Only Gujarat

Religion

2021માં મેષ રાશિના જાતકો પર વરસશે શનિદેવની કૃપા, વાંચો કેવું રહેશે આખું વર્ષ

મેષ રાશિના જાતકો માટે આવનારું 2021નું વર્ષ ખૂબ જ સારું રહેશે. આ વર્ષે તમને કરિયર અને બિઝનેસમાં સફળતા પ્રાપ્ત થશે. આ વર્ષે મુખ્ય રીતે તમારા માટે સારું રહેશે. કેમ કે, આ વર્ષે તમારા પર શનિદેવની કૃપા રહેશે. જે તમારા આર્થિક જીવનને ખુશ કરવામાં મદદ કરશે. આ વર્ષે તમારી ઇચ્છાઓ પુરી થઈ શકે છે. જેનાથી તમે પ્રસન્ન રહેશો અને ઘણાં સમયથી અટકેલા કામ પુરા થવાથી તમને સારો ધન લાભ થશે. તમારું પારિવારિક જીવન સમસ્યાઓથી ઘેરાયેલું રહેશે. વર્ષની શરૂઆથી જુલાઇ મહિના સુધી તમને પારિવારિક સુખ મળવામાં મુશ્કેલી આવી શકે છે. સંભાવના છે કે તેને કારણે તમારે તેનાથી દૂર જવું પડે જેનાથી તમારું અંગત જીવન સૌથી વધુ પ્રભાવિત દેખાય. માતા-પિતા અને ભાઈ-બહેન માટે સમય સારો રહેશે નહીં. સ્વસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામને આ વર્ષે કરવો પડી શકે છે.

કરિયર: કરિયર ઉન્નતિનો સંકેત કરી રહ્યો છે. જેનું કારણ છે કે, તમારી રાશિના કર્મભાવમાં સ્વામી શનિદેવ છે જેમને સ્વયં કર્મફળ દાતા, ન્યાયપ્રિય, દંડકારી કહેવામાં આવે છે. શનિદેવ કર્મભાવમાં જ વિરાજમાન છે જેનાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થશે. એવામાં શનિદેવનો આ પ્રભાવ તમારા માટે સૌથી શ્રેષ્ઠ સાબિત થશે. ગ્રહોની સ્થિતિ આ સમયે તમને પહેલાં મુજબ ખૂબ જ સારું પરિણામ પ્રદાન કરશે. જે જાતક સ્વયંનો વ્યવસાય કરવા ઉત્સુક હોય તેમના આ વર્ષે સારો લાભ થશે. આ સમયે તમે ખુદને સાબિત કરી શકો છો. પોતાની ક્ષમતા અને સ્કિલનો ભરપૂર ઉપયોગ કરી આ સારા સમય અને અવસરનો લાભ લઈ શકો છો. આ વર્ષે ગુરુ શનિ સાથે કર્મભાવમાં વિરાજમાન છે. આ તમારા માટે નીચ ભંગ રાજયોગનો પણ કર્મભાવમાં બની રહ્યો છે. કોઈ મોટી જવાબદારી પણ આ સમયે તમને મળી શકે છે. છેલ્લાં કેટલાક સમયથી કરવામાં આવેલી મહેનતનું ફળ પણ તમને આ સમયે મળી શકે છે.

આર્થિક સ્થિતિ: મેષ રાશિના જાતકોને આ વર્ષે આર્થિક રીતે ઉન્નતિના અનેક અવસર મળશે અને સારું ધન લાભ પ્રાપ્ત કરી શકવામાં સફળ થશે. ગુરુ તમારી રાશિના એકાદશ ભાવમાં વિરાજમાન હશે. જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારી આવકમાં ફાયદો થશે. ગુરુ આ સમયે તમારી કોઈ માનસિક મુશ્કેલી પણ દૂર કરવાનું કાર્ય કરશે. આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રહેવાની છે. અને તમે જરૂર પડ્યે તમારા મિત્રો અને સંબંધીઓની આર્થિક મદદ પણ કરશો. નોકરી કરનારા લોકોને અઘિક લાભ થશે. તેમને મનમાગી નોકરી પ્રાપ્ત થવાથી સારા ધનનો લાભ પણ થશે. વર્ષના અંતિમ મહિનામાં વધારે ખર્ચો થવાથી તમારી ફાઇનાન્શિયલી કન્ડિશન પર થોડી અસર પડી શકે છે. પણ, આ પછી ફરીથી તમારી સ્થિતિ પહેલાંની જેમ મજબૂત થઈ જશે અને તમે સારા આર્થિક જીવનનો લાભ લઈ શકશો.

પરિવાર: આ વર્ષે પારિવારિક જીવનમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. કેમ કે શનિદેવ મેષ રાશિમાં દશમ ભાવમાં સ્થિત થઈ આખું વર્ષ તમારી રાશિના ચોથા ભાવમાં દૃષ્ટિ કરશે. જેનાથી તમને પારિવારિક સુખમાં કમી અનુભવાશે. પિતા સાથે તમારા વૈચારિક મતભેદ થઈ શકે છે. કોઈ મહત્ત્વપૂર્ણ મામલા પર ઘરના કોઈ વડિલનો સાથ મળી શકે છે. રાહુ રાશિવાળા પરિવાર ભાવમાં સ્થિત રહેશે. આ દરમિયાન તમારે એલર્ટ રહેવાની જરૂર છે. આ વર્ષ તમારા લગ્નજીવન માટે મિશ્રિત પરિણામ આપનારું સિદ્ધ થશે. આ વર્ષે વૈવાહિક જીવનમાં ધૈર્ય રાખવું. વર્ષના અંતમાં તમારે સાસરી પક્ષ સાથે બોલાચાલી થઈ શકે છે. સંતાનનોને ઉપલબ્ધિ હાંસલ થશે. જેનાથી દાંપત્યજીવનમાં સકારાત્મક બદલાવ જોવા મળશે. આ દરમિયાન સંતાન યોગ પણ બનશે. જો તમારા જીવનસાથી વાહન ચલાવે છે તો, તેમની સાથે કોઈ દુર્ઘટના થઈ શકે છે. એવામાં તેમનું દ્યાન રાખવું.

પ્રેમ-રોમાન્સ: આ વર્ષે મેષ રાશિના જાતકોનું પ્રેમ જીવન મિશ્રિફળદાયી રહેશે. જો તમે પહેલાંથી જ કોઈ પ્રેમ સંબંધમાં છો તો આ વર્ષે તમારી આશા તમારા પ્રિયત્તમ કરતાં વધારે હશે. જેને લીધે ક્યારેક તમારા વચ્ચે મતભેદ થશે. પણ એપ્રિલથી સપ્ટેમ્બર મહિનાનો સમય તમારા પ્રેમજીવન માટે ખૂબ જ ખાસ સાબિત થશે. આ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પાલગ જોવા મળશો અને તમે બંને વિવાહ કરવાનો નિર્ણય પણ કરી શકો છો, પણ આ છતાં બંનેનો પ્રેમ અટૂટ રહેશે અને તમારો સબંધ આખું વર્ષ સારો ચાલશે. જો તમે પહેલાંથી જ કોઈ રિલેશનશિપમાં નથી તો આ મહિને તમારી ઇચ્છા પુરી થઈ શકે છે અને તમારા જીવનમાં કોઈનું આગમન થઈ શકે છે.

શિક્ષણ: શિક્ષણ ક્ષેત્રે જાન્યુઆરીથી માર્ચ મહિના સુધી વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં રહેશે અને તેમને સફળતા મળશે. તમે પોતાની ખરાબ સંગતો તરફ વધારે ધ્યાન આપવાની જગ્યાએ કામથી કામ રાખવાનો પ્રયત્ન કરશો. વર્ષના છેલ્લાં મહિનામાં તમારા એકાદશ ભાવમાં હાજર ગુરુ પણ તમને સારું પરિણામ આપશે. એટલે જો તમે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યો છો તો, તમારી પાંચમી રાશિમાં ગુરુની શુભ દૃષ્ટિ તમને મનપસંદ અને કોલેજમાં એડમિશન અપાવવાનું કાર્ય કરશે. ફેબ્રુઆરીથી માર્ચ અને સપ્ટેમ્બર મહિનો તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે અને આ દરમિયાન તમે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. આ વર્ષે મંગળ દેવનું ગોચર 6 સપ્ટેમ્બરથી 22 ઓક્ટોબર મહિના દરમિયાન, તમારી રાશિના છઠ્ઠા ભાવમાં રહેશે. આ સમયે વિદ્યાર્થીઓને ભરપૂર સફળતા મળશે.

સ્વાસ્થ્ય: આ વર્ષે તમારુ સ્વાસ્થ્ય મિશ્રફળદાયી રહેશે. એટલે કે તમે લાંબી બિમારીથી ગ્રસ્ત છો તો આ વર્ષ તમને છુટકારો મળી શકે છે. પણ તમારા માટે જરૂરી છે કે તમારા કામની સાથે થોડો આરામ પણ કરવો પડશે. જુલાઈ મહિના પછી તમારે ભોજન પર ધ્યાન આપવું. ગરિષ્ઠ ભોજનથી બચવું. વર્ષના મધ્યમાં પિતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. આ દરમિયાન તમારા દરેક કાર્યને પુરી શક્તિ સાથે કરવાનો પ્રયત્ન કરવો અને સારા સ્વાસ્થ્યનો આનંદ લેવો.

જ્યોતિષ ઉપાય: હનુમાનજીની આરાઘના કરવી. હનુમાન ચાલીશા અથવા સુંદરકાંડનો પાઠ કરવો. પ્રત્યેક મંગળવાર અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરવો.

You cannot copy content of this page