Only Gujarat

Bollywood

દિશા પટણીના આ પર્સની કિંમત જાણી ઉડી જશે તમારા હોંશ, ચારે બાજુ થઈ રહી છે ચર્ચા

દિશા પટણી ગમે તે કરે, તે ચર્ચામાં આવી જાય છે. ભલે વાત તેની ડ્રેસિંગ સ્ટાઈલની હોય કે પછી તેના ફિટનેસ વીડિયોની. અને હવે જ્યારે આ સુંદર હસીના ઘરની બહાર નીકળી, ત્યારે ચર્ચા થવાનું નક્કી હતું. આ વખતે દિશા પટણી બે કારણોસર ચર્ચામાં છે. પહેલું કારણ તેનો સ્ટાઇલિશ લુક છે અને બીજું તેનું માચીસના બોક્સ જેનું પર્સ..

ફિલ્મનું સ્ક્રિનિંગ યોજાયું હતું. જેમાં ટાઇગરની કથિત ગર્લફ્રેન્ડ દિશા પટણી આવી ત્યારે બધાની નજર તેના પર હતી. દિશા પટણી આ ખાસ ઈવેન્ટમાં પર્પલ કલરનો મિની ડ્રેસ પહેરીને પહોંચી હતી જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અને સ્ટાઇલિશ લાગી રહી હતી. તેણે કર્લી હેરસ્ટાઈલ, મેચિંગ ઈયરિંગ્સ અને હાઈ હીલ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો. તેના લુક પરથી નજર હટી તો તેના નાના પર્સે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

નાનું પણ કિંમતી છે પર્સ
આ ખૂબ જ નાનું પર્સ હવે ઘણી ચર્ચામાં છે અને આ હસીનાનો અંદાજ. આ પર્સ ભલે નાનું છે, પરંતુ જો તમે તેની કિંમત જાણો છો, તો તમને મોટો આંચકો લાગી શકે છે. ખરેખર, આ નાના પર્સની કિંમત એટલી છે કે તમે તેમાં 2 ટનનું એસી સરળતાથી ખરીદી શકો છો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પર્સની કિંમત લગભગ 46 હજાર રૂપિયા છે. જ્યારથી આ નાના પર્સની કિંમત વાયરલ થઈ છે, દરેક વ્યક્તિ તેની વિશેષતા જાણવામાં રસ દાખવી રહ્યો છે. માત્ર પર્સ જ નહીં, પરંતુ આ સ્ક્રીનિંગમાં દિશા જે ડ્રેસ પહેરીને આવી હતી તે પણ ઓછા મૂલ્યવાન નથી. આ ડ્રેસની કિંમત પણ 1 લાખ રૂપિયાની આસપાસ જણાવવામાં આવી રહી છે.

You cannot copy content of this page