Only Gujarat

Religion

શુક્રનું શનિની રાશિ કુંભમાં પરિવર્તન થતાં આ રાશિના જાતકો જીવશે રાજા જેવું જીવન

અમદાવાદઃ શુક્ર ગ્રહ નવ જાન્યુઆરીએ સવારે ચાર વાગીને 20 મિનિટ પર પોતાની મકર રાશિની યાત્રા સંપન્ન કરીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. અહીંયા તે 2 ફેબ્રુઆરીની સવારે ચાર વાગીને 15 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ તે મીનમાં જશે. હાલમાં રાશિ પરિવર્તન કુંભ રાશિના જાતકો માટે વરદાન છે. આ રાશિના જાતકો માટે રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. વૃષભ તથા તુલા રાશિનો સ્વામી શુક્ર કન્યા રાશિમાં નીચ તથા મીન રાશિમાં ઉચ્ચનો માનવામા આવે છે. આ સૃષ્ટિ સર્જનનું મૂળતત્વ છે. આથી આ રાશિ પરિવર્તન ચરાચર જગતના પ્રાણીઓ માટે મહત્વની ભૂમિકા ભજવે છે. તમામે તમામ 12 રાશિઓ માટે રાશિ પરિવર્તન કેવુ રહેશે, તેના પર આજે આપણે નજર કરીશું.

મેષઃ
રાશિના લાભભાવમા શુક્રનું ગોચર લક્ષ્મીયોગનું નિર્માણ કરશે. અંતે, તમને લાભ થશે. અટકેલુ ધન મળશે. પરિવાર તથા સમાજમાં મોટા પદથી સન્માનિત થશો. નવા કાર્ય-વેપારનો આરંભ થાય તેવા યોગ છે. સંતાન પ્રાપ્તિનો યોગ પણ છે.

વૃષભઃ
રાશિના દસમાભાવમા શુક્રનું ગોચર શાસન સત્તાનું પૂર્ણ સુખ આપશે. કેન્દ્ર તથા રાજ્ય સરકાર સંબંધિત કોઈ પણ વિભાગમાં અટકેલું કામ પૂરું થશે. રાજકીય સંબંધો ગાઢ બનશે. નોકરીમાં પ્રમોશનનો યોગ છે.

મિથુનઃ
રાશિના ભાગ્યભાવમાં શુક્રનું ગોચર ભાગ્ય વૃદ્ધિની સાથે સાથે શિક્ષણમાં પણ સારી સફળતા અપાવશે. જો તમારે નોકરી માટે અરજી કરવાની હોય તો આ સારો સમય છે. વિદેશ યાત્રા તથા દેશમાં પ્રવાસનો યોગ બને છે. વિઝાની અરજી કરશો તો સફળતા મળશે.

કર્કઃ
રાશિના આઠમા ભાવમાં શુક્રનું ગોચર મિશ્ર પરિણામ આપશે. નોકરીમાં ષડયંત્રકારીઓથી બચો. કામ પતાવીને સીધા ઘરે જાવ તે તમારા માટે સારું છે. તમારા પ્રભાવમાં વૃદ્ધિ તથા વર્ચસ્વ થશે. તબિયતનું ખાસ ધ્યાન રાખો. ધનભાવ પર શુક્રની દૃષ્ટિ હોવાથી મોંઘી વસ્તુઓની ખરીદી કરશો.

સિંહઃ
રાશિના સાતમા ભાવમાં શુક્રનું ગોચર દાંપત્ય જીવનમાં મધુરતા લાવશે. કુંવારાઓના લગ્ન થશે. લવમેરેજ કરવા ઈચ્છતા જાતકોને આ સમયમાં સફળતા મળશે. નવા કામ-વેપારની શરૂઆત થશે. પરિવારમા નવા મહેમાન આવવાથી ખુશીનો માહોલ છવાશે.

કન્યાઃ
રાશિના છઠ્ઠા ભાવમાં શુક્રનો ગોચર ગુપ્ત શત્રુઓમાં વધારો કરાવશે. તમે જ્યાં નોકરી કરતા હોવ અથવા બિઝનેસ કરતાં હોવ તે જગ્યાએ ખાસ સાવધાની રાખવી. કોઈ પણ પ્રકારના ઝઘડાથી દૂર રહો. વિલસતાપૂર્ણ વસ્તુઓ પર ખર્ચ કરશો.

તુલાઃ
રાશિના પાંચમા ભાવમાં શુક્રનું ગોચર તમારા માટે વરદાન રૂપ છે. તમારી રાશિના સ્વામી મૂળત્રિકોણમાં બેઠેલા છે. કોઈ પણ
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે. સંતાન સંબંધીત ચિંતાઓ દૂર થશે. નવ દંપતિ માટે સંતાન પ્રાપ્તિનાયોગ અને નોકરીમાં પ્રમોશનના યોગ છે.

વૃશ્ચિકઃ
રાશિના ચતુર્થ ભાવમાં શુક્રનું ગોચર મકાન વાહન સંબંધીત ચિંતામાંથી મુક્તિ અપાવશે. માતાના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો. જો તમે યાત્રા કરો છો તો સામાન ચોરી ના થાય તેનું ધ્યાન રાખો. જમીન, સંપત્તિ અથવા કોર્ટ કેસનો ઉકેલ આવશે. નોકરીમાં સીનિયર્સનો સાથ-સહકાર મળશે.

ધનઃ
રાશિના પરાક્રમભાવમાં શુક્રનું ગોચર લાભદાયી રહેશે. તમે સાહસ તથા પરાક્રમના દમ પર મુશ્કેલ પરિસ્થિતિ પર પણ અંકુશ મેળવશો. યાત્રા થશે. ધર્મ-કર્મના મામલે સારા યોગ બને છે. જે લોકો તમને નીચે પાડવાનો પ્રયાસ કરે છે તે જ લોકો તમારી મદદ કરશે.

મકરઃ
રાશિના ધનભાવમાં શુક્રનું ગોચર આકસ્મિક ધનલાભ કરાવશે. અટકેલું ધન પાછું મળશે. જો તમે મહિલા છો તો મોંઘી વસ્તુઓની ખરીદી કરશો. પરિવારમાં ખુશીનો માહોલ છવાયેલો રહેશે. સ્પર્ધામાં સફળતા તથા સંતાન પ્રાપ્તિના યોગ છે પરિવારિક તથા સામાજિક જવાબદારી વધશે.

કુંભઃ
તમારી રાશિમાં શુક્રનું ગોચર રાજયોગનું નિર્માણ કરે છે. આ સમય તમારા માટે વરદાનથી ઓછો નથી. તમારી યોજનાઓને અંતિમ સ્વરૂપ આપશો તો સફળતા મળશે. સરકારી નોકરી મળશે. વિદેશ યાત્રાનો યોગ છે.

મીનઃ
રાશિના બારમા ભાવમાં શુક્રનું ગોચર દોડધામ કરાવશે. આ ઉપરાંત વિલાસિતા સંબંધીત વસ્તુઓની ખરીદી થશે. શત્રુભાવ પર મારક દૃષ્ટિ હોવાથી માનસિક અશાંતિ થોડી વધશે. ગુપ્ત શત્રુઓ વધશે પરંતુ તે સ્વંય નષ્ટ થશે. શાસનસત્તાનો પૂરો આનંદ ઉઠાવી શકશો.

LEAVE A RESPONSE

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page