Only Gujarat

International TOP STORIES

એલિયન્સ કઈ જગ્યાએ છુપાઈને રહે છે તે જગ્યા મળી ગઈ? આ જાણીને લોકોને નહીં થાય વિશ્વાસ

20 મેના રોજ અચાનક બેંગલુરુમાં લોકોને એક અજીબોગરીબ અવાજ સંભળાયો. સાથે જ અનેક લોકોએ ધરતી ધ્રૂજવાનો અહેસાસ પણ કર્યો. પરંતુ આ ભુકંપ ન હતો. અત્યારસુધી આ અંગે માહિતી મળી નથી કે આવો અવાજ કેમ આવ્યો. પરંતુ અનેક લોકોએ સોશિયલ મીડિયા પર તેને એલિયન્સ એક્ટિવિટી હોવાની વાત સામે આવી. ET ડેટા બેસ યુટ્યુબ ચેનલ ચવાવતા એક યુએફઓ હંટરે દાવો કર્યો કે તેઓને એલિયન્સ બેસ મળી ગયો છે. આ બેસની મદદથી એલિયન્સ તમામ એક્ટિવિટીઝ કરે છે. આ વાતનો તેઓએ એક વીડિયો પણ જાહેર કર્યો છે. આ વીડિયોમાં યુએફઓ આ દરવાજાની અંદર જતા દેખાયા. આ વીડિયોને એક પાયલટે રેકોર્ડ કર્યો. તેમનો દાવો કર્યો છે કે આ દરવાજાને નાસા દુનિયાથી છૂપાવતી આવ્યું છે.

યુટ્યુબ અને પોતાની વેબસાઇટ ચલાવતા એક યુએફઓ હંટરે દાવો કર્યો છે કે તેણે એલિયન્સના બેસનો દરવાજો શોધી લીધો છે. તેને ગૂગલ અર્થ પરથી તેના પુરાવા મળ્યા છે.

સ્કોટ વોર્નિંગ નામના આ વ્યક્તિને વિશ્વાસ છે કે આ જગ્યા પર અંતરિક્ષથી એલિયન્સ પૃથ્વી પર ઉતરે છે અને છૂપાઇને રહે છે. તેમનું કહેવું છે કે એલિયન્સ પૃથ્વીના તાપમાનમાં કમ્ફર્ટેબલ નથી. એવામાં તેઓ આ બેસની અંદર રહે છે. જ્યારે તેઓને લાગે ત્યરે તેઓ પોતાના સ્પેસશિપથી નીકળી પૃથ્વીના બીજા ભાગમાં જાય છે.

પોતાની વેબસાઇટ પર આ શોધ અંગે સ્કોટે લખ્યું કે તેને એલિયન્સના બેસ કેમ્પનો દરવાજો મળી ગયો છે. તેનો દાવો છે કે આ ઇન્ડોનેશિયામાં કોઇ દ્વિપ પર છે.

તેમનું કહેવું છે કે આ દરવાજાનું મોઢું 20 મીટર મોટો છે. જેનાથી સરળતાથી સ્પેસશિપ અંદર જતું રહે છે. તેણે ગૂગલ અર્થ અને સર્ચ કરવા માટે કોર્ડિનેટ પણ જાહેર કર્યા. 1°13’42.00″S 129°48’49.43″E પર તમને આ દરવાજો દેખાશે.

સાથે જ તેણે વીડિયો પણ શેર કર્યો. જેમાંથી એક યુએફઓ બહાર આવતો દેખાઇ રહ્યો છે. શખ્સનું કહેવું છે કે આ યુએફઓ બેસ કેમ્પથી બહાર આવી રહ્યું છે કારણ કે નીચેથી બંધ છે.

શખ્સનું કહેવું છે કે આ આઇલેન્ડ એકદમ પરફેક્ટ પ્લેસ છે એલિયન્સ રહેવા માટે. આ જગ્યાએ કોઇ આવતું-જતું નથી.

આ સમાચાર બહાર આવ્યા બાદ બધા ખુબ જ હેરાન છે. એક શખ્સે લખ્યું આ દરવાજો કોઇ ફિલ્મની જેમ ખુલે-બંધ થાય છે. કેટલાક એક્સપર્ટ્સે રેપ્ટિલોઇડ્સ ગણાવ્યું જેનાથી સિલિન્ડ્રિકલ શેપની શિપ્સ આવે જાય છે.

તો કેટલાક લોકોએ તેને માત્ર ફિલ્મી કહાની ગણાવી વીડિયોને એડિટેડ ગણાવ્યો. સાથે જ સ્કોટને ડોક્ટરને મળવાની સલાહ આપી.

You cannot copy content of this page