Only Gujarat

National

પોલીસ શોધતી હતી તે આરોપી છેક 7 વર્ષે ઝડપાયો, પોલીસે અધિકારીએ કર્યાં આવા હાલ

આપણાં દેશમાં ઘણીવાર જોવા મળે છે કે, લોકો ટ્રાફિકથી બચવા માટે શોર્ટકટનો ઉપયોગ કરે છે. ઘણા લોકો દંડથી પણ ડરે છે. જોકે, હૈદરાબાદમાં ટ્રાફિક પોલીસના હાથે એક એવો વ્યક્તિ ઝડપાડોય છે. જે છેલ્લાં 7 વર્ષથી દંડ ભરતો નહોતો. તેને અત્યારસુધી 30 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આશ્ચર્યની વાત છે કે, આ યુવકને અત્યારસુધી 117 વાર દંડ ફટકાર્યો છે. પણ આ વખતે તે તેની બેદરકારીને લીધે ઝડપાઈ ગયો છે.


હૈદરાબાદની આ ઘટના હવે ચર્ચામાં છે. પોલીસે ઝડપેલા આ યુવકનું નામ ફરીદ ખાન છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વખતે ફરીદ ખાન પોલીસથી બચવામાં સફળ રહ્યો નહોતો અને પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે તેનું વાહન જપ્ત કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.


ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદમાં ટ્રાફિક પોલીસે રૂટીન ચેકિંગ દરમિયાન ફરીદ ખાનને પકડ્યો છે. તેને પોલીસે શહેરના નામપલ્લી પાસે વગર હેલમેટે વાહન ચલાવતાં ઝડપી લીધો હતો અને જ્યારે પોલીસે તેની તપાસ કરી તો તે પણ આશ્ચર્યમાં પડી ગયા હતાં. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે, તે યુવકને અત્યારસુધી 117 વખત દંડ ફટકારવામાં આવ્યો છે અને 29,720 રૂપિયાનો દંડ ભરવાનો બાકી છે.


હૈદરાબાદ ટ્રાફિક પોલીસે રુટીન ચેકિંગ દરમિયાન ફરીદ ખાનનો ભાંડો ફોડ્યો હતો. પોલીસે આ પછી યુવકનું વાહન જપ્ત કરી લીધું છે. આ સાથે જ બાકીનો દંડ પણ ભરવા કહ્યું છે. પોલીસે જણાવ્યું કે, જો ફરીદ દંડની રકમ ભરી દે તો તેનું વાહન લઈ જઈ શકે છે. અત્યારે તેનું વાહન પોલીસે જપ્ત કરી લીધું છે.


ફરીદ ખાન પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે તેને એક કાયદાકીય નોટિસ પણ આપી હતી. જેમાં લખ્યું હતું કે, તે દંડ ભરી દે. નહીં તો તેનું વાહન જપ્ત કરી લેવામાં આવશે અને ફરિયાદ પણ દાખલ કરાશે. ફરીદે બેદરકારી દાખવી કાયદાકીય નોટિસ પર કોઈ ધ્યાન આપ્યું નહીં અને પોલીસે તેનું વાહન જપ્ત કરી લીધું હતું. ઉલ્લેખનીય છે કે, મોટર વાહન (એમવી) અંતર્ગત કોઈ 10થઈ વધુ વખત દંડની રકમ ના ભરે તો પોલીસ દ્વારા તેનું વાહન જપ્ત કરવામાં આવી શકે છે.

You cannot copy content of this page