Only Gujarat

Bollywood

બોલિવૂડના આ સ્ટારના આખા નામ તમે જાણો છો? ન જાણતાં હોવ તો ક્લિક કરો

મુંબઈઃ બૉલિવૂડ સેલેબ્સ તેમના નામ અંગે ખૂબ જ ચિંતિત રહે છે. એટલા માટે કે, નામ વ્યક્તિની સૌથી મોટી ઓળખ હોય છે. કદાચ કેટલાક બૉલિવૂડ સ્ટારનું આખું નામ તમે જાણતાં હશો. તો કેટલાંક સ્ટાર્સ વગર સરનેમે માત્ર તેમના નામથી જ ફૅમસ છે. તો આવો અમે તમને તે ફૅમશ સ્ટારના આખા નામ જણાવીએ.

અસિન
સાઉથ ઇન્ડસ્ટ્રીથી બૉલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરનારી એક્ટ્રસનું આખું નામ અસિન થોટ્ટુમકલ છે. કેમ કે, અસિનની સરનેમ બોલવામાં મુશ્કેલી થાય છે, એટલે તેમણે તેમની સરનેમ હટાવી દીધી. આજે પણ ઘણાં લોકોને અસિનનું આખું નામ ખબર નથી.

હેલેન
ડાન્સર અને એક્ટ્રસ હેલેનનું આખું નામ હેલેન એન રિચર્ડસન છે. જે લગ્ન પછી હવે હેલેન એન રિચર્ડસન ખાન થઈ ગયું છે. તેમના આ નામ વિશે લોકોને ઓછી જાણ કારી છે. હેલેન એક એન્ગ્લો ઇન્ડિયન પિતા અને બર્મી માની દીકરી છે. તેમનો જન્મ બર્મામાં થયો હતો. લાંબું નામ હોવાને લીધે હેલેન માત્ર હેલેન લખવાનું શરૂ કરી દીધું અને તેમના નામથી સરનેમ હટાવી દીધી.

રેખા
સુંદર અભિનેત્રી રેખાનું આખું નામ ભાનુરેખા ગણેશન છે. જોવામાં આવે તો રેખા તેમના ફર્સ્ટનેમનો એક ભાગ છે. કેમ કે, રેખા તેમનું મિડલ નેમ છે. તેમણે બૉલિવૂડમાં આવ્યા પછી ભાનુ અને ગણેશન અલગ કરી દીધું હતું.

રણવીર સિંહ
રણવીર સિંહનું આખું નામ રણવીર સિંહ ભવનાની છે. બૉલિવૂડમાં એન્ટ્રી પહેલાં તેમણે નામથી સરનેમ હટાવી દીધી હતી. કેમ કે, તે ખૂબ જ લાંબી હતી. આજે તે રણવીર સિંહના નામથી દેશ-દુનિયામાં ફૅમસ છે.

કાજોલ
કાજોલે આજ સુધી માત્ર તેમના ફર્સ્ટ નેમ એટલે કે કાજલથી જ ઓળખાય છે. કાજોલ તેમની સરનેમ ક્યારેય લગાવતી નથી. કાજોલનું આખું નામ કાજોલ મુખર્જી છે. તે એક્ટ્રસ તનુજા અને નિર્દેશક સોમૂ મુખર્જીની દીકરી છે. તેમના પેરેન્ટ્સ અલગ થઈ ગયાં હતા, જેને લીધે કાજોલે પણ તેમના નામથી સરનેમ અલગ કરી લીધી છે.

જિતેન્દ્ર
એક સમયે હિન્દી સિનેમાના સુપરહિટ હીરો રહી ચૂકેલા જિતેન્દ્રનું સાચું નામ રવિ કપૂર છે પણ, બૉલિવૂડમાં આવ્યા પછી તેમણે જિતેન્દ્રને તેમનું ફિલ્મી નામ બનાવી લીધું હતું. ધીરે-ધીરે તે આ નામથી ફૅમશ થયાં અને આજે લોકો તેમને જિતેન્દ્રના નામથી જ ઓળખે છે.

તબ્બૂ
આજે પણ પોતાની એક્ટિંગથી લોકોનું દીલ જીતનારી તબ્બૂનું આખું નામ તબ્બસુમ હાશમી છે. તેમણે તેમનું નામ સિમ્પલ અને શૉર્ટ રાખવા માટે તેમની સરનેમ હટાવી દીધી હતી. લોકો પણ તબ્બૂ નામ જ પસંદ છે અને તે આ નામથી ફૅમશ પણ છે.

ગોવિંદા
ગોવિંદાનું આખું નામ ગોવિંદા અરુણ આહૂજા છે. તેમણે નામમાંથી અરુણ અને આહૂજા હટાવવા પાછળ કોઈ કારણ નહોતું. ગોવિંદા ઉપરાંત તેમણે તેમની ફિલ્મના નામથી પણ ઓળખવામાં આવે છે. જેવું કે હીરો નંબર 1 તેમનું નિકનેમ છે.

ધર્મેન્દ્ર
ધર્મેન્દ્રનું આખું નામ ધર્મેન્દ્ર સિંહ દેઓલ છે. એક્શન ભરી તેનમી ફિલ્મોમાં તેમને બૉલિવૂડમાં ધરમ પાજી, ધરમજી બનાવી દીધા. આગળ જતાં તેમને માત્ર ધર્મેન્દ્ર લખવાનું શરૂ કરી દીધું. આજે તેમને ધર્મેન્દ્રના નામથી ઓળખવામાં આવે છે. જોકે, તેમના દીકરા અને દીકરી નામ સાથે સરનેમ પણ લગાવે છે.

શ્રીદેવી
દિવંગત એક્ટ્રસ શ્રીદેવીનું આખું નામ શ્રીઅમ્મા યાંગર અય્યપન છે. શ્રીદેવી સાઉથ ઇન્ડિયન ફૅમિલીથી છે એટલે બીજા લોકોને તેમનું નામ બોલવામાં ખૂબ જ તકલીફ થતી હતી. એટલા માટે તેમણે તેમનું નામ શ્રીદેવી લખવાનું શરૂ કરી દીધું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page