Only Gujarat

National

પતિને પૂર્વ પત્નિની ઈન્સ્ટા રીલ જોતાં બીજી પત્નિ બની રણચંડી ને પછી જે કર્યું એ તમે વિચાર્યું પણ નહીં હોય

આંધ્રપ્રદેશમાં એક મહિલાએ તેના પતિનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. એક રિપોર્ટ અનુસાર, પતિ ઇન્સ્ટાગ્રામ પર તેની એક્સ વાઇફની રીલ્સ જોઇ રહ્યો હતો. જેને જોઇને તેની બીજી પત્ની ગુસ્સે થઇ હતી અને તેના પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતુ. આ ઘટના શુક્રવારે એનટીઆર જિલ્લાના નંદીગામમાં બની હતી. મહિલાના પતિ આનંદ બાબુને વધુ પડતો રક્તસ્ત્રાવ થતાં નંદીગામની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં વધુ સારી સારવાર માટે વિજયવાડાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.

લગ્નને પાંચ વર્ષ થયા

પોલીસે જણાવ્યું હતું કે પીડિત તેની પ્રથમ પત્નીથી કેટલાક કારણોસર અલગ થઈ ગયો હતો. તેણે પાંચ વર્ષ પહેલા વરમ્મા સાથે બીજા લગ્ન કર્યા હતા. આનંદ બાબુ શુક્રવારે રાત્રે પોતાની પહેલી પત્નીની ઈન્સ્ટાગ્રામ રીલ્સ જોઈ રહ્યો હતો. જેનાથી તેની બીજી પત્ની વરમ્મા નારાજ થઇ હતી. બંન્ને આ મામલે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

બ્લેડ વડે હુમલો

વરમ્માએ આનંદ બાબુના ગુપ્તાંગ પર બ્લેડ વડે હુમલો કર્યો હતો. વરમ્માએ જણાવ્યું કે જ્યારે તે પહેલી પત્નીનો વીડિયો જોઈ રહ્યો હતો ત્યારે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. તેણે જાણી જોઈને તેના ગુપ્તાંગ પર હુમલો કર્યો ન હતો. પોલીસે આનંદ બાબુની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

You cannot copy content of this page