Only Gujarat

Religion

આજે જલારામ જયંતિ સાથે વ્યતિપાત યોગ, કોને ફળશે તો કોને રહેવું સચેત, વાંચો રાશિફળ

રાશિફળ: 21-11-2020:  આજે જલારામ જયંતિ સાથે વ્યતિપાત યોગ! કોને ફળશે તો કોને રહેવું સચેત, વાંચો રાશિફળ

મેષઃ અનુમાન ધારીને મૂડી રોકાણ કરવું હિતાવહ નથી, સગાવહાલાંથી મહત્વના સમાચારની પ્રાપ્તિ થાય સાથે આધ્યાત્મિકતા તરફ આગળ વધાય પરંતુ ધ્યાન રાખવું કે માનસિક શાંતિ મેળવવા માટે આપની નવરા બેસી રહેવાની આદત ખતરનાક સાબિત થઈ શકે છે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રે વાણી-સંયમ જાળવવો, કાર્યનું ફળ જલ્દી જોવા મળે.
  • પરિવાર: પારિવારિક અવરોધો દુર થતા જણાય, વાતચીતમાં કોઈના સાથે ગેરસમજ ના થાય તેની તકેદારી રાખવી.
  • નાણાકીય: સ્થાઇ સંપત્તિ વિશે કોઇપણ નિર્ણય વિચારીને કરવો, ખર્ચ નું પ્રમાણ વધતું જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: લક્ષાંક મેળવવા વધુ મહેનત કરવી પડે.
  • સ્વાસ્થ્ય: જૂનારોગમાં થી રાહત મળતી જણાય.
  • આજનો મંત્ર: ॐ सुरवन्द्याय नमः

વૃષભઃ આજનો દિવસ શાંતિથી અને તણાવ વગરનો પસાર થતો જણાય પરંતુ રોકાણ કરતી વખતે પૂરેપૂરી સાવધાની રાખવી હિતાવહ રહે અને વૈવાહિક જીવનમાં વધુ નિખાલતા જણાય સાથે જ ધર્મ કાર્ય સંભવ બને.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં આપના કાર્યોની પ્રશંસા મળી રહે અને અગત્યનાં કામોમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે.
  • પરિવાર: સામાજિક સંબંધમાં મીઠાશ વધતી જણાય અને દાંપત્ય જીવનમાં ઉમંગ ઉલ્લાસ જળવાઈ રહેશે.
  • નાણાકીય: નાણાકીય વ્યય વધારે જણાય, મિલકત અંગેના પ્રશ્નો ધેરાતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: આપના પ્રયત્નનાં ફળ ખાટા જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્યને લગતા કોઈપણ લખાણની અવગણના ના કરવી.
  • આજનો મંત્ર: ॐ निर्गुणाय नमः

 

મિથુનઃ આજે પોતાની જાતને કોઈ રચનાત્મક કામમાં લગાવો સાથે જ અટકી પડેલા કાર્યો વધુ ઘેરાતા જણાય અને બીનજરૂરી ખર્ચાઓ આપણી બેચેની માં વધારો કરશે સાથે જ આપ કંઈક જુદા જ પ્રકારના રોમાંસનો અનુભવ કરી શકો છો.

  • કાર્યક્ષેત્ર: કાર્ય સફળ થતા જણાય, ઉતાવળિયું પગલું ભરવું નહિ.
  • પરિવાર:  ગુસ્સા-આવેશ પર કાબુ રાખવો તેમજ ગૃહજીવનમાં સામાન્ય મતભેદ જણાય.
  • નાણાકીય: નાણાકીય સાહસમાં પત્નિની સલાહ અવશ્ય લેવી, આવકના સ્ત્રોત વધે.
  • વિદ્યાર્થી વર્ગ: આપના મહેનતનું ફળ ચાખવા મળશે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય નરમ-ગરમ જણાય.
  • આજનો મંત્ર: नित्याय नमः

કર્કઃ આપના કાર્યક્ષેત્રમાં કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે તેમ છે પરંતુ જીવનસાથી તરફથી દિવસ ભરના રીસામણા આપને ઉદાસ રાખી શકે તેમ છે, વાહન ચલાવતી વખતે સાવચેતી રાખો ખાસ કરીને જ્યારે આપ રાત્રીના સમયે પ્રવાસ કરી રહ્યા હો ત્યારે ખાસ ધ્યાન રાખવું હિતાવહ રહે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં મહેનતનું પૂરું ફળ જોવા મળે તથા ધાર્યું ફળ મળવામાં વિલંબ જણાય.
  • પરિવાર: દામ્પત્યજીવનમાં મધુરતા જળવાઈ રહે, મિત્ર તરફથી આર્થિક મદદ પ્રાપ્ત થાય.
  • નાણાકીય: આવકનાં નવા સ્રોતોનું નિર્માણ સંભવ, આર્થિક નવી તક જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: તમારા પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: બદલાતા હવામાનને લગતી બીમારી પરેશાન કરી શકે છે.
  • આજનો મંત્ર: ॐ निरामयाय नमः

સિંહઃ આપની ધગસ અને મહેનત પર લોકો ખાસ ધ્યાન આપશે જેના લીધે આપને ખાસ નાણાંકીય લાભ મળી શકે તેમ છે સાથે જ સાંજના સમયે અચાનક મળેલા કોઈ સારા સમાચાર આપના પરિવાર માટે આનંદ અને ઉત્સાહનું કારણ સાબિત થશે.

  • કાર્યક્ષેત્ર: ઉતાવળા નિર્ણય અને વાયદામાં સાવધ રહેવુ તેમજ નવી તક જણાય.
  • પરિવાર: ગૃહસ્થ જીવનમાં મધુરતા રહે, સ્વજન-મિત્રથી મુલાકાતનું આયોજન આનંદમય જણાય.
  • નાણાકીય: સંપત્તિનાં પ્રશ્નોનું હકારાત્મક પરિણામ જોવા મળે, રોકાણ કરવામાં સાચવવું.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓ ને પરિણામ માં થોડી ખટાસ ચાખવી પડે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય અંગેના પ્રશ્નો થી વધારે ચિંતિત રહો.
  • આજનો મંત્ર: ॐ गुणात्मने नमः

કન્યાઃ આપ આપના પ્રિયજન દ્વારા કહેવામાં આવેલી વાતો પ્રત્યે સંવેદનશીલ થઈ કોઈ નિર્ણય લેવો નહિ, કોઈ  ખરીદાય સાથે જ નવીન કાર્ય આગળ વધે, નકારાત્મક લાગણીઓને વૈચારિક ધારામાં લાવવી હિતાવહ નથી.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં તમારા કાર્યને સન્માન મળે અને નવા કરાર સંભવ.
  • પરિવાર: વ્યક્તિગત સંબંધો મધુર ફળ જણાય, પારિવારિક વિવાદ ટાળવો.
  • નાણાકીય: નાણાકીય વ્યવહાર સાચવીને કરવો તેમજ આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે.
  • વિદ્યાર્થી વર્ગ: પ્રયત્નોનું ફળ મળતુ જણાય.
  • સ્વાસ્થ્ય: બીમારીનું નિરાકરણ જણાય.
  • આજનો મંત્ર: ॐ निन्द्याय नमः

તુલાઃ જો આપ આપના વ્યવસાયમાં કોઈ નવા ભાગીદારને જોડવા પર વિચાર કરી રહ્યા હોવ તો સાવચેથી આગળ વધવું સાથે જ જીવનસાથી તરફથી કોઈ વિશેષ ભેટ મળી શકે તેમ છે અને કોઈ સામાજિક સમસ્યા દૂર થતી જણાય.

  • કાર્યક્ષેત્ર: આપના પુરુષાર્થનું ફળ મળવામાં વિલંબ જણાય, કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા વધારે જણાય.
  • પરિવાર: વ્યક્તિગત સંબંધો મધુર ફળ જણાય, પારિવારિક વિવાદ ટાળવો.
  • નાણાકીય: નવા સાહસો વિચારીને કરવા, આર્થિક સમસ્યાનો હલ જોવા મળે.
  • વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓ ને પરીક્ષામાં સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય ની પાછળ ખર્ચ નું પ્રમાણ વધારે જણાય.
  • આજનો મંત્ર: ॐ वन्दनीयाय नमः

વૃશ્રિકઃ થોડો આરામ કરો અને કામની વચ્ચે-વચ્ચે જેટલું બની શકે તેટલો આરામ કરતા રહેવું હિતાવહ, આકસ્મિક નફો અથવા સટ્ટાબાજીના માધ્યમથી આપની આર્થિક સ્થિતિ મજબૂત થશે સાથે જ મિત્રો અને પરિવારની સાથે મજેદાર સમય વિતશે.

  • કાર્યક્ષેત્ર: વિશ્વાસઘાત અને છેતરામણીથી બચવુ, કાર્યક્ષેત્રમાં દિવસ સામાન્ય રહે.
  • પરિવાર: પારિવારિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને, સામાજિક પ્રશ્નોના કારણે મનમાં બેચેની વધારે જણાય.
  • નાણાકીય: આર્થિક પરિસ્થિતિ સુધરતી જણાય, જાવકનું પ્રમાણ વધુ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: તંદુરસ્તી એકંદરે ઠીક જણાય.
  • આજનો મંત્ર: ॐ धीराय नमः

ધનઃ અચાનક થયેલી રોમાંટીક મુલાકાત આપના માટે મુંઝવણ ઊભી કરી શકે છે અને સામાજિક અને ધાર્મિક સમારંભ માટે ઉત્તમ દિવસ જણાય, પ્રગતિકારક તકનું નિર્માણ સંભવ, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, જૂના રોકાણથી લાભ થતા જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવો પ્રોજેક્ટ મળી શકે છે, હરિફ વર્ગથી સાવધાન રહેવું.
  • પરિવાર: અંગત પ્રશ્નોને કારણે મુંઝવણોમાં વધારો જણાય, દાંપત્યજીવનનો આનંદ જળવાઈ રહેશે.
  • નાણાકીય: આર્થિક મર્યાદાઓ હતાશાને ભેટ આપશે અને ધાર્યું કાર્ય આગળ વધે.
  • વિદ્યાર્થી વર્ગ: સફળતા પ્રાપ્ત કરવા વધારે મહેનત કરાવી પડે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે ચિંતાહળવી થતી જણાય.
  • આજનો મંત્ર:  ॐ दैन्यनाशकराय नमः

મકરઃ વૈવાહિક સુખના દૃષ્ટિકોણથી આજે આપને કોઈ અનોખી ભેટ મળી શકે તેમ છે અને ભાગીદારી અને નવા કરાર વગેરેથી દૂર રહેવું સાથે જ ભરપુર રચનાત્મક્તા અને ઉત્સાહ આપને એક વધુ સફળ દિવસ તરફ લઈ જનાર બનશે.

  • કાર્યક્ષેત્ર: તમારા કરેલા કાર્યનું મધુર ફળ મળતું જણાય તેમજ મહત્વ ના નિર્ણયો લેવાય.
  • પરિવાર: પારિવારિક અવરોધો દુર થતા જણાય, લુપ્ત થયેલા સંબંધો તાજા થાય.
  • નાણાકીય: નાણાકીય રોકાણ નું ધાર્યું ફળ ન જણાય, કરજ- વ્યાજ કરવા હિતાવહ નથી.
  • વિદ્યાર્થી વર્ગ: તમારી સખત મહેનતથી સફળતાનો સ્વાદ ચાખી શકાશે.
  • સ્વાસ્થ્ય: દિવસભર સામાન્ય થાકની અનુભૂતિ થાય.
  • આજનો મંત્ર: ॐ क्रूराय नमः

કુંભઃ આપે આપની યોજનાઓ નું અમલીકરણ સંભવ બને સાથે પ્રત્યેક રોકાણને સાવધાનીપૂર્વક કરો અને બિનજરૂરી નુકસાનથી બચવા માટે યોગ્ય સલાહસૂચના લેવાથી ખચકાટનો અનુભવ ન કરો સાથે જ આરોગ્ય સારું જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પરિવર્તન કે સ્થાન ફેર જણાય તથા કાર્યને પૂરું કરવામાં ધૈર્ય જાળવવું.
  • પરિવાર: પારિવારિક અવરોધો દુર થતા જણાય, લુપ્ત થયેલા સંબંધો તાજા થાય.
  • નાણાકીય: આવકના માર્ગ ખુલે, સમય-નાણાનો વ્યય કરવો હિતાવહ નથી.
  • વિદ્યાર્થી વર્ગ: સ્પર્ધાત્મક બાબતોમાં સફળતાનો મધુર સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: આરોગ્યને લગતા કોઈપણ લખાણની અવગણના ના કરવી.
  • આજનો મંત્ર: ॐ नीलवर्णाय नमः

મીનઃ આજે જીવન સાથી વચ્ચેની સમજણમાં વધારો થતો જણાય અને નાણાકીય વ્યવહાર સાચવીને કરવો સાથે જ કાર્યક્ષેત્રમાં આપના નિર્ણયનું મધુર પરિણામ જોવા મળે, આધ્યાત્મિક કાર્યોમાં સમય વધારે પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સહકર્મીનો સૂચન મહત્વપૂર્ણ જોવા મળે સાથે નવી તકનું નિર્માણ સંભવ
  • પરિવાર: દાંપત્યજીવનમાં મધુરતા જણાય, અંગત જીવનનાં મતભેદ દૂર થતા જણાય.
  • નાણાકીય: આર્થિક વ્યય વધે નહિ તેની કાળજી રાખવી, ખર્ચ નું પ્રમાણ વધતું જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે સાચવવું.
  • સ્વાસ્થ્ય: જૂનારોગમાં થી રાહત મળતી જણાય.
  • આજનો મંત્ર:  मन्दाय नमः
You cannot copy content of this page