Only Gujarat

International TOP STORIES

લીલા રંગમાં બદલાઈ રહી છે એન્ટાર્કટિકાની સફેદ બરફની ચાદર, જોઈને વૈજ્ઞાનિકો પણ રહી ગયાં દંગ

એન્ટાર્કટિકામાં બરફનો રંગ બદલાઇ રહ્યો છે. સફેદ રંગનો બરફ હવે લીલા રંગમાં તબદીલ થઇ રહ્યો છે. આ વિચિત્ર કુદરતી બદલાવથી વૈજ્ઞાનિકો પણ પરેશાન છે. કારણ કે આવુ ક્લાઇમેટ ચેન્જના કારણે થઇ રહ્યું છે કે કોઇ અન્ય કારણે તે અંગે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેટલાંક વૈજ્ઞાનિકો તેની પાછળ તયાં રહેતા પેંગ્વિંસને પણ જવાબદાર ઠેરવે છે.

પહેલાં એન્ટાર્કટિકાની તસવીર સફેદ આવતી હતી પરંતુ હવે તેમાં લીલી રંગનું મિશ્રણ ભળી ગયું છે. આ લીલો રંગ મોટા ભાગે એન્ટાર્કટિકાના તટીય વિસ્તારોમાં વધુ જોવા મળી રહ્યો છે. બની શકે છે કે કેટલાંક વર્ષોમાં તમને આખુ એન્ટાર્કટિકા લીલા રંગનું જોવા મળે.

યુરોપિયન સ્પેસ એજન્સીના સેંટીનલ-2 સેટેલાઇટને બે વર્ષથી એન્ટાર્કટિકાની તસવીરો લઇ રહ્યું છે. તેને તપાસ્યા બાદ કેંબ્રિજ યુનિવર્સિટી અને બ્રિટિશ એન્ટાર્કટિકા સર્વેના વૈજ્ઞાનિકોએ પહેલીવાર સમગ્ર એન્ટાર્કટિકામાં ફેલાઇ રહેલા આ લીલા રંગનો મેપ તૈયાર કર્યો છે.

વૈજ્ઞાનિકોને સમગ્ર એન્ટાર્કટિકામાં 1679 અલગ અલગ સ્થળો પર આ પ્રકારના લીલા રંગના બરફના પ્રમાણ મળ્યાં છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે એન્ટાર્કટિકાના બરફના લીલા રંગમાં તબદીલ થવા પાછળનું કારણ સમુદ્રી એલ્ગી છે. જેના કારણે અલગ-અલગ સ્થળો પર આવા રંગો જોવા મળે છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટીના રિસર્ચર મેટ ડેવીએ જણાવ્યું કે એલ્ગી એટલે કે શેવાળ જે એન્ટાર્કટિકાના તટીય વિસ્તારોમાં વધુ જોવા મળે છે. આ એલ્ગીના કારણે એન્ટાર્કટિકા વાતાવરણથી કાર્બન ડાયોક્સાઇડ કેપ્ચર કરી રહ્યું છે.

મેટ ડેવીએ જણાવ્યું કે એલ્ગી ફક્ત લીલા રંગમાં જ નથી. અમને એન્ટાર્કટિકામાં અલગ અલગ હિસ્સાઓમાં નારંગી અને લાલ રંગની એલ્ગી પણ મળી છે. અમે તેના પર પણ રિસર્ચ કરીશું. હાલ એન્ટાર્કટિકાના બરફમાં જે એલ્ગી મળી છે તે માઇક્રોસ્કોપિક છે. એટલે કે ખૂબ જ નાની જે ફક્ત માઇક્રોસ્કોપથી જ જોઇ શકાય છે. પરંતુ ક્યાંક તેની માત્રા વધુ છે જેથી તે નરી આંખે પણ જોવા મળી રહી છે.

મેટ ડેવીએ જણાવ્યું કે અમને એન્ટાર્કટિકાની એક પેંગ્વિન કોલોનીમાં પાંચ કિલોમીટરની લંબાઇ વાળા વિસતારમાં 60 ટકા હિસ્સામાં આ લીલા રંહની એલ્ગી જોવા મળી છે. વૈજ્ઞાનિકોનું માનવુ છે કે આ પેંગ્વિંસ અને અન્ય જીવજંતુઓના મળમૂત્રના કારણે વિકસિત થઇ હશે.

મેટે જણાવ્યું કે એન્ટાર્કટિકા પર દરેક જગ્યાએ પેંગ્વિંસ નથી. તેથી ફક્ત તેમને જ દોષ આપવો યોગ્ય નથી. જો ક્લાઇમેટ ચેંજના કારણે ધરતીનું તાપમાન આવી રીતે જ વધશે તો આ સફેદ દુનિયા લીલા રંગમાં તબદીલ થઇ જશે.

કારણ કે એલ્ગીના વિકાસ માટે ઝીરો ડિગ્રી સેલ્સિયસથી ઉપરનું તાપમાન હોવુ જોઇએ. એટલે કે એન્ટાર્કટિકાના સામાન્ય તાપમાન કરતાં ઘણું વધુ. એલ્ગીના ફેલાવાની માત્રા તે સ્થળો પર વધુ છે જ્યાં કોઇપણ પ્રકારના જીવજંતુ રહે છે.

You cannot copy content of this page