Only Gujarat

National

લાડલી પુત્રી અને પુત્રના લગ્નના દિવસે જ પિતાનું મોત, આખા ગામમાં છવાઈ ગયો સન્નાટો

એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક આધેડનું રોડ અકસ્માતમાં મોત નિપજ્યું છે. આધેડ પાણીની ટેન્કરની નીચે આવી ગયો હતો. જેના કારણે તેનું મોત નિપજ્યું હતું. મૃતકના પરિવાર માટે આ ઘટના તેના જીવનની સૌથી મોટી ઘટના છે. આ ઘટનાને લઈને પરિવારજનો હજુ પણ આઘાતમાં છે. કારણ કે આધેડનું મોત થયું છે તેમના પુત્ર અને પુત્રી ગણતરીની મીનિટોમાં દુલ્હા-દુલ્હન બનવાના હતા. એ તો મતબલ એ છે કે બન્નેના લગ્ન થવાના હતાં.

બન્નેના લગ્ન થવાના હતાં પરંતુ તેમના પિતાના મોતના સમાચાર મળતાં જ ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો. દુલ્હા-દુલ્હન બનેલ પુત્ર-પુત્રીની ચીસોથી મંડપ ગુંજી ઉઠ્યો હતો. ગામવાળા અને મહેમાનો પણ સ્તબ્ધ રહી ગયા હતાં.

રાજસ્થાનના નાગૌરના ડેગાના વિસ્તારના 53 વર્ષિય ઓમ પ્રકાશ મોડી સાંજે કોઈ કામથી ગામથી બહાર ગયા હતાં જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન એક સરકારી સ્કૂલની સામે એક પાણીની ટેંકર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઓમપ્રકાશ ટેન્કરની નીચે આવી ગયા હતાં. મોતના સમાચાર મળતાં જ ગામના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં.

લગ્ન હોવાને કારણે ગ્રામજનોએ મોતના સમાચાર પરિવારજનો કહ્યાં નહોતા. મહેમાનો અને ગામના લોકોએ ગમે તેમ કરીને ઓમપ્રકાશની પુત્રી અને પુત્રના લગ્ન કરાવ્યાં. પરિવારને કહ્યું કે ઓમપ્રકાશ કોઈ જરૂર કામથી બહાર ગયા છે. દુલ્હનને વિદાય કરી અને પુત્ર દુલ્હન લઈને ઘરે આવ્યો.

આ બધું થયા બાદ જ્યારે પરિવારજનોને મોતના સમાચાર મળ્યાં તો જે ઘરમાં ઘરમાં ખુશીનો માહોલ હતો તે ઘરમાં માતમ છવાઈ ગયો હતો. પરિવારના સભ્યો ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યા.

તમને જણાવી દઈએ કે, ઓમપ્રકાશનની પત્નીનું 1 વર્ષ પહેલા જ મોત થયું હતું. ઓમ પ્રકાશે પોતાના બન્ને પુત્ર અને પુત્રીના લગ્નની તૈયારીઓ કરી હતી. પરંતુ થયું એવું કે, પોતાના પુત્ર અને પુત્રીને તેઓ દુલ્હા અને દુલ્હનના કપડાંમાં જોઈ શક્યાં નહીં. ઓમપ્રકાશના મૃતદેહને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. આ ઘટના બાદ હવે સમગ્ર ગામમાં શોકની લહેર છવાઈ ગઈ હતી.

You cannot copy content of this page