Only Gujarat

National

કોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો

કોરોના કાળમાં સંક્રમણે અનેક લોકોની રોજગારી પર ખરાબ અસર કરી છે. જ્યાં મોટી સંખ્યામાં લોકોને પોતાની નોકરીથી હાથ ધોવા પડ્યો તો તમામ કામ-ધંધા પણ ઠપ્પ થયા. કોરોનાના આ મારથી મનોરંજન જગત પણ બાકી ન રહ્યો. તો અનેક લોકો પર આર્થિક સંકટ આવી પડ્યું. તંગીના કારણે કેટલાક કલાકારો રસ્તાના કિનારે શાક વેચતા દેખાયા તો કેટલાક ગાડી પેઈન્ટ કરવા મજબૂર થયા. આવો કરીએ આવા કલાકારો પર નજર.(તમામ તસવીરોઃ સોશિયલ મીડિયા)

બાલિકા વધુ, કુછ તો લોગ કહેંગે, જ્યોતિ અને સુજાતા જેવા તમામ ચર્ચિત ટીવી શોના આસિસ્ટન્ટ ડાયરેક્ટર રામવૃક્ષ ગૌડ ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. પરિવારનું પેટ ભરવા માટે તેઓ પોતાના હોમ ટાઉન આઝમગઢમાં શાકભાજી વેચી રહ્યા છે. શૂટિંગ બંધ થયા બાદ તેઓ પોતાના ઘરે જતા રહ્યા હતા.

એક્ટ્રેસ વંદના વિઠલાણીએ સાથ નિભાના સાથિયા અને હમારી બહૂ સિલ્ક જેવા ટીવી શોથી ખૂબ જ લોકપ્રિયતા મેળવી. કોરોના કાળમાં તેમનું પેમેન્ટ અટકી ગયું. પ્રોડ્યુસર્સે હાથ ઉંચા કરી દીધા. વંદનાએ એક મીડિયા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેણે પોતાનો ખર્ચ કાઢવા માટે રાખડીઓ વેચવી પડી.

કોરોનાએ ટીવી એક્ટર રાજેશ કરીરને પણ આર્થિક રીતે બદહાલ કરી દીધા. તેણે મદદની ગુહાર લગાવી હતી. અનેક સેલેબ્સે તેને મદદ પણ કરી.

એક્ટર રાજેશ સોલંકી પણ લૉકડાઉનમાં દિલ્લીમાં ફળ વેચતા જોવા મળ્યા. તેમણે જણાવ્યું કે શૂટિંગ રોકાઈ જતા ઘરનો ખર્ચ કાઢવો મુશ્કેલ હતો. કામ ન મળતા તેણે ફળ-શાકભાજી વેચવા પડ્યા.

ઉડિયા ફિલ્મોના જાણીતા કૉમેડિયન રવિ કુમાર પણ કોરોના કાળમાં લારી પર શાક વેચતા જોવા મળ્યા. રવિએ ન માત્ર શાક વેચ્યું પરંતુ ટ્રક પર પેઈન્ટિંગ કરતા પણ જોવા મળ્યા. પૈસા કમાવા માટે તેઓ લોકોના ઘરે જઈને સામાન વેચવા પણ મજબૂર થયા.

મરાઠી એક્ટર રોશન સિંઘેને પણ કોરોનાએ બદહાલ કરી દીધા. પૈસાની તંગીથી પરેશાન રોશન પુણેમાં શાકભાજી વેચતા જોવા મળ્યા.

You cannot copy content of this page