Only Gujarat

National

લોકડાઉનની આ તસવીર પણ રહી જશે યાદ, દ્રવી ઉઠ્યું ACPનું દીલ અને…

જયપુર: એક બાજુ કોરોનાનો વધતો જતો કેર છે અને જિંદગીને બચાવવાની જંગ છે. તો બીજી બાજુ સૂમસાન રસ્તા અને શહેરો ખામોશી છે. આ ખામોશીમાં એક વર્ગની એવી પીડા અને દર્દની તસવીરો સામે આવી છે. જે જોઇને હૃદય હચમચી જાય છે. જી હાં. આપ ઠીક સમજ્યાં વાત થઇ રહી છે. મજબુર મજુર વર્ગની જેને કોરોના વાયરસનો નહીં પરંતુ ભૂખ્યા જ મરી જવાનો ડર સતાવી રહ્યો છે અને એટલે જ એક અસ્તિવત્વની લડત આજે રોડ પર, રસ્તા પર, કે રેલના પાટા પર જોવા મળી રહ્યી છે. પોતાના વતન જવા માટે અધીરા થયેલા શ્રમિકો પાસે નથી પૈસા, નથી વાહન કે નથી ખાવા પીવાની કોઇ વ્યવસ્થા. જેની ફરિયાદ સાંભળનાર પણ જાણે કોઇ જ નથી. આ સ્થિતિમાં 40 થી 42 ડિગ્રી તાપમાનમાં ધગધગતા રોડ ખુલ્લા પગે જતાં શ્રમિકોની વ્હારે ACP દોડી આવ્યાં, આ શ્રમજીવીનું દર્દ તેનાથી ન જોઇ શકાયું. આ સંવેદનશીલ ACPએ પોતાના હાથે શ્રમજીવીઓને પગમાં ચપ્પલ પહેરાવ્યાં.

કોરોનાના કેર અને લોકડાઉનની વચ્ચે સતત પ્રવાસી શ્રમિકોનું પલાયન ચાલું છે. પોતાના વતનમાં પહોંચવાની આશા લઇને લાખોની સંખ્યામાં મજુરો હાઇવે પર ભૂખ્યા તરસ્યા, ખુલ્લા પગે ચાલી રહ્યાં છે. ચાલતા ચાલાતા આ શ્રમજીવોના પગે છાલા પડી ગયા છે. જો કે આ મહામારી અને લોકડાઉનની સ્થિતિ વચ્ચે એક સહજ માનવીય સંવેદનનો પરિચય કરાવતી તસવીર પણ સામે આવી છે. જ્યાં બળબળતા તાપમાં રસ્તા પર ખુલ્લા પગે જઇ રહેલા શ્રમિકોને ACPએ જાતે ચપ્પલ પહેરાવ્યાં. આ ઘટના રાજસ્થાનના જયપુરના ટ્રાન્સપોર્ટ નગરની છે. જ્ચાં શ્રમિકોની પીડા જોઇને તેમને ન માત્ર ચપ્પલ પરંતુ ફૂડ પેકેટ અને સેનેટાઇઝર સહિતની વ્યવસ્થા કરી આપી છે.

ACPએ તેમના હાથે શ્રમિકોને પહેરાવ્યાં ચપ્પલ
લોકડાઉન અને કોરોના કેરની વચ્ચે એકબાજુ જ્યાં જિંદગી અને અસ્તિત્વની લડાઇ છે ત્યારે આવા કપરા કાળમાં પણ માનવતાની સરવાણી સૂકાય નથી. માનવીય સંવેદનનનો પરિચય કરાવતી એક ઘટના રાજસ્થાનના જયપુરના ટોન્સપોર્ટ નગરમાં બની છે. અહીં શહેરના પોલીસ અધિકારી એસીપી પુષ્પેન્દ્ર રાઠોડથી આ લાચાર ગરીબ શ્રમિકોનું દ:ખ જોઇ ન શકાયું. બળબળતા તાપમાં ખુલ્લે પગે જતાં શ્રમકોના વેદના ACP પુષ્પેન્દ્ર રાઠોડને સ્પર્શી ગઇ. તેમનામાં સહજ માનવીય સંવેદન જાગ્યું. તેમણે આ શ્રમિકો માટે ચપ્પલ મંગાવ્યાં અને પોતાની હાથે તેમને પહેરાવ્યાં.

ફૂડ પેકેટની સાથે સેનેટાઇઝરની બોટલ પણ અપાવી
ACP પુષ્પેન્દ્ર રાઠોડની સેવા અહીં જ પુરી નથી થતી તેમણે શ્રમિકોની વ્યથાને અને મજબુરીને સમજીને અને તેમના દર્દને દુર કરવાનું જાણે બીડું ઉઠાવ્યું. ACP પુષ્પેન્દ્ર રાઠોડે આ શ્રમિકોની સહાય માટે રસ્તા પર ઠેર ઠેર કેમ્પ બનાવ્યા છે. જે કેમ્પમાં શ્રમિકોને ACP પુષ્પેન્દ્ર રાઠોડ રોકે છે અને તેમને જરૂરી ખાવાપીવાની વસ્તુઓ આપી રહયાં છે. આટલું જ નહીં ACP પુષ્પેન્દ્ર રાઠોડ શ્રમિકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા તેમને માહામારીના સમયમાં માસ્ક અને સેનેટાઇઝર પણ વહેંચી રહ્યાં છે.

માત્ર જયપુર જ નહીં દેશના અન્ય રાજ્યોમાંથી પણ લોકોડાઉનની સ્થિતિમાં અનેક સારી ઘટનાઓ પણ સામે આવી છે. ઇંન્દોરમાં ડોક્ટર પર પથ્થરમારાની ઘટનાએ ચોક્કસ દીલ દુભાવ્યું હશે, પરંતુ દીલદાર ઇન્દોર, ઇન્સાનિયત સભર ઇન્દોરની જો તસવીર જોવી હોય તો ઇન્દોરથી થોડી દૂર બાયપાસ પર જતાં રહો. ઇન્દોરના લોકોના જેવી જાણ થઇ કે મહારાષ્ટ્રની લાખોની સંખ્યામાં શ્રમિકો પદયાત્રા કરીને પલાયન કરી રહ્યાં છે. તો આ નિરાધારની રાહમાં સહાય માટે ઇન્દોર દોડયું. ઇન્દોરના હાઇવે પર કેમ્પ લાગવાયા છે. જેમા ખીચડી. પૌવા, જલેબી, ફળો સહિતની વસ્તુઓ વિનામુલ્યે શ્રમિકોની સહાય માટે આપવામાં આવી રહી છે. બળબળતા તાપમાં જતાં શ્રમિકો માટે ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં 24 કલાક ભંડારો ચાલું રહે છે. ભોજનની સાથે ફળફળાદિ પણ શ્રમિકોને આપવામાં આવે છે.

You cannot copy content of this page