Only Gujarat

Religion TOP STORIES

આઠ ફેબ્રુઆરીએ મંગળનું રાશિ પરિવર્તન, આ ચાર રાશિઓના જાતકોના જીવનમાં આવશે મુશ્કેલીઓ

અમદાવાદઃ સૈન્ય, શક્તિ, યુદ્ધ, ક્રોધ તથા પરાક્રમનો કારક મંગળ ગ્રહ આઠ ફેબ્રુઆરીએ વૃશ્ચિક રાશિથી ગુરુની રાશિ ધનમાં ગોચર કરશે. મંગળ 22 માર્ચ, 2020 સુધી આ રાશિમાં રહેશે. ત્યારબાદ મકર રાશિમાં જશે. ધન રાશિ ગુરુની રાશિ છે, જે મંગળની મિત્ર છે. મંગળના ભાવમાં પ્રભાવ સકારાત્મક થશે. જોકે, અન્ય રાશિમાં આની અસર શુભાશુભ રહેશે.

મેષઃ તમારો આત્મવિશ્વાસ વધશે. અનેક યોજનાઓ સફળ થશે. આર્થિક લાભ પણ થશે. તમારા પિતાજી માટે આ ગોચર અનુકૂળ નથી. તેમનું સ્વાસ્થ્ય આ સમયે ખરાબ થઈ શકે છે. તમારા ભાગ્યમાં ચઢાવ-ઉતાર આવી શકે છે.

વૃષભઃ તબિયતનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. હાઈ બ્લડપ્રેશર, અનિયમિત ધબકારા, ઈજા થવી કે દુર્ઘટના કે પછી કોઈ પ્રકારનું ઓપરેશન આ સમયે થઈ શકે છે. આ સમયે વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું. ધન હાનિ થઈ શકે છે.

મિથુનઃ તમારા દાંપત્ય જીવનમાં મુશ્કેલી આવી શકે છે. લાઈફ પાર્ટનરનો વ્યવહાર બદલાઈ શકે છે. તમારી આવક વધે તેવી શક્યતા છે. બીજી બાજુ જે નોકરી કરે છે, તેમને સારું પરિણામ મળશે અને પ્રમોશન થશે.

કર્કઃ શત્રુઓ તમારાથી ડરશે. નોકરીમાં જબરજસ્ત પરિણામો મળશે. તમે જૂનું દેવું ચૂકવી દેશો. ખર્ચમાં હળવો વધારો થશે પરંતુ તમને કોઈ બોજ રહેશે નહીં.

સિંહઃ આ સમય દરમિયાન કાર્યક્ષેત્રમાં પરિવર્તન આવશે. જો તમે નોકરીની શોધ કરી રહ્યાં છો તો તમને સફળતા મળશે. પરિણીત છો તો સંતાનને લઈ કેટલીક સમસ્યા થઈ શકે છે.

કન્યાઃ માતાની તબિયત ખરાબ થઈ શકે છે. નોકરીમાં મન લાગશે. કાર્યક્ષેત્રમાં સહકર્મચારીઓ તથા સીનિયર અધિકારીઓ સાથે સારા સંબંધો બનશે. આ સમયે અચાનક પૈતૃક સંપત્તિ મળવાની શક્યતા છે.

તુલાઃ સાહસ વધશે. તમારા અંગત પ્રયાસોથી જીવનમાં સફળતા મળશે, જેથી તમારું માન-સન્માન વધશે અને કાર્યક્ષેત્રમાં સારા પરિણામો મળશે.

વૃશ્ચિકઃ તમે કટુ વચન બોલી શકો છો, જેની અસર તમારા સંબંધો પર પડી શકે છે. પરિવારના લોકોમાં તમારું માન ઓછું થશે. તમારા લોકો જ તમારી વિરુદ્ધમાં ઊભા હશે. ધનને લઈ સાનુકૂળ સમય રહેશે.

ધનઃ તમારી પર્સનાલિટીમાં ફેરફાર થશે. તમે વધુ આત્મવિશ્વાસથી કામોને પૂરા કરશો, જેને કારણે તમને જબરજસ્ત સફળતા મળશે પરંતુ તમે અતિ આત્મવિશ્વાસનો ભોગ બની શકો છો.

મકરઃ ખર્ચમાં અચાનક વધારો થશે. આટલું જ નહીં પરિવારમાં કોઈનું પણ સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. આ કારણથી ખર્ચો વધી શકે છે.

કુંભઃ સરકાર સાથે સારા સંબંધો બનશે, જેથી તમારા સંપર્કમાં વધારો થશે. તમને ધન લાભ થશે. કાર્યોમાં સફળતા મળશે. માન-સન્માનમાં વધારો થશે. સારા લોકો સાથે મુલાકાત થશે, જેથી પ્રગિત કરશો.

મીનઃ તમારા કાર્યોમાં સફળતા મળશે. સંપર્કમાં વધારો થશે અને સારો ધન લાભ થશે. માન-સન્માનમાં વધારો થશે. કાર્યસ્થળ પર પ્રશંસા થશે અને તમારી ગણના વિશેષ લોકોમાં થશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page