Only Gujarat

International

રમકડું બન્યું માસૂમની મોતનું કારણ, તડપી તડપીને થયું મોત, ડૉક્ટરને પણ ન આવ્યો વિશ્વાસ

બાળકોને રમકડાં સૌથી વધુ પ્રિય હોય છે. રમકડાં જોતા જ બાળકોના ચહેરા ખીલી ઉઠે છે. પણ એક એવો શોકિંગ બનાવ સામે આવ્યો છે જેમાં રમકડું જ બાળકના મોતનું કારણ બન્યું હતું. દોઢ વર્ષનો દીકરો રમકડા સાથે રમી રહ્યો હતો અને અચાનક એવું બન્યું કે માસૂમનું તડપી તડપીને મોત થયું હતું.

આ ધ્રુજાવી દેતો બનાવ સ્કોટલેન્ડમાં સામે આવ્યો છે. ક્રિસ્ટીન મેકડોનાલ્ડ અને હ્યૂગ મેકમેહન નામનું દંપતી દોઢ વર્ષના એકમાત્ર દીકરા સાથે ખુશહાલ જિંદગી જીવી રહ્યા હતા અને અચાનક તેમના જીવનમાં ભૂકંપ આવ્યો હતો. વાત એમ છે કે દોઢ વર્ષનો હ્યુજી નામનો દીકરો ઘરમાં પડેલા ટેડી બીયર સાથે રમી રહ્યો હતો. દીકરાએ રમતા રમતાં ટેડી બીયરમાંથી બેટરી સેલ કાઢી લીધો હતો.

17 મહિનાના દીકરાએ ટેડી બીયરમાંથી કાઢેલો બેટરીનો સેલ તેણે મોઢામાં નાંખી દીધો હતો. થોડીવારમાં તે ગળી ગયો હતો. બેટરીનો સેલ ગળી ગયાના થોડા જ સમયમાં તે અસહજ મહેસૂસ કરવા લાગ્યો હતો.

માસૂમની માતા ક્રિસ્ટીને જણાવ્યું હતું કે પહેલાં તો તેને સમજમાં ન આવ્યું કે તેના દીકરાને શું થયું છે. બાદમાં તપાસ કરતાં ટેડી બીયરમાંથી બેટરીનો સેલ ગાયબ મળ્યો હતો. ત્યારે ખબર પડી કે દીકરો સેલ ગળી ગયો છે.

દંપતી દીકરાને લઈને મધરવેલ સ્થિત વિશો યુનિવર્સિટી હોસ્પિટલ પહોંચ્યું હતું. જ્યાં ડૉક્ટરે જણાવ્યું હતું કે બાળકના લોહીમાં બેટરીનો એસિડ પૂરી રીતે ભળી ગયો હતો. એટલું જ નહીં હાર્ટમાં સિક્કાની સાઈઝનો હોલ થઈ ગયો હતો. બાદમાં બાળકની તબિયત દિવસે ને દિવસે બગડતી જતી હતી. અંદાજે એક સપ્તાહની અંદર બાળકે માતા-પિતાના બાહોમાં દમ તોડી દીધો હતો.

એકમાત્ર સંતાન ગુમાવ્યા બાદ ક્રિસ્ટીન અને હ્યૂગ દંપતીએ રમકડામાં નાની બેટરી સેલના ઉપયોગ પર બેન લગાવવાનું અભિયાન શરૂ કર્યું છે. દંપતી હવે નાની બેટરી સેલનું વેચાણ રોકવા માટે કાયદામાં ફેરફારનો પ્રયત્ન કરી રહ્યું છે. બાળકની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

You cannot copy content of this page