Only Gujarat

International TOP STORIES

માત્ર 2 મહિનામાં જ ગે નર્સનો કોરોના વાયરસથી થઈ ગઈ આવી હાલત પછી…..

દુનિયા કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે. આ વાયરસના કારણે અત્યારસુધીમાં અનેક લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે અને લાખો લોકોના મૃત્યુ થઇ ગયા છે. કોરોના વાયરસના કારણે અનેક દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે જો કે કેટલાક વાયરસની મહામારી ઓછી ન થઇ હોવા છતા ઘણા લોકોએ લોકડાઉન ખોલી નાખ્યું છએ. આ વાયરસની ગંભીરતા અન્ય લોકોને સમજાવવા માટે એક પુરુષ નર્સે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોની મદદથી આ નર્સે દેખાડ્યું કે કોરોના કેવી રીતે તમારી બોડી પર અટેક કરે છે અને મહામહેનતે બનાવેલી બોડીને બગાડી નાખી છે.

41 વર્ષના માઇક સ્કલ્ટ્સ છેલ્લા 57 દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યાં છે. મેસાચુસેટ્સની એક હોસ્પિટલમાં એડમિટ માઇકે પોતાના ઇંસ્ટા એકાઉન્ટ્સ પર પોતાના ફોટોઝ શેર કરી દેખાડ્યું કે કેવી રીતે આ વાયરસ વ્યક્તિને દૂબળો બનાવી નાખે છે.

આ તસવીર માઇકે કોરોના પોઝિટિવ થવા પહેલા ક્લિક કરી હતી. માઇકને 16 માર્ચે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. આ ફોટોને તેણે બીમાર થયા પહેલા ખેંચ્યો હતો.

આ તસવીર કોરોના સામે જંગ લડ્યા બાદ માઇકે ક્લિક કરી. 57 દિવસ સુધી માઇક અને કોરોના સામે લડાઇ લડી. જેમાં 6 સપ્તાહ તો માઇકે વેન્ટિલેટર પર વિતાવ્યા. માઇક એટલો દુબળો થઇ ગયો હતો કે તે પોતાનો મોબાઇલ પણ પકડી શકતો ન હતો.

જાણકારી પ્રમાણે જે દિવસે માઇકને કોરોના પોઝિટિવ થવાની જાણ થઇ તો તેના એક સપ્તાહ પહેલા માઇક પોતાના બોયફ્રેન્ડ સાથે વેકેશન માણવા મિયામી ગયો હતો.

માઇકમાં કોરોનાના કોઇ લક્ષણ ન હતા. પરંતુ જ્યારે તેને નબળાઇ અનુભવી અને ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટમાં કોરોના પોઝિટિવ આવ્યો.

માઇકને કોરોનાની સાથે ન્યૂમોનિયા પણ થઇ ગયો હતો. સંક્રમિત થવાને કારણે 57 દિવસમાં માઇકની બોડી ખુબ જ નબળી થઇ ગઇ હતી.

આ દરમિયાન માઇકનો કુલ 22 કિલો વજન ઘટી ગયો. જેના કારણે મોબાઇલ પણ પકડવો મુશ્કેલ થઇ રહ્યો હતો.

માઇકે જણાવ્યું કે તે પોતાની તસવીર એટલા માટે શેર કરી રહ્યા છે જેથી લોકોને જાણ થાય કે આ વાયરસ કોઇ મજાક નથી. બધાએ જાણવું જોઇએ કે વાયરસથી માણસના શરીર પર કેવી અસર થાય છે.

માઇક જ્યારે અન્વેક્ટેડ થયા ત્યા તે પોતાના બોયફ્રેન્ડને મળવા મિયામી ગયા હતા. આ દરમિયાન તેઓને જાણવાની જાણ તો હતી પરંતુ લોકડાઉન લાગુ ન હતું આથી તે ટ્રાવેલ કરી રહ્યાં હતા.

આ વાયરસે માત્ર 57 દિવસમાં એક સ્વસ્થ વ્યક્તિને હાડપિંજરમાં બદલી દીધું. તેનાથી અંદાજ આવી જવો જોઇએ કે આ વાયરસ કેટલો ખતરનાક છે.

You cannot copy content of this page