Only Gujarat

National

દાદાની યાદગીરી સાચવવા પરિવારે આખી ઝૂંપડી ઉપાડી શિફ્ટ કરી, કઈ જગ્યાનો છે આ બનાવ?

દરેક વ્યક્તિ પોતાની જૂની વસ્તુઓ અને વર્ષો જૂની એન્ટિક વસ્તુઓ સંભાળીને રાખે છે. તો ઘણાં લોકો આ વસ્તુઓને કાટમાળ સમજીને ફેંકી દે છે. પરંતુ રાજસ્થાનના બાડમેરમાં એક યુનિક ઘટના સામે આવી છે. જ્યાં એક પરિવારે પોતાના દાદાની લગભગ 50 વર્ષ જૂની ઝુંપડીને સુરક્ષિત રાખવા માટે હાઈડ્રા ક્રેનની મદદથી એક જગ્યાએથી હટાવીને બીજી જગ્યાએ શિફ્ટ કરી છે. એટલું જ નહીં તેને સુરક્ષિત રાખવા માટે પરિવારજનોએ લગભગ 1 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

જોકે, આ અનોખી ઘટના બાડમેર જિલ્લાના સિણધરી ઉપખંડના કરડાલી નાડી ગામની છે. જ્યાં ગામના જ એક વ્યક્તિએ એક વ્યક્તિએ ઝુંપડી બનાવી હતી. ઉંમરલાયક હોવાને કારણે તે વ્યક્તિનું નિધન થઈ ગયું હતું. પરંતુ તેના પરિવાર માટે આ મકાનને 100 વર્ષ સુધી સુરક્ષિત રાખવા માગે છે.

કારણ કે વર્ષોથી એક જ જગ્યાએ રાખવાને કારણે તેનો પાયો કમજોર થઈ ગયો હતો. જેના માટે તેના પાયા અને છતને સરખી કરવા માટે હજારો રૂપિયાનો ખર્ચ કરીને હાઈડ્રા ક્રેનથી શિફ્ટ કરવામાં આવી છે. તેને ખસેડવા માટે ક્રેનના 6 હજાર રૂપિયાનો ખર્ચો થયો હતો જ્યારે તેને સરખી કરવા માટે 1 લાખ રૂપિયાનો ખર્ચ થાય તેવું અનુમાન છે.

ગામના એક વ્યક્તિ પુરખારામે જણાવ્યું હતું કે, જો સમયસર તેને સરખી કરવામાં આવતી હોય તો તે વર્ષો સુધી ચાલે છે. તેણે જણાવ્યું કે, ઉધઈને કારણે ઝુંપડીના પાયા કમજોર થઈ ગયા હતા જેના કારણે તેને શિફ્ટ કરવી પડી છે. સરખી કર્યા બાદ તે ઝૂંપડી એકદમ નવી નક્કોર થઈ જશે. આ ઝૂંપડી આ પરિવારની જ નહીં પણ આખા ગામની યાદગાર વસ્તુ છે. જેને અમે ખોવા માંગતા નથી. ગામના જ નહીં પરંતુ આસપાસના ગામના લોકો પણ તેને જોવા માટે અહીં આવે છે.

યુવકે જણાવ્યું કે, આ ઝૂંપડી એટલા માટે ખાસ છે કે, ઉનાળામાં તેમાં ગરમી લાગતી નથી માટે એસી કે કુલરની જરૂર પડતી નથી. જ્યારે ગરમીની સિઝનમાં તો રેતીવાળા વિસ્તારમાં તાપમાન 45 ડિગ્રી પહોંચી જાય છે ત્યારે પણ આ ઝૂંપડીની અંદર ઠંડક રહે છે. એસી તો ઠીક છે પણ તેમાં પંખો કે કુલર પણ લગાવવું પડતું નથી.

પરિવારજનોએ જણાવ્યું કે, આધુનિક યુગમાં લોકો કરોડો રૂપિયાનો ખર્ચ કરીને મહેલ તૈયાર કરે છે. આવી ઝૂંપડીઓ કોઈ પણ જગ્યાએ જોવા મળતી નથી. જો ક્યાંક જોવા મળે છે તો પોતે પરિવારજનો જ તેને તોડી નાખે છે. કારણ કે આ કાટમાળ લાગે છે. આજના સમયમાં લોકોને આવી ઝૂંડપીઓ પણ બનાવતાં આવડતી નથી. કારણ કે જમીનમાંથી માટી ખોદીને, પશુના છાણને મિક્સ કરીને ઝૂંપડીની દિવાલ બનાવવામાં આવે છે.

You cannot copy content of this page