Only Gujarat

Bollywood

પ્રેગ્નન્ટ અનુષ્કા શર્માએ ખૂબ જ જોખમી શીર્ષાસન કર્યું, લોકોએ કહ્યું- આ તો અવિશ્વસનીય છે

બોલિવૂડ એભિનેત્રી અનુષ્કા શર્માએ સોશ્યલ મીડિયા પર એક એવી તસવીર શેર કરી છે કે ચારેબાજુ એની જ ચર્ચા છે. પ્રેગ્નન્ટ અનુષ્કા શર્માએ શીર્ષાસન કરતી તસવીર શેર કરી છે. આ તસવીરમાં પતિ વિરાટ કોહલી અનુષ્કા શર્મના પગ પકડીને તેને બેલેન્સ બનાવવામાં મદદ કરતો જોવા મળે છે. અનુષ્કાને છઠ્ઠો મહિનો જાય છે, ત્યારે આ પ્રકારનું જોખમી શીર્ષાસન કરતી જોઈને લોકોને માનવામાં નથી આવતું. જોકે અનુષ્કાએ કહ્યું હતું કે તે વર્ષોથી આ યોગાસન કરે છે.

અનુષ્કાએ તસવીર શૅર કરતાં કહ્યું, ”હાથ નીચે અને પગ ઉપર કરવાની આ એક્સર્સાઈઝ છે. યોગ મારા જીવનનો ઘણો જ મોટો હિસ્સો છે. મારા ડૉક્ટરે મને કહ્યું હતું કે હું આવાં તમામ આસન કરી શકું છું. મારે વધુ પડતું ટ્વિસ્ટ નથી કરવાનું અને વધુપડતું આગળ ઝૂકવાનું નથી. આ વાત ધ્યાનમાં રાખીને હું તમામ આસનો કરી શકું છું. જોકે હું જરૂરી સપોર્ટ સાથે જ આ આસન કરી શકું છું.”

અનુષ્કાએ કહ્યું કે ”શીર્ષાસન હું છેલ્લાં ઘણાં વર્ષોથી કરું છું. મેં એ ધ્યાન રાખ્યું કે હું દીવાલને સપોર્ટ તરીકે ઉપયોગમાં લઉં અને મારા સક્ષમ પતિએ મને સંતુલન બનાવવામાં મદદ કરી, જેથી મને વધારે સુરક્ષા મળે. આ મેં મારા પોતાના યોગ ગુરુની સલાહમાં કર્યું હતું. તેઓ વર્ચ્યુઅલી સતત મારી સાથે હતા. મને આનંદ છે કે મેં પ્રેગ્નન્સીમાં પણ પ્રેક્ટિસ ચાલુ રાખી”

આઈપીએલ દરમિયાન અનુષ્કા પણ પતિ વિરાટ સાથે દુબઈ ગઈ હતી. દુબઈથી પરત ફર્યા બાદ અનુષ્કાએ સતત સાત દિવસ સુધી કામ કર્યું હતું. ચર્ચા મુજબ અનુષ્કા મે મહિનાથી ફરી કામ ચાલુ કરશે.

નોંધનીય છે કે ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે. કેપ્ટન વિરાટ કોહલી પહેલી ટેસ્ટ પછી પેટરનિટી લીવ પર જશે. પહેલી ટેસ્ટ 17થી 21 ડિસેમ્બર દરમિયાન એડિલેડ ખાતે રમાશે. આ મેચ પૂરી થયા પછી વિરાટ ભારત પરત ફરશે. કોહલીની ગેરહાજરીમાં અજિંક્ય રહાણે ટીમની કેપ્ટનશીપ સંભાળશે.

 

You cannot copy content of this page