Only Gujarat

National

કોરોનાને કાબૂ કરવા મથી રહ્યા છીએ ત્યાં ઉભો થયો નવો ખતરો, ડૉક્ટરો માટે પણ બન્યો માથાનો દુખાવો

નવી દિલ્હી: કોઇ કોરોના દર્દીને સાજા થયા બાદ ફરી કોરોનાથી સંક્રમિત થવાની ઘટના પહેલીવખત ચીનમાં આવી ચૂકી છે. પરંતુ દક્ષિણ કોરિયા બાદ હવે ભારતમાં પણ આવો ચિંતાજનક કેસ સામે આવ્યો છે. ત્યારે સવાલ થાય કે આ વાયરસ રિવર્સ ગિયર કેમ લઇ રહ્યો છે. શું કોરોનાનો બીજો હુમલો પહેલા હુમલા કરતાં વધુ ખતરનાક છે ?

હજુ એક મુસીબત ખતમ થઇ નથી કે કોરોના સાથે જોડાયેલી વધુ એક પરેશાનીએઅ ટ્રેલર દેખાડવાનું શરૂ કરી દીધું છે. એટલે કે અત્યારસુધી કોરોના સામે લડી રહ્યાં છે પરંતુ હવે આપણે કોરોનાના બબલ અટેક માટે પણ તૈયાર રહેવું પડશે. કારણ કે દુનિયાના અન્ય દેશોની સાથે સાથે કોરના પાર્ટ-2એ ભારત પર પણ હુમલો કરી દીધો છે. વિચારવાનું એ છે તે તેની અસર કેવી ખતરનાક હશે.

જાણકારો અને કોરોના પાર્ટ-2ના શિકાર થયેલા દર્દીના જણાવ્યા પ્રમાણે આ પહેલા કરતાં અનેકગણો ખતરનાક છે. કારણ કે જે કોરોના દર્દીના લક્ષણ છે તે કોરોના પાર્ટ-2ના દર્દીમાં જોવા મળતા નથી. બીજીવાર અટેકમાં તાવ નથી આવતો, ખાંસી નથી આવતી આથી દર્દીની ઓળખ કરવી મુશ્કેલ છે. તેનો અંદાજ ત્યારે જ આવશે જ્યારે ફરીથી ટેસ્ટ કરવામાં આવશે.

ઘટના દિલ્હી નજીક આવેલા નોએડાની છે. અહીં કોરોનાથી સંક્રમિત બે દર્દી સાજા થયા બાદ પણ આ વાયરસ ફરી જોવા મળ્યો. હાલ દર્દીને કોરોના વાયરસથી સાજા થયા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. પરંતુ એ પહેલા ત્રીજી તપાસમાં એક નમુનો લેવામાં આવે છે જો તેમાં કોઇ સમસ્યા ન આવે તો દર્દીને રજા આપી 14 દિવસ ક્વોરેન્ટાઇનમાં રહેવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ નોઈડામાં જ્યારે આ ત્રીજા રિપોર્ટમાં ફરીથી કોરોના પોઝિટિવ આવ્યો. એટલું જ નહીં બંને દર્દીમાં કોરોનાના કોઇ લક્ષણ પણ જોવા મળતા નથી.

ફરી પોઝિટિવ આવ્યા બાદ બંને દર્દીને ફરી ગ્રેટર નોએડાની જિમ્સમાં ભરતી કરવામાં આવ્યા અને બંનેના સેમ્પલ ચોથી વખત તપાસ માટે મોકલવામાં આવ્યા. નોએડાના સેક્ટર 137 અને સેક્ટર 128ના આ બંને દર્દીની સારવાર તો ફરી શરી કરી દેવામાં આવી છે પરંતુ ડોક્ટર અશમંજશમાં છે. આ પાછળનું કારણ જાણવામાં લાગી ગયા છે.

ડોક્ટર અને વૈજ્ઞાનિક એ વાતને જાણવામાં કામે લાગ્યા છે કે શું આ દર્દી પર કોરોનાએ ડબલ અટેક કર્યો છે કે પછી આ કોઇ અન્ય કારણોસર સંક્રમિત થયા છે. જો કે જાણકારોનું માનવું છે કે બે વખત તપાસમાં નેગેટિવ આવ્યા બાદ ફરી પોઝિટિવ આવવાનો અર્થ શરીરમાં વાયરસ ફરી એક્ટિવ હોવાનું છે. આવું કેમ થયું કેવી રીતે થયું તે અંગે તપાસ ચાલુ છે. પરંતુ ભારત એકમાત્ર આવો દેશ નથી જ્યાં દર્દી સાજો થયા બાદ ફરી પોઝિટિવ આવ્યો હોય.

દક્ષિણ કોરિયામાં પણ હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ દર્દી ફરી કોવિડ-19 સંક્રમણનો શિકાર થઇ રહ્યાં છે. અત્યારસુધીમાં 100થી વધુ આવા કેસ સામે આવ્યા છે જેમાં દર્દી સંપૂર્ણ રીતે સાજો થયા બાદ ફરીથી કોરોના પોઝિટિવ આવ્યો હોય. દક્ષિણ કોરિયાની સરકાર અને ડોક્ટર પણ કોરોનાના આ ટ્રેન્ડથી ખુબ જ પરેશાન છે કારણ કે દેશમાં 8 હજાર એવા લોકો છે જેઓને કોરોનાથી મુક્તિ મળ્યા બાદ ઘરે જવા દેવામાં આવ્યા છે. જો તેમાંથી કોઇને ફરી કોરોના સંક્રમિત થયા તો મુશ્કેલી વધી શકે છે.

ચીનમાં પણ અંદાજે દોઢ હજારથી વધુ એવા કેસ સામે આવ્યા છે જેમાં કોવિડ-19થી સાજા થયા બાદ આ વાયરસે દર્દીના શરીરમાં રિવર્સ ગિયર લીધો હોય. આવા મોટાભાગના કેસ ચીનના હુબઇ સૂબા અને ખાસ કરી વુહાનમાં લોકડાઉન ખુલ્યા બાદ આવ્યા. તો કોરોનાના બેક-ફાયરનો શિકાર થયેલા દર્દીના સંપર્કમાં આવેલા લોકો પણ કોરોના પોઝિટિવ આવી રહ્યાં છે.

કોરોના રિટર્ન્સની આ કહાની ખુબ જ ડરાવની છે કારણ કે કોરોનાના લક્ષણતો બધાને ખબર છે એ હિસાબે દુનિયા તેનાથી બચવાના ઉપાય શોધી રહી છે. શરદી, ખાંસી, ગળું ખરાબ થવું, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થવી જેવા કોરોનાના લક્ષણ છે પરંતુ આ નવા કોરોના આવ્યો છે તેમાં કોઇ લક્ષણ જોવા મળતું નથી. એનો એવો થયો કે જો સાજા થયેલા વ્યક્તિમાં કોરોના ફરીથી થયો તો કોઇને જાણ થઇ શકશે નહીં. રિપોર્ટ કર્યા બાદ જ જાણ થશે.

You cannot copy content of this page