Only Gujarat

FEATURED National

એક તદ્દન સામાન્ય કારણથી પરિવારની જ દીકરી બની ઘાતકી, મારી નાખ્યા તમામને!

જયપુરઃ રાજસ્થાનના જોધપુરના એક ગામમાં ખેતી કામ કરનાર એક જ પરિવારના 11 લોકોની મોત પર મહત્ત્વપૂર્ણ ખુલાસો થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે લક્ષ્મીએ નહીં પરંતુ 25 વર્ષીય પ્રિયા ઉર્ફ પ્યારીએ ઝેરી ઈન્જેકરશન આપી હત્યા કરી હતી. લક્ષ્મી અને પ્રિયાએ પાકિસ્તાનથી નર્સિંગનો કોર્સ કર્યો હતો. પોલીસને મૃતદેહ પાસેથી ઝેરી ઈન્જેક્શન માટેની બોટલ્સ અને સિરીન્જ મળી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પરિવારના સભ્યોને પહેલા ઊંઘની ગોળીઓ આપી સુવડાવી દીધા. આ તમામ લોકો ઘરની બહાર ખાટલા પર સુતા હતા અને તેમને અંદર ઘસડી લાવવામાં આવ્યા. તે પછી તમામને ઉંદર મારવાની દવાના ઈન્જેક્શન આપવામાં આવ્યા. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું કે પરિવારનો એક સભ્ય એટલે બચી ગયો કારણ કે તે ભોજન બાદ નીલ ગાય ચરાવવા ગયો અને ખેતરે જ સુઈ ગયો હતો. જ્યારે તે સવારે ઘરે આવ્યો ત્યારે બધા પરિવારજનો મૃત્યુ પામ્યા હતા.

પોલીસે જણાવ્યું કે, રામ અને તેના ભાઈ રવિના લગ્ન જોધપુરમાં એક જ પરિવારમાં થયા હતા. તે 4 બહેનો હતી જેમાંથી 2 પાકિસ્તાનથી નર્સિંગનો કોર્સ કરી આવી હતી. અન્ય 2 યુવતીઓના લગ્ન પણ જોધપુરના એ જ પરિવારમાં થયા હતા. જે પરિવારમાં આ ભાઈઓના થયા. એક બહેન નજીકમાં જ લગ્ન કરી રહેતી હતી. પરિવારમાં કોઈ મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો. આ જ કારણે બુધારામનો એક દીકરો પાકિસ્તાન પરત ફર્યો હતો.

મોત ભલે પારિવારિક વિવાદના કારણે થયા હોય પરંતુ પરિવારજનો વચ્ચે ઝઘડાનું કારણ ગરીબી છે. અમુક દિવસોથી બંને પરિવારના લોકો તંત્ર-મંત્ર, ટોટકા અને તાંત્રિકોના ચક્કરમાં ફસાયેલા હતા. પોલીસે જણાવ્યું કે, સુસાઈડ નોટ થકી જાણ થઈ કે પરિવારજનો વચ્ચે એકબીજા પ્રત્યે ગુસ્સો વધારે હતો.

આ મામલે અત્યારસુધી કોઈની ધરપકડ કરવામાં નથી આવી. પરિવારના 12માં સભ્ય દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી છે. તમામ મૃતદેહોના પોસ્ટમોર્ટમ બાદ અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા. તમામનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.

You cannot copy content of this page