Only Gujarat

Bollywood

પ્રિયંકાની જેઠાણીએ દીકરીના જન્મ આપ્યા બાદ બતાવ્યો પોતાનો બેબી બમ્પ

મુંબઈ: પ્રિયંકા ચોપડાની નાની જેઠાણી સોફી ટર્નરે આ વર્ષે જુલાઈ મહિનામાં દીકરી વિલાને જન્મ આપ્યો હતો. સોફી અત્યારે ઘરે દીકરીની સાર સંભાળ રાખી રહી છે અને તેની સાથે સૌથી વધારે સમય પસાર કરી રહી છે. આ દરમિયાન સોફીએ તેના ઇન્સ્ટાગ્રામ પર પ્રેગ્નન્સી દરમિયાન કેટલાક ફોટો શેર કર્યા છે. આ થ્રોબેક ફોટોમાં સોફી ટર્નર બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ ફોટો પર લોકો ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે. સોફી ‘ એક્સ મેન: ડાર્ક ફિનિક્સ’ જેવી ફિલ્મો અને ‘ગેમ ઓફ થ્રોન્સ’ સહિતની સુપરહિટ સિરીઝનો ભાગ રહી ચૂકી છે.

એક ફોટોમાં સોફી ટર્નર ગ્રીન કલરની બિકીનીમાં કાઉચ પર બેસેલી જોવા મળી રહે છે. તો બીજા ફોટામાં તે નાઈટસૂટ પહેરેલી જોવા મળી રહી છે.

એક ફોટોમાં સોફી સ્વિમિંગ પુલમાં પોતાની હોટનેસ બતાવી રહી છે. આ ફોટોમાં તેમની સાથે સ્વિમિંગ પુલમાં તેમનો ડોગી પણ જોવા મળી રહ્યો છે. સોફીના આ દરેક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે.

પ્રિયંકા ચોપરાની જેઠાણી સોફીએ 12 જુલાઇએ લોસ એન્જલસમાં દીકરીને જન્મ આપ્યો હતો. કરોના વચ્ચે સોફી ઘરે તેમની દીકરી અને પરિવાર સાથે સમય પસાર કરી રહી છે.

સોફિએ વર્ષ 2017માં નિક જોનસ મોટા ભાઈ જો જોનસ સાથે સગાઈ કરી હતી. આ પછી બંનેએ ગયા વર્ષે લાસ વેગાસમાં લગ્ન કર્યા હતા. બંને સ્ટાર્સના લગ્નમાં ઘરના લોકો સહિત નજીકના મિત્રો સામેલ હતા.

સોફી અને પ્રિયંકા વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ છે અને બંને સોશિયલ મીડિયા પર સાથે ફોટો શેર કરતા રહે છે. આમ તો સોફી સંબંધમાં પ્રિયંકાની જેઠાણી છે પણ તેમના કરતાં ઉંમરમાં ખૂબ જ નાની છે.

પ્રિયંકાની મોટી જેઠાણીનું નામ ડેનિયલ જોનસ છે. ડેનિયલના પતિ કેવિન પણ પરિવારના સદસ્યની જેમ સિંગર અને એક્ટર છે.

વાત જો પ્રિયંકાના સાસરિયાની કરીએ તો તેમનો પરિવાર ખૂબ જ મોટો છે. અહીં સાસુ-સસરા, જેઠ-જેઠાણી, નીકના ત્રણ ભાઈ-ભાભી, એક દીયર અને ભત્રીજી પણ છે.

આમ તો પ્રિયંકાના પતિ નીક જોનસના મોટા ભાઈ કેવીન અમેરિકામાં મ્યુઝિશિયન છે અને કેટલીક અમેરિકન ફિલ્મોમાં એક્ટિંગ પણ કરી ચૂક્યા છે. આ ઉપરાંત નીકના એક ભાઈ જો જોનસ પણ અમેરિકામાં પોપ્યુલર સિંગર છે. ત્રીજો ભાઈ ફ્રેન્કી લાઈમલાઈટથી દૂર રહે છે.

પ્રિયંકાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ‘ધી સ્કાય ઈઝ પિન્ક’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમની સાથે ફરહાન અખ્તર અને જાયરા વસીમ લીડ રોલમાં હતા. અત્યારે પ્રિયંકા પાસે કોઈપણ બોલીવુડ ફિલ્મની ઓફર નથી.

પોતાની બંને જેઠાણી સોફી અને ડેનિયલ સાથે પ્રિયંકા ચોપરા.

You cannot copy content of this page