Only Gujarat

Religion

14મેએ સૂર્યનો વૃષભ રાશિમાં પ્રવેશ, કોરોનાકાળમાં આ છ રાશિઓના જીવનમાં આવશે બસ પૈસા અને સફળતા

અમદાવાદઃ 14 મેએ સૂર્ય રાશિ બદલીને વૃષભમાં આવશે. આ રાશિમાં સૂર્ય 14 જૂન સુધી રહેશે. જ્યોતિષ અનુસાર સૂર્યના પ્રભાવથી વૃષભ, કર્ક, સિંહ, કન્યા, ધન અને મીનના જાતકો માટે સારો સમય શરૂ થઈ રહ્યો છે. તેમને ધનલાભ મળવાની સાથે તેમનો વિકાસ થઈ શકે છે. મેષ, મિથુન, તુલા અને મકર રાશિના લોકોએ લગભગ એક મહિના સુધી સાચવીને રહેવું પડશે. ધનનું નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્ય માટે પણ સમય ઠીક નહીં રહે.

અહીં જુઓ કઈ રાશિ પર કેવો પ્રભાવ પડશે

મેષ: સૂર્યના કારણે સ્વાસ્થ્ય બગડી શકે છે. આંખ અને માથાનો દુખાવો સતાવી શકે છે. તમારો વ્યવહાર પણ બદલાઇ શકે છે. આ દિવસોમાં વાતચીતમાં ધ્યાન રાખવું. સમજી-વિચારીને જ બોલવું. સૂર્યના પ્રભાવથી ખર્ચ વધી શકે છે. સેવિંગ વપરાઇ જવાની શક્યતા છે. લવ લાઇફ અને લગ્ન જીવન માટે સમય ઠીક રહેશે. સંતાન સંબંધિત ચિંતા દૂર થઈ શકે છે. નવી યોજનાઓ પણ બની શકે છે.

વૃષભ: સૂર્યની રાશિ બદલવાથી ધનલાભ થઈ શકે છે. સંતાન સંબંધિત બાબતોમાં ફાયદો થવાની શક્યતા છે. માતાના સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહેશે, પરંતુ મુશ્કેલી દૂર પણ થઈ જશે. રોજિંદાં કામ સમયસર પૂરાં થશે. તે કામોમાંથી પણ ફાયદો મળશે. આ દિવસોમાં મોટા લોકો સાથે મુલાકાત અને વાતચીત થઈ શકે છે. અધિકારીઓની મદદ મળી શકે છે. લગ્નજીવનમાં તણાવ વધી શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં સાચવવું.

મિથુન – સૂર્યનું રાશિ પરિવર્તન તમારા માટે ઠીક નહીં રહે. તેના કારણે ખર્ચ વધી શકે છે. દુશ્મન હેનાર કરી શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં સમય ઠીક નહીં રહે. તાવ, માથાનો દુખાવો અને આંખ સાથે સંકળાયેલી સમસ્યા સતાવી શકે છે. આ દિવસોમાં કોઇ ગેરકાયદેસર કે ખોટું કામ ના કરવું. સાથે કામ કરતાં લોકોની મદદ નહીં મળી શકે. તેનાથી તમારી મુશ્કેલીઓ વધશે. સમય તણાવવાળો રહેશે. લવ લાઇફ અને લગ્ન જીવન સામાન્ય રહેશે.

કર્ક: સૂર્યના પ્રભાવથી સમય તમારા માટે સારો રહેશે. આ દિવસોમાં ધનલાભ થઈ શકે છે. નવી યોજનાઓ બનશે. તેના પર કામ થશે અને સફળતા પણ મળશે. સંતાન સંબંધિત બાબતોમાં રાહત મળશે. સંતાન સાથે સારો સમય પસાર કરવા મળશે. તમારી કોઇ ઈચ્છા પૂરી થઈ શકે છે. નોકરી અને બિઝનેસમાં અધિકારીઓની મદદ મળશે. તમારી કામકાજની યોજનાઓનાં વખાણ થઈ શકે છે. લવ લાઇફ બાબતે સાવધાન રહેવું. તમે ફાયદાકારક રોકાણ પણ કરી શકો છો. સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહ: સૂર્યની રાશિ બદલવાથી સ્વાસ્થ્ય સારુ રહેશે. તમારી રોગ પ્રતિકારક શક્તિ વધી શકે છે. જૂની બીમારીઓથી છૂટકારો મળી શકે છે. પ્રોપર્ટી સંબંધિત મહત્વની બાબતો સામે આવી શકે છે. જેમાં તમને ફાયદો મળશે. માતાના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. નોકરિયાત લોકોને પ્રમોશન મળી શકે છે. બિઝનેસમાં વિકાસની શક્યતા છે. મોટા લોકો સાથે સારા સંબંધ બનશે. સૂર્યના પ્રભાવથી સન્માન મળી શકે છે. સુખ પણ વધશે. પરિવારમાં શાંતિ જળવાશે.

કન્યા: સૂર્યના કારણે બીમારીઓ સામે લડવાની તાકાત મળશે. સ્વાસ્થ્ય માટે સમય સારો રહેશે. આ દિવસોમાં તમે નકામા ખર્ચાઓ પર નિયંત્રણ કરી સકશો. બચત વધી શકે છે. દૂર રહેતા મહત્વના લોકો સાથે વાતચીત થઈ શકે છે. તેમનો સહયોગ પણ મળશે. તમારું સન્માન વધી શકે છે. મહેનત વધારે કરવી પડશે અને તેનો તમને પૂરો ફાયદો પણ મળશે. તમારી નીચે કામ કરતા લોકોની મદદ મળી રહેશે. પિતાના સ્વાસ્થ્યની ચિંતા કરવી જરૂરી છે.

તુલાઃ સૂર્ય રાશિ પરિવર્તન કરે તેનાથી તમારે સાચવીને રહેવું. આ દરમિયાન તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. શરીરમાં ગરમી વધી શકે છે. સરકારી કામોમાં અડચણો આવી શકે છે. વહીવટી તંત્રની કોઇ મદદ નહીં મળે. આ દિવસોમાં ધનનું નુકસાન થઈ શકે છે. મહેનત પણ વધારે કરવી પડી શકે છે. પિતા અને અન્ય લોકો સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. વિવાદ થવાની શક્યતા છે. સાચવીને રહેવું. આ દરમિયાન કોઇપણ નવો અને મહત્વનો નિર્ણય સમજી-વિચારીને કરવો.

વૃશ્ચિક: સૂર્યના પ્રભાવથી સમય મિક્સ રહેશે. આ દરમિયાન તમને ધન લાભ તો થશે પરંતુ સુખ નહીં મળી શકે. નવાં અને મોટાં કામોની જવાબદારી મળી શકે છે. તમારું લગ્નજીવન અસ્ત-વ્યસ્ત રહેશે. મહેનત વધારે કરવી પડશે પરંતુ તેનાથી ફાયદો નહીં મળી શકે. સૂર્યના કારણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. માથાનો દુખાવો અને આંખ સંબંધિત સમસ્યા સતાવી શકે છે. સ્વભાવમાં આક્રમકતા વધી શકે છે. દાંપત્ય જીવનમાં તણાવ વધશે. સુખમાં ઘટાડો આવી શકે છે.

ધન: સૂર્યની રાશિ બદલવાથી તમારો સમય સારો રહેશે. આ દિવસોમાં તમને ધનલાભ થઈ શકે છે. દેવું ખતમ થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. અટકી પડેલા રૂપિયા પાછા મળવાના યોગ છે. સૂર્યના કારણે મહેનત વધારે રહેશે અને તેનો ફાયદો પણ મળશે. દુશ્મનો પર જીત મળશે. કામકાજમાં આવી રહેલ મુશ્કેલીઓ દૂર થવા લાગશે. અટકેલું કામ ફરી શરૂ થવા લાગશે. સ્વાસ્થ્ય બાબતે સાવધાન રહેવું પડશે.

મકર: સંતાનના ભાવમાં સૂર્ય આવવાથી સાચવવું. સંતાન બાબતે મુશ્કેલી આવી શકે છે. સંતાનનું સ્વાસ્થ્ય બગડી શકે છે, આ દિવસોમાં કોઇ ગુપ્ત યોજના બની શકે છે. તેના પર કામ કરવામાં તમારો સમય બગડી શકે છે. જોકે, આ દિવસોમાં તમારું અટકી પડેલું ધન પાછું મળી જશે, પરંતુ રોકાણ સમજી-વિચારીને કરવું. લવ લાઇફમાં તણાવ વધી શકે છે. આ દિવસોમાં તમારી યોજનાઓ અધૂરી રહી શકે છે.

કુંભ: સૂર્યના રાશિ પરિવર્તનથી તમારું સુખ વધશે. નોકરિયાત અને બિઝનેસ કરતા લોકોનું પૂરેપૂરું ધ્યાન કામ પર રહેશે. આ દિવસોમાં માનસિક તણાવ વધશે. માતાના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. માતા સાથે કોઇ બાબતે અણબન થઈ શકે છે. સૂર્યના પ્રભાવથી પારિવારિક ચિંતા વધી શકે છે. જીવનસાથીના કામકાજથી તમને ફાયદો મળી શકે છે. રોજિંદાં કામો બાબતે તમે ચિંતામાં રહેશો. સ્વાસ્થ્યની બાબતમાં સાચવવું. પ્રોપર્ટી સંબંધિત મહત્વની બાબતો આ દિવસોમાં સામે આવી શકે છે.

મીન: સૂર્યના પ્રભાવથી આ સમય તમારા માટે સારો રહેશે. નોકરિયાત અને ધંધાદારી લોકો આ સમય દરમિયાન મન લગાવીને કામ કરશે અને મહેનત પણ કરશે. તેનો તેમને ફાયદો પણ મળશે. આ દિવસોમાં ઘણી બાબતોમાં નસીબનો સામ મળી શકે છે. તમે તમારા બળે દુશ્મનો પર જીત મેળવી સકશો. યાત્રાઓના યોગ બની રહ્યા છે, પરંતુ સાચવીને રહેવું. સૂર્યના રાશિ પરિવર્તનથી જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. તમને તેમની મદદ મળી શકે છે. યોજનાઓ બનાવીને કામ કરશો તો સફળતા પણ મળશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page