુસ્સે થયા, મને કહ્યું- બોલ ક્યાં મોઢું કાળું કરીને આવી

શું લગ્નની કોઈ એવી વિધિ પણ હોય કે જેમાં દુલ્હનનું અપમાન કરવામાં આવે અને તેનો જીવ પણ લઈ લેવાય? હા, રાજસ્થાનમાં આવું થઈ રહ્યું છે. વાંચવામાં કદાચ આ વાત ખૂબ વિચિત્ર લાગે પણ આ સાચી વાત છે કે રાજસ્થાનના અમુક ગામડાઓમાં લગ્ન કરવા એટલે ગાડી ખરીદવા જેવું છે. જેમ ગાડી ખરીદતા પહેલાં ટેસ્ટ ડ્રાઈવ લેવામાં આવે છે તેવી જ રીતે દુલ્હને પણ વર્જિનિટિ ટેસ્ટમાંથી પસાર થવું પડે છે. આ ટેસ્ટને ‘કુકડીની વિધિ’ એવું નામ આપવામાં આવ્યું છે. આ ગંદી વિધિના કારણે દુલ્હનના જીવનના ખાસ દિવસને સૌથી બિહામણો દિવસ બનાવી દેવામાં આવે છે. ચાદર પર લોહીના ડાઘાથી નક્કી થાય છે કે, દુલ્હન વર્જિન છે કે નહીં. ચાદર સાફ હોય તો દુલ્હનના કેરેક્ટર પર ઘણાં ડાઘ લાગી જાય છે. મોત કરતાં પણ વધારે ગંદી સજા આપવામાં આવે છે. ઘરની મહિલાઓની સામે સસરા-જેઠ દુલ્હનના કપડાં કાઢીને તેને મારે છે અને રેપ કરે છે.

આ ગંદી વિધિની વાતો તો આપણે ઘણી વખત સાંભળી હશે પરંતુ દુલ્હનની પીડાની વાત કદી સામે નથી આવતી. ભાસ્કર ટીમે આવી દુલ્હનનો પીડા જાણવા માટે 1 મહિના સુધી 1 હજાર કિલોમીટરનું અંતર કાપ્યું છે. ભીલવાડા, ચિતૌડગઢ અને જયપુરના 20થી વધારે ગામડાઓ ફર્યા છે. આ દરમિયાન 50થી વધુ આવી દુલ્હનોની મુલાકાત લીધી છે. નરક જેવી જિંદગીનો સામનો કરતી દુલ્હન એટલી ડરેલી હતી કે તેઓ કઈ પણ જણાવવા માટે તૈયાર નહતી. તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા કે તેમનો ફોટો કે નામ ક્યાય નહીં આવે ત્યાર પછી તેઓ તેમની પીડા જણાવવા માટે તૈયાર થઈ હતી.

કેસ 1: 22 વર્ષ પહેલા સસરા-દિયરે રેપ કર્યો હતો, આજે પણ ડર લાગે છે
હું ભીલવાડામાં રહું છું. 22 વર્ષ પહેલાં 18 વર્ષની ઉંમરે મારા લગ્ન થયા. સાસરે પહેલીવાર મારા રૂમમાં જતી હતી. દરવાજાની બહાર જ મારા ફોઈ, કાકી, મામી,સાસુ, નણંદ અને કાકી સાસુ હતા. મને રોકીને પુછ્યુ- બ્લેડ, કાતર, નેઈલ પોલિશ કે કોઈ અણીદાર વસ્તુતો નથીને? મને ખબર ના પડી કે આ સવાલ કેમ પુછ્યો? મારે આ વસ્તુઓનું શું કામ? મેં કહ્યું કે -ના. ત્યારપછી એ લોકો મારા નજીક આવ્યા અને મારા વાળમાં હાથ નાખીને પીન શોધવા લાગ્યા. તો કોઈકે કપડાં હલાવીને તપાસ કરતા હતા. મેં પુછ્યું કે શું થયું. ત્યારે મારી કાકી સાસુએ મને કપડા ઉતારવાનું કહ્યું. હું પુછુ કેમ- એ પહેલાં તો ફોઈએ કહ્યું- ઉતારી દો બેટા, જરૂરી છે. બધાની સામે મારે કપડાં કાઢવા પડ્યા પછી મને રૂમમાં જવા દીધી.

ત્યારપછી હું અને મારા પતિ રૂમમાંથી બહાર આવ્યા તો મારા કાકી સાસુ રૂમમાં ગયા અને પલંગ પરથી ચાદર લઈને બહાર આવ્યા. ચાદર જોઈ સાસુ ગુસ્સે થઈ ગયા. મને કહ્યું- બોલ ક્યાં મોઢું કાળું કરીને આવી છે. મેં વિરોધ કર્યો તો- પતિ, સાસુ અને સાસરીના અન્ય લોકોએ મને ખૂબ માર માર્યો. રૂમમાં બંધ કરી દીધી. રાતે સસરો રૂમમાં આવ્યો અને મારી સાથે જબરજસ્તી કરવા લાગ્યો. બીજા દિવસે મારા દિયરે મારી સાથે રેપ કર્યો. પતિને કહ્યું તો તેણે કહ્યું કે, ભૂલ કરી છે તો સજા તો ભોગવવી પડશે. ત્યારપછી તો આવું ચાલુને ચાલુ જ રહ્યુ. 3 વર્ષ સાસરે રહ્યા પછી એક વાર હિંમત ભેગી કરીને ભાગી ગઈ. છેલ્લાં 19 વર્ષથી એકલી જ રહુ છું. પણ આજે પણ એ દિવસ યાદ આવે તો કંપારી છૂટી જાય છે.

કેસ 2: કપડાં ઉતારીને સસરાની સામે લાવ્યા, એટલી ટોર્ચર કરી કે દુલ્હને સુસાઈડ કરી લીધુ
ભીલવાડમાં રહેતી યુવતીના 26 એપ્રિલ 2021માં જહાજપુરના પંડેર ગામમાં રહેતા એક યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન પછી કરવામાં આવતા વર્જિનિટિ ટેસ્ટમાં યુવતી ફેઈલ થઈ હતી. પતિ, સાસુ-સસરા, જેઠ-જેઠાણીએ ખૂબ માર માર્યો. ત્યારપછી બધા કપડાં કઢાવી દીધા અને સસરા સામે લઈ ગયા. ત્યાં તેના પ્રાઈવેટ પાર્ટમાં મરચું નાખ્યું. ગમે તે રીતે યુવતી ત્યાંથી બચીને પોતાના ઘરે આવી. 18 જુલાઈએ તેનો પતિ તેને સમજાવીને પાછો તેના ઘરે લઈ ગયો. ત્યાં ફરી તેની સાથે મારઝૂડ કરવામાં આવી. સાસુ-જેઠાણી કેરેક્ટર વિશે ટોન્ટ મારતી. રોજની મુશ્કેલીઓથી પરેશાન થઈને યુવતીએ ઝહેર ખઈ લીધું. તેને કોટા એમબીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું.

કેસ 3: વર્જિનિટિ ટેસ્ટથી ખબર પડી કે લગ્ન પહેલાં રેપ થયો હતો
ભીલવાડાના બાગૌર ગામમાં રહેતી યુવતીના 11 મેના રોજ લગ્ન થયા હતા. સાસરે ગયા પછી મારી સાસુએ મારી મમ્મીને ફોન કર્યો અને કહ્યું કે, શનિવારે કુકડી (વર્જિનિટિ ટેસ્ટ)ની વિધિ કરીશું. તમારા પરિવારમાંથી પણ અમુક મહિલાઓને મોકલી દેજો. મારી મમ્મીએ મામી, કાકી અને ફોઈને મારા સાસરે મોકલ્યા. કુકડી વિધિ કરાઈ તો હું એમાં પાસ ના થઈ. પતિ અને સાસુએ મારી સાથે મારઝૂડ કરી. ઘરના લોકો સામે મારા વિશે ગંદી વાતો કરવા લાગ્યા. ત્યારે મેં તેમને જણાવ્યું કે, લગ્ન પહેલાં મારી સાથે રેપ થયો હતો. સાસરીવાળાઓએ મને રાખવાની ના પાડી દીધી અને ઘરેથી કાઢી મુકી.

યુવતીએ જણાવ્યું કે, મારા મમ્મી અને પપ્પા 20 નવેમ્બર 2021ના રોજ માસીના છોકરાના લગ્નમાં ગયા હતા. ઘરે હું, મારી નાની બહેન અને ભાઈ હતા. રાતે અંદાજે 2 વાગે હું બાથરુમ જવા ઘરની બહાર નીકળી ત્યારે પડોશમાં રહેતો શાહિદ આવ્યો અને મને જબરજસ્તી તેના દાદાના ઘરે લઈ ગયો. ત્યાં મારી સાથે રેપ કર્યો અને મને ધમકાવી કે જો હું આ વાત કોઈને કહીશ તો તે મારા ઘરના લોકોને મારી નાખશે. ડરના કારણે મેં કોઈને કઈ વાત ના કરી. લગ્ન પછી મારી સામે આરોપ લાગ્યા તો મેં તેની સામે રેપની ફરિયાદ નોંધાવી દીધી.

ચાદર પર લોહીના ડાઘા હોય તો: ચાદર પર લોહીના ડાઘા મળે તો દુલ્હન વર્જિનિટિ ટેસ્ટમાં પાસ માનવામાં આવે છે. ત્યારપછી દુલ્હન થોડુ બ્લડ સુતરની કોકડી ઉપર પણ લગાવે છે. બંને પરિવારના સભ્યોને લોહીના ડાઘા વાળી સફેદ ચાદર અને કોકડી દેખાડવામાં આવે છે. પુરાવા તરીકે સફેદ કપડું પિયર અને દોરાની કોકડી સાસરે આપવામાં આવે છે.

ચાદર પર લોહીના ડાઘા ના હોય તો: ચાદર પર લોહીના ડાઘા ના મળે તો તેનો સીધો અર્થ એવો થાય છે કે- દુલ્હનનું જીવન હવે નર્ક બની જવાનું છે. પતિ જ બુમો પાડી પાડીને લોકોને જણાવે છે કે આ કેરેકટરલેસ છે. કોઈ અન્યની સાથે મોઢું કાળું કરીને આવી છે. સાસરી વાળા દુલ્હનના કપડાં કાઢીને તેને મારે છે. ત્યારપછી જાતી પંચાયત બેસાડવામાં આવે છે, તેમાં છોકરીના પરિવારવાળાઓ લાખો રૂપિયાનો દંડ ભરે છે. દંડથી બચવા અને પોતાની પવિત્રતા સાબીત કરવા છોકરીને અન્ય બે મોકા આપવામાં આવે છે.

પહેલી પરિક્ષા: પાણીમાં શ્વાસ રોકવાનો હોય છે
પંચાયતના ફરમાનના આધારે છોકરીને કોઈ તળાવ અથવા નદીમાં ઉભી રાખવામાં આવે છે. એક વ્યક્તિ જે ના છોકરા વાળા તરફથી હોય ના છોકરી વાળા તરફથી. તે 100 ડગલા ચાલે છે. ત્યાં સુધી છોકરીએ પાણીમાં શ્વાસ રોકીને રાખવાનો હોય છે. જો છોકરી એટલો સમય શ્વાસ રોકી રાખે તો તે આ ટેસ્ટમાં પાસ ગણાય છે અને જો શ્વાસ ના રોકી શકે તો તે પવિત્ર નથી અને તેને દંડ ભરવો પડે છે.

બીજી પરીક્ષા: હાથ ગરમ તવા પર રાખવામાં આવે છે
આ ટેસ્ટમાં પોતાની પવિત્રતા એટલે કે વર્જિનિટી સાબીત કરવા દુલ્હને તેના હાથમાં પીપળાના પાન અને તેના પર ગરમ તવી રાખવાની હોય છે. જો હાથ દાઝે તો દુલ્હનનું કેરેક્ટર ખરાબ છે અને તેના માટે પરિવારે દંડ ભરવો પડે છે. (બંને પરીક્ષામાં પવિત્રતા સાબીત થઈ જાય તો પણ અડધી રકમનો દંડ તો ભરવોજ પડે છે.)

You cannot copy content of this page