Only Gujarat

FEATURED National

આ રાજ્યની પોલીસે બહાર પાડી એડવાઈઝરી, કોરોનાને લઈ લોકો સાથે થાય છે છેતરપિંડી

સાયબર ક્રાઈમના વધતા જતા કેસોના પગલે હરિયાણા પોલીસે કોવિડ -19ની મફત સારવાર અથવા સારવારના પૈસાની ભરપાઈ કરવાનું વચન આપતા ‘ફિશિંગ’ ઇ-મેઇલ વિશે નાગરિકોને ચેતવણી આપતી એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જારી કરી હતી. પોલીસે નાગરિકોને ચેતવણી આપી હતી કે તેઓ આવી કોઇ લિંક પર ક્લિક ન કરે. કારણ કે આ કરવાથી, યુઝર્સ છેતરપિંડીનો શિકાર બની શકે છે.

એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (કાયદો અને વ્યવસ્થા) નવદીપસિંઘ વિર્કે જણાવ્યું હતું કે દેશમાં સાયબર એટેકમાં પણ કોરોના વાયરસનો ફેલાવો જોવા મળ્યો છે. હરિયાણા પોલીસ સતત લોકોને સાયબર એટેક અંગે ચેતવણી આપી રહી છે.

તેમણે કહ્યું કે સાયબર એટેકર્સ કોવિડ -19 અથવા તેને મળતી આવતી પ્રામાણિક એજન્સીનો ઉપયોગ કરીને કોવિડ-19 વિશે ફિશિંગ ઇમેઇલ્સ મોકલી શકે છે.

ત્યારબાદ, આવા છેતરપિંડી કરનારાઓ સરકાર દ્વારા કોરોનાવાયરસના ફરજિયાત પરીક્ષણના આદેશો વિશે યુઝર્સને માહિતી આપે છે અને તેમને નકલી લિંક ક્લિક કરીને નોંધણી કરાવવા કહે છે.

જેવા યુઝર્સ ક્લિક કરે છે, સાયબર ફ્રોડર્સ નાગરિકોના મહત્વપૂર્ણ અને વ્યક્તિગત ડેટાની ચોરી કરે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page