Only Gujarat

Gujarat

કલેક્ટર ઓફિસમાં સ્પાય કેમ લગાવનાર મહિલા અધિકારી કેતકી વ્યાસ કોણ છે?

આણંદના પૂર્વ કલેક્ટર ડી. એસ. ગઢવીનો બિભત્સ વીડિયો બનાવીને ફસાવનારા અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ કરવામાં આવી છે. તેમની તપાસમાં દરરોજ ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે કલેક્ટર ગઢવીની ઓફિસમાં કેતકી વ્યાસે જ કેમેરા લગાડાવ્યા હતા.

ખેતીની જમીન પોતાના નામે કરી હતી

કેતકી વ્યાસે સ્પાય કેમેરા ગોઠવવા સાથે એક મહિલાને કલેક્ટરની ઓફિસમાં મોકલી હતી. આમ કલેક્ટરને ફસાવવા માટે કાયદેસરનું ષડયંત્ર યોજવામાં આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસની તપાસમાં કેતકી વ્યાસના જુના વિવાદનો પણ ખુલાસો થયો છે. વર્ષ 2007માં કેતકી વ્યાસ સામે આરોપીને ખોટી રીતે કસ્ટડીમાં રાખ્યાની ફરિયાદ થઇ હતી. એટલું જ નહીં, કેતકી વ્યાસે મહેમદાવાદ તાલુકાના અકલાયા ગામે જમીન ખરીદી હતી. આ જમીન ગેરકાયદે અને ખોટી રીતે ખરીદ્યાની માહિતી સામે આવી છે. પોતે ખેડૂત ન હોવા છતાં ખેતીની જમીન કેતકી વ્યાસે પોતાના નામે કરી લીધી હતી.

ડી.એસ.ગઢવી અને કેતકી વ્યાસ વચ્ચે ચાલતો હતો વિવાદ

ડી.એસ.ગઢવી અને અધિક નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ વચ્ચે વિવાદ હતો. બંને અધિકારીઓ વચ્ચે વહીવટી કાર્યવિસ્તારને લઈને વિવાદ ચાલતો હતો. વિવાદને લઈને નજર રાખવા સ્પાય કેમેરા લગાવ્યા હતા. સમગ્ર મામલો મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચ્યો હતો. જે બાદ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તપાસના આદેશ અપાયા હતા. કલેક્ટર ઓફિસના અધિકારી મહિલા ADM કેતકી વ્યાસ, નાયબ મામતદાર જે.ડી પટેલ સહિત ત્રણ લોકોની પૂછપરછ હાથ ધરાઇ હતી. જે બાદ પોલીસે કેતકી વ્યાસ, જે ડી પટેલ, હરેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. બાદમાં પોલીસે કેતકી વ્યાસની ધરપકડ કરી હતી.

2008ની બેચના IAS અધિકારી ડી.એસ.ગઢવી ઓફિસ સમય દરમિયાન ઓફિસમાં મહિલા સાથે આપતિજનક સ્થિતિમાં ઝડપાયા હતા. જેની વીડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચી હતી. જે બાદ તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હતા. તો સમગ્ર મામલાની તપાસ માટે મહિલા અધિકારીઓની ટીમને જવાબદારી સોંપવામાં આવી હતી.

You cannot copy content of this page