Only Gujarat

International TOP STORIES

30 હજાર ફૂટ ઊંચે આકાશમાં એરહોસ્ટેસને જોતા જ સ્ટાર્સ બની જાય છે બેકાબૂ, કરે છે એવું વર્તન કે..

લંડનઃ ફિલ્મી સિતારોની દુનિયા ખૂબ જ રહસ્યમય હોય છે. તાજેતરમાં જ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બોલિવૂડની દુનિયા પર અનેક સવાલ ઉઠી રહ્યાં છે. બોલિવૂડના સ્ટાર્સ સાથે ડ્રગ્સનું કનેકશન પણ સામે આવી રહ્યું છે. જો કે આ હાલ માત્ર આપણી ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો નથી. દરેક દેશની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો લગભગ આવો જ સિનારિયો છે. થોડા દિવસ પહેલા જ ઓનલાઇન બ્રિટિશ એવરવેઝે આ મામલે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે, ફ્લાઈટ્સમાં સેલેબ્સ કેબિન ક્રૂઝ સાથે ગેરવર્તણુંક કરે છે. ફરિયાદમાં જણાવાયું છે કે આ ફિલ્મી સિતારાઓ બહારની દુનિયામાં જેવા દેખાય છે. તેનાથી સાવ વિપરિત જ વર્તન ફ્લાઇટ્સમાં કરે છે. આકાશમાં 30 હજાર ફૂટની ઊંચાઇએ તેઓ ડ્રગ્સથી માંડીને સેક્સ સુધીની ડિમાન્ડ એરહોસ્ટેસ સામે કરે છે.

સોશિયલ મીડિયા પર બ્રિટિશ એવરવેઝના કેટલાક કેબિને ક્રૂઝે તેમની સાથે ફ્લાઇ્ટસમાં ઘટેલી શરમજનક ઘટનાને શેર કરી હતી. તેમણે જણાવ્યું કે આકાશમાં આ સેલેબ્સનો મિજાજ કંઇક અલગ જ હોય છે. તાજેતરમાં જ રિયાલિટી શોના એક સ્ટારે ફ્લાઇટસમાં એક પેસેન્જરની સાથે ગેરવર્તણુંક કરવાની કોશિશ કરી. તો ઓનલાઇન ફોરમ પર કેટલાક લોકોએ પણ જણાવ્યું કે તેમણે ડ્રગ્સની પણ ઓફર કરી હતી.

‘ધ સન’ માં છપાયેલા રિપોર્ટ મુજબ, ‘બીએ’ કેબિનના ક્રૂએ આ તમામ વાતનો ખુલાસો કર્યો છે. આ કેબિન ક્રૂઝના મેમ્બર્સે ઓનલાઇન ફોરમ દ્વારા પહેલા રજિસ્ટર કરવામાં આવે છે. એક વખત રજિસ્ટ્રરમાં તેમને ઓળખ નોંધાવવી પડે છે અને આઇડી આપવું પડે છે, ત્યારબાદ જ તે તેમની સ્ટોરી અને અનુભવ શેર કરી શકે છે.

ફ્લાઇટ્સમાં ડ્યૂટી દરમિયાન તેમને થયેલા અનુભવ વિશે વાત કરતા એક ક્રૂ મેમ્બરે જણાવ્યું કે એક ફિલ્મી સ્ટારે ફ્લાઇટ્સમાં દારૂ માટે હોબાળો કર્યો હતો. તો એક સ્ટારે દારૂ પીને ધમાલ કરી હતી અને કોકપિટનો દરવાજો ખોલવાની પણ કોશિશ કરી હતી.

આ સ્ટાર્સને ફ્લાઇટમાં આ રીતે કર્મચારીઓ સાથે ખરાબ વર્તન કરવાનો કોઇ અફસોસ કે પસ્તાવો પણ નથી હોતો. આ સેલિબ્રિટિ ફ્લાઇટસમાં કંઇક અલગ વર્તન કરે છે અને બધાની સામે સારો હોવાનો ડોળ કરતા ભિન્ન પ્રકારનું વર્તન કરે છે. જો કે એરવેઝના સ્ટાફે અહીં સ્ટાર્સ વિશે ફરિયાદ કર્યાં બાદ પણ કોઇએ ફિલ્મી સ્ટારના નામનો ઉલ્લેખ નથી કર્યો.

You cannot copy content of this page