Only Gujarat

Gujarat

મારી પાછળ લીલ ન પરણાવતા, મને એ નથી ગમતું… લખી જુવાનજોધ દીકરાનો આપઘાત

જૂનાગઢઃ કેશોદમાં એક યુવકે આત્મહત્યા કર્યાની ચકચારી ઘટના બની હતી. અહીં જીમ સંચાલક યુવકે માનસિક થાક્યો હોવાના કારણે આત્મહત્યા કર્યાની ચિઠ્ઠી લખી હતી. યુવકી ફાંસો ખાઈને આત્મહત્યા કરતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી. પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

મળતી માહિતી પ્રમાણે જૂનાગઢના કેશોદમાં દિપેશભાઈ પેથાણી પોતાના પરિવાર સાથે રહેતો હતો. આજે શનિવારે તેણે ફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ પરિવાર અને મિત્રો દ્વારા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

પોલીસને પણ જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી. અને તપાસમાં એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં દિપેશે અંતિમ પગલુ ભરવાનું કારણ વ્યક્ત કર્યું હતું. દિપેશે સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, ‘સોરી મમ્મી પપ્પા તથા બધા મિત્રો. મેં આ પગલું ભર્યું છે એ માટે હું ગણા સમયથી માનસિક રીતે થાકી ગયો હતો.

એ માટે મારે આ પગલું ભર્યું છે. અને જે મે આ કર્યું છે તેના માટે કોઈપણ જવાબદાર નથી. એ માટે મહેરબાની કરીને કોઈ પર આરોપ લગાડા નય. છેલ્લા ઘણા સમયથી હું માનસિક રીતે થાકી ગયો હતો. મને એમ હતું કે કાલ શારુ થઈ જશે.. કાલ શારું થઈ જશે પણ એ કાલનો દિવસ આવ્યો જ નય. એટલે કંટાળીને માનસિક શાંતિ માટે મેં આ પગલું ભર્યું છે.

જિંદગીમાં કોઈપણ દિવસ કોઈનું ખોટું કર્યું નથી. તેમ છતા મારી જિંદગીમાં આવા દિવસો આવશે એ મે સ્વપ્નમાં પણ વિચાર્યું નોતું. મારા પરિવારના બધા સભ્યોને હાથજોડીને માફી માગું છું. મેં આ પગલું ભર્યું એ માટે અને પરિવારને બધાને વિનંતી કરું છું મારી પાછળ પાણી.. કે લીલ પરણાવી એ બધું ના કરતા એ મને નથી ગમતુ. ખાલી એક દિવસ બેસણું રાખી દેજો પછી કંઈ પણ ન કરતા.’

મારા બધા મિત્રોને વિનંતી છે કે જે જે આ કર્યું છે એ એા માટે કોઈપણ જવાબદાર નથી. એ માટે મહેરબાની કરીને કોઈને હેરાન ન કરતા અને મારા મમ્મી-પપ્પાનું ધ્યાન રાખજો એને જ્યારે કોઈપણ મદદની જરૂર હોય ત્યાં તેને મદદ કરજો. જેનો જન્મ થાય તેનું મૃત્યું નિશ્ચિત હોય છે. કદાચ મારી જિંદગી આ રીતે પુરી થવાની હશે.

You cannot copy content of this page