Only Gujarat

Sports

શેર વોર્ને કાબૂ ગુમાવતા બાઈક સ્લિપ થઈને 15 મીટર ફંગોળાયું, બંને સારવાર હેઠળ

ઓસ્ટ્રેલિયન પૂર્વ સ્પિનર શેન વોર્ન અને તેમના પુત્રનો બાઈક રાઈડિંગ દરમિયાન એક્સિડેન્ટ થયો છે. સિડની મોર્નિંગ હેરાલ્ડના ન્યૂઝ કોર્પના જણાવ્યા પ્રમાણે, વોર્ન પોતાના પુત્ર સાથે બાઈક રાઈડિંગ માટે નીકળ્યો હતો. આ દરમિયાન કાબુ ગુમાવતાં બાઈક સ્લિપ થઈ ગયું અને 15 મીટર સુધી ઘસડાયા છે. અત્યારે પિતા-પુત્રને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. એવામાં મીડિયાના અહેવાલો પ્રમાણે, શેન વોર્નના પુત્ર જેક્સનને ગંભીર ઈજા પહોંચી છે.

દુર્ઘટના પછી વોર્ને કહ્યું- અસહ્ય પીડા થાય છે
બાઈક અકસ્માત પછી શેન વોર્ને કહ્યું હતું કે હું અત્યારે ઈજાગ્રસ્ત છું અને ઘણો દુઃખી પણ છું. જોકે આ દરમિયાન હું ગંભીર દુર્ઘટનાથી બચી ગયો પરંતુ બીજા દિવસે સવારે મને અસહ્ય પીડા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે વધારે ઈન્જરી હોવાની શંકા જતા શેન વોર્ન તાત્કાલિક હોસ્પિટલ ગયો હતો. સિડની મોર્નિંગ હેરાલ્ડના અહેવાલ પ્રમાણે શેન વોર્ન અકસ્માત પછી 15 મીટર સુધી ધસેડાયો હતો.

8 ડિસેમ્બરથી એશિઝમાં કોમેન્ટરી કરે તેવી આશા
મીડિયાના અહેવાલો પ્રમાણે, શેન વોર્નની તબિયત સ્થિર છે અને જોખમથી બહાર છે. એવામાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે જો શેન વોર્ન સ્વસ્થ થઈ જશે તો તે એશિઝ સિરીઝની પહેલી મેચથી કોમેન્ટરી કરવાનું પણ શરૂ કરી દેશે. આ મેચ 8 ડિસેમ્બરથી રમાવા જઈ રહી છે.

સૌથી વધુ વિકેટ લેનાર વિશ્વનો નંબર-2 બોલર
શેન વોર્ન ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો બોલર છે. વોર્ને 145 ટેસ્ટ મેચમાં 2.65ના ઈકોનોમી રેટથી 708 વિકેટ લીધી છે. એનાથી વધારે મુરલીધરનના નામે 800 વિકેટ છે. વોર્ન 38 વાર 5થી વધારે વિકેટ લેનાર બોલર પણ બની ગયો છે. વોર્ને 194 વનડે મેચમાં 4.25ના ઈકોનોમી રેટથી 293 વિકેટ લીધી છે.

RRને IPLનું ટાઈટલ જિતાડ્યું
શેન વોર્ને 2007માં પોતાની કેપ્ટનશિપ હેઠળ રાજસ્થાન રોયલ્સની ટીમને IPLનું સૌથી પહેલું ટાઈટલ જિતાડ્યું હતું. ત્યાર પછી IPLની 14 સીઝનનું આયોજન થયું છે, પરંતુ રાજસ્થાન એમાં ટાઈટલ જીતી શક્યી નથી.

You cannot copy content of this page